Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૫૨ ઢાળ-૯ : ગાથા-૨૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જેમ દિપ્રદેશમસ્કંધનો વિભાગ થતાં પરમાણુની પરમાણુપણે જે ઉત્પત્તિ થાય છે. તેને ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. તેમ ધર્મ-અધર્મ અને આકાશમાં પણ ઐકત્વિક ઉત્પાદ થાય છે. બે પદાર્થોનો જે સંયોગ થાય છે. તે સંયોગ બે જાતનો હોય છે. એક સંયોગ એવો હોય છે કે જેમાં દ્રવ્ય સ્કંધરૂપે બની જાય તેવો હોય છે. અને બીજો સંયોગ એવો હોય છે કે જે સ્કંધ ન બને પણ સંયોગરૂપે જ માત્ર રહે તેવો. જેમ કે મૃત્યિંડ, લોટનો બંધાયેલો પિંડ, ઇત્યાદિક કેટલાક પદાર્થોમાં સંયોગ પામીને પરસ્પર કણો બંધાઈ જાય છે. એટલે અંધ બની જાય છે. તથા રેતીના કણોનો સમૂહ અથવા રાઈના દાણાનો સમૂહ વિગેરે પદાર્થોનો જે સંયોગ છે કે સંયોજાવું = જે સંયોગ વડે સ્કંધ ન બને, માત્ર અમુક કાલ પુરતો સંયોગ જ રહે. આ બે પ્રકારના સંયોગમાંથી ધર્મ-અધર્મ અને આકાશની સાથે જીવ તથા પુદ્ગલનો જે સંયોગ થાય છે. તે સંયોગ સ્કંધ ન બને તેવો બે નંબરવાળો હોય છે. અર્થાત્ ગતિભાવે પરિણત થયેલાં જીવપુદ્ગલોનો ધર્માસ્તિકાય સાથે સંયોગ, સ્થિતિભાવે પરિણત થયેલા જીવ-પુદ્ગલોનો અધર્માસ્તિકાય સાથે સંયોગ, અને અવગાહક ભાવે પરિણત થયેલાં જીવ-પુદ્ગલોનો આકાશાસ્તિકાયની સાથે જે સંયોગ થાય છે તે સંયોગ, તેના પૂર્વકાલમાં હતો નહીં કારણ કે તે પૂર્વ સમયે જીવ-પુગલો તે તે ભાવે પરિણામ પામેલાં ન હતાં, તેથી તે ત્રણે દ્રવ્યોમાં તેવા પ્રકારના ગતિભાવે સ્થિતિભાવે અને અવગાહક ભાવે પરિણત થયેલા એવા જીવ-પુદ્ગલોનો સંયોગ પહેલાં ન હતો અને હવે થયો. આમ થવાથી આ ઉત્પાદ થયો છે. તેવા ભાવે પરિણત થયેલા જીવપુગલોની પૂર્વકાલમાં જે અસંયુક્તાવસ્થા હતી. તેનો વર્તમાન સમયે નાશ થયો છે. તેથી આ રીતે અસંયુક્તાવસ્થાનો નાશ થવા પૂર્વક, સ્કંધપણે પરિણામ ન પામે તેવી સંયુક્તાવસ્થાનો ઉત્પાદ થયો છે. ચૌદ રાજલોક પ્રમાણ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં અનેક જીવ-પુદ્ગલોનો સ્કંધ ન બને તેવા પ્રકારનો સંયોગ જે પૂર્વ પૂર્વ સમયોમાં ન હતો અને ઉત્તર ઉત્તર સમયોમાં તે થાય છે. તેથી તે “ઐકત્વિક” ઉત્પાદ તે દ્રવ્યોમાં પણ અવશ્ય છે જ.
તથા વળી ઋજુસૂત્રનયને માન્ય એવા જે ક્ષણ-ક્ષણના પર્યાયો છે. જેમ કે કોઈ એક જીવદ્રવ્ય પ્રથમસમયે જેવા જ્ઞાનાદિગુણભાવવાળો, રાગાદિદોષભાવવાળો, શરીરસંબંધી લંબાઈ પહોળાઈ આદિ અનેક ભાવવાળો છે. તેવો બીજા સમયે નથી. કારણકે ક્ષાયોપથમિકભાવે, ઔદયિકભાવે અને પરિણામિકભાવે પ્રતિસમયે અનેક ફેરફારો થાય છે. તેથી જે ભાવો પ્રથમ સમયે થયા, તે ભાવો બીજા સમયે નથી. અને જે ભાવો બીજા સમયે થયા તે ત્રીજા સમયે નથી. અને જે ભાવો ત્રીજા સમયે થયા તે ચોથા