Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૫૦ ઢાળ-૯ : ગાથા-૨૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કારણ નથી. ખંડપટના દર્શનમાં અખંડપટને અમે પ્રતિબંધક માનીશું. અને ખંડપટની ઉત્પત્તિ સ્વઅવયવસંયોગજન્ય જ કહીશું. તેથી વિભાગજન્ય ઉત્પત્તિ અમારે માનવાની રહેતી જ નથી. આવું નૈયાયિયકનું કહેવું છે.
* જૈન– “પ્રતિબંધકાભાવસહિત અવસ્થિતાવાયવસંયોગ” આટલું લાંબું લાંબુ ખંડપટોત્પત્તિમાં કારણ માનવું અને “વિભાગ” ને કારણ ન માનવું. તેમાં મહાગૌરવ છે. એટલે હઠાગ્રહ સિવાય બીજું કંઈ જ નથી. કારણ કે આમ કરવામાં લાઘવપ્રિય કહેવાના નૈયાયિકને તો શરીરકૃત મહાગૌરવ જ થાય છે. ૨૦ અક્ષરોના બનેલાને કારણ માનવું, પરંતુ “વિભાગ” આવા ૩ અક્ષરોના બનેલાને કારણ ન માનવું. અને લાઘવપ્રિયતાનો ઠેકો રાખવો આ બધુ મૂર્ખાઈ ભરેલું કામ છે. આમાં કદાગ્રહ વિના બીજુ કંઈ જ દેખાતું નથી. પોતે માનેલી ખોટી માન્યતાને કદાગ્રહથી પકડી રાખવા માટે અને પછી તેને યેન કેન પ્રકારે સિદ્ધ કરવા સારૂ ઘણી લાંબી લાંબી કલ્પનાઓ કરવી, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ ન સ્વીકારવી તે નરી મૂર્ખતા જ છે.
તે માટે આવો કદાગ્રહ ત્યજીને ઘટ પટ આદિ કેટલાંક કાર્યોની ઉત્પત્તિમાં સંયોગ કારણ છે. અને પરમાણુ, સિદ્ધ, ખંડપટોત્પત્તિ, કાચના ટુકડા વગેરે કેટલાંક કાર્યોની ઉત્પત્તિમાં વિભાગ કારણ છે. આમ ક્યાંક સંયોગથી અને ક્યાંક વિભાગથી દ્રવ્યનો ઉત્પાદ જાણવો. તિવાર = ત્યારે, અર્થાત્ જ્યારે બે પ્રકારનો ઉત્પાદ યુક્તિયુક્ત સિદ્ધ થયો છે. ત્યારે “પરમાણુનો પરમાણુ પણે જે ઉત્પાદ થાય છે તે પણ વિભાગજન્ય જ ઉત્પાદ છે.” આવો અર્થ આપોઆપ જ સાચો અર્થ છે. આમ સિદ્ધ થયું. આ જ ભાવને સૂચવનારી સમ્મતિતર્કમાં ગાથા આ પ્રમાણે કહી છે.
दव्वंतरसंजोगाहि, केई दवियस्स बिंति उप्पायं । उप्पायत्थाऽकुसला, विभागजायं ण इच्छंति ॥ ३-३८ ॥ अणु दुअणुएहिं दव्वे आरद्धे, “ति अणुअं" ति ववएसो । તરો » પુન વિમત્તો, “મનુ રિ નામો પૂ દો . ૩-૩૨ ૨-૨૨ .
જુદા-જુદા બે દ્રવ્યોના (અવયવોના) સંયોગથી જ દ્રવ્યનો (અવયવીનો) ઉત્પાદ થાય છે. આમ કેટલાક દર્શનકારો કહે છે. પરંતુ ઉત્પાદના સાચા અર્થને જાણવામાં અકુશલ એવા તેઓ વિભાગજાત ઉત્પાદને સમજતા નથી. પરંતુ જેમ એક પરમાણુ અને એક કયણુક, આ બન્નેનો સંયોગ થવાથી “ચણુક” થયો આમ વ્યપદેશ થાય છે તેવી જ રીતે એ ચણુકથી વિભક્ત થયેલો પરમાણુ હવે પરમાણુ બન્યો આમ પણ કહેવાય જ છે. (માટે વિભાગ જન્ય ઉત્પાદ પણ છે જ.) ૩-૩૮,૩૯ છે