Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૨૩
૪૫૩ સમયે સંભવતા નથી. આ રીતે આ પ્રથમ સમયાવચ્છિન્ન દ્રવ્ય, આ દ્વિતીયસમયાવચ્છિનન્નદ્રવ્ય, ઈત્યાદિ પ્રકારના વ્યવહારમાં હેતુભૂત જે પર્યાયો બને છે. તે પ્રતિક્ષણ વર્તી પર્યાયોને આશ્રયી પણ જે ઉત્પાદ થાય છે. તે સઘળો ઐકત્વિક ઉત્પાદ જાણવો. અહીં આ એક જીવ દ્રવ્યનું જે ઉદાહરણ આપ્યું છે. તેને અનુસાર ધર્મ-અધર્મઆકાશ. અનંત જીવ અને અનંતપુદ્ગલ આમ પાંચે દ્રવ્યોમાં પ્રતિક્ષણવર્તી પર્યાયોનો જે ઉત્પાદ થાય છે. તે સઘળો ઐકત્વિક ઉત્પાદ જ છે. આમ જાણવું. આમાં કોઈ વિવાદ નથી. આ વાત સહેજે સહેજે સમજાય તેવી હોવાથી તથા સર્વને અનુભવસિદ્ધ હોવાથી આ બાબતમાં કોઈને કંઈ વિવાદ નથી. || ૧પપ છે પરપ્રત્યય ધર્માદિકણો, નિયમઈ ભાખિઓ ઉત્પાદ રે ! નિજપ્રત્યય પણ તેહ જ કહો, જાણી અંતર નયવાદ રે |
જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૨૩ || ગાથાર્થ– ધર્માદિ ત્રણ દ્રવ્યોનો જે ઉત્પાદ છે. તે નિયમ પરપ્રત્યય જ કહેલો છે. તથાપિ નયવાદના રહસ્યને જાણીને તેને સ્વપ્રત્યય પણ જાણો. | ૯-૨૩ |
ટબો- ધમસ્તિકાયાદિકનો ઉત્પાદ, તે નિયમઈ પરપ્રત્યય, સ્વોપષ્ટભણત્યાદિ પરિણત જીવપુર્શલાદિનિમિત્ત જ ભાષિઓ. (જે) ઉભયજનિત તે એકજનિત પણિ હોઈ, તે માર્ટિ તેહનઇ નિજપ્રત્યય પણિ કહો. અંતર નયવાદ = નિશ્ચયવ્યવહાર જાણીનઈ. એ અર્થ.
“ મારુંઝાઇ તિન્દુ પરંપવો () નિયમ૩-૩૩
એ સમ્મત્તિગાથા મધ્યે વાર પ્રશ્લેષઈ બીજો અર્થ વૃત્તિકારઈ કહિઓ છઈ. તે અનુસરીનઈ લિખ્યો છÓ. I ૯-૨૩ /
વિવેચન- જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય પરિણામી છે. પરદ્રવ્યના સંયોગે તે ભાવે પરિણામ પામે છે. જેમ મનુષ્યપણે વર્તતો જીવ મૃત્યુ પામીને પશુ-પક્ષીભાવે થયો છતો તે ભાવે પરિણામ પામે છે તેથી તેમાં તો પરદ્રવ્યના સંયોગે ઉત્પાદ-વ્યય સંભવી શકે છે. પરંતુ ધર્માદિ શેષ ત્રણ દ્રવ્યો વ્યવહારનયથી તેવાં પરિણામી નથી. ગતિ-સ્થિતિ અને અવગાહનાના ભાવે પરિણામ પામેલાં જીવ-પુગલોનો ગમે તેટલો સંયોગ થાય તો પણ તે ત્રણ દ્રવ્યો તો બીજા કોઈ પણ ભાવે પરિણામ પામતાં નથી, પોતાના સ્વરૂપે જ રહે છે. જેવાં છે તેવાં જ રહે છે. અર્થાત્ વ્યવહારથી અપરિણામી છે. તેથી તેમાં ઉત્પાદાદિ કેમ ઘટે ? આવી શંકા થવી સંભવિત છે. તેનો આ ગાથામાં ઉત્તર આપે છે.