Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૫૪ ઢાળ-૯ : ગાથા-૨૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ धर्मास्तिकायादिकना उत्पाद, ते नियमई परप्रत्यय, स्वोपष्टम्भ गत्यादिपरिणत जीवपुद्गलादिनिमित्त ज भाखिओ. (जे) उभयजनित, ते एकजनित पणि होइ, ते माटिं तेहनई निजप्रत्यय पणि कहो. अंतर नयवाद = निश्चयव्यवहार जाणीनइं. ए अर्थ
ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યોમાં જે ઉત્પાદ (એટલે કે ઉત્પાદ-વ્યય) છે તે નક્કી પરદ્રવ્યના નિમિત્તે જ છે. કારણ કે પોતે તો વ્યવહારથી અપરિણામી દ્રવ્ય છે. જેમ ઘટ પટ નવા નવા સ્વરૂપે બને છે તથા જીવદ્રવ્યમાં ક્રોધ-માનાદિ વિકારો બને છે. તેમ આ ત્રણ દ્રવ્યો તેવાં પરિણામી નથી. તે માટે ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં જે ઉત્પાદ થાય છે. તે નક્કી પરદ્રવ્યના (ગત્યાદિભાવે પરિણત થયેલાં જીવપુદ્ગલદ્રવ્યના) નિમિત્તે જ થાય છે. એટલે કે સ્વ-સ્વયં પોત પોતાના જ ૩૫ર્દમ આલંબનથી, ગતિ આદિ ત્રણ પ્રકારના પર્યાયે પરિણામ પામેલાં એવાં જીવપુગલદ્રવ્યોના નિમિત્તે જ આ ત્રણ દ્રવ્યોનો ઉત્પાદ થાય છે. આમ શાસ્ત્રોમાં કહેલું છે. અહીં એક વાત એ ખાસ જાણવા જેવી છે કે જે ઉત્પાદ બે દ્રવ્યોથી બનેલો હોય છે. તે ઉત્પાદ બન્ને દ્રવ્યોમાં કોઈ પણ એક એકનો પણ અવશ્ય કહેવાય જ છે. જેમ કે પુત્રાદિ સંતાનો સ્ત્રી-પુરુષ એમ ઉભયજન્ય હોવાથી સ્ત્રીનાં પણ સંતાન કહેવાય છે અને તે જ સંતાન પુરુષનાં પણ કહેવાય છે. વ્યાકરણશાસ્ત્રોમાં પણ આવો નિયમ આવે છે કે “મથસ્થાનિધ્યનોચેતાવ્યપદેશમા” બેના સ્થાને બનેલો આદેશ હોવા છતાં પણ બેમાંના ગમે તે એક એકનો છે આવો વ્યપદેશ પણ થાય છે. જેમ કે સૂર્યો અહીં સૂર્ય+ઉદય શબ્દ છે. ત્યાં +૩ મળીને મો થાય છે. તે એ આદેશ કવરનો આદેશ પણ કહેવાય છે. અને વેરનો આદેશ પણ કહેવાય છે.
તે માટે ગત્યાદિભાવે પરિણત થયેલા જીવ-પુદ્ગલોના નિમિત્તે ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં જે ઉત્પાદ થયો, તેને નિજપ્રત્યય પણ (એટલે કે ધર્માદિ ત્રણ દ્રવ્યોનો પોતાનો જ આ ઉત્પાદ છે. આમ પણ) કહો. નયવાદના અંતરને (એટલે ભેદને-રહસ્યને જાણીને એટલે કે ક્યાં કયો નય પ્રધાન કરવો તે રીતને) જાણીને આ અર્થ કરો. ભાવાર્થ એમ છે કે ધર્માદિ ત્રણ દ્રવ્યો નિશ્ચયનયથી પરિણામી હોવા છતાં પણ જીવપુગલની જેમ વ્યવહારનયથી પરિણામી નથી અર્થાત્ અપરિણામી છે. આ વાત ચોક્કસ છે. કારણ કે વ્યવહારનયથી તો સ્થૂલ પરિણામથી જ પરિણામીપણું દેખાય છે અને કહેવાય છે જે આ ત્રણ દ્રવ્યમાં દેખાતું નથી. જ્યારે નિશ્ચયનયથી તો સહાય લેનારા દ્રવ્યો જેમ જેમ બદલાય છે તેમ તેમ સહાય આપનારા ત્રણ દ્રવ્યોનો સહાયકતારૂપ પરિણામ પણ અવશ્ય પ્રતિસમયે બદલાય જ છે. અને તો જ તે “સ” કહેવાય છે.