________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૨૨
૪૪૯
દ્રવ્યમાં પ્રથમ આપરમાણ્વન્ત ભંગ થઈને તૃણાનુકુલ વર્ણાદિનો નાશ થયા બાદ દુગ્ધાનુકુળ વર્ણાદિનો ઉત્પાદ થાય છે. ત્યાર બાદ દુગ્ધાણુઓના સંયોગથી જ દૃયણુકાદિ બનવા વડે મહાદૂધની ઉત્પત્તિ થાય છે આમ માને છે તેથી વિભાગજન્ય ઉત્પાદ માનતા નથી. ફક્ત સંયોગજન્ય જ ઉત્પાદ માને છે તેઓને અખંડપટમાંથી કેટલાક તત્તુઓનો વિભાગ કરવાથી જે ખંડપટ બન્યું. તે કેમ ઘટશે ? કારણ કે ત્યાં સંયોગ કારણ છે જ નહીં. કેવળ વિભાગ જ કારણ છે. આવો દોષ તૈયાયિકોને આવશે. આમ કાચ તુટતાં ખંડ ખંડ કાચ જે બને છે તે પણ કેમ ઘટશે ? કારણ કે ત્યાં પણ સંયોગ નથી જ.
નૈયાયિક આ બાબતમાં પોતાના દર્શનશાસ્ત્રના આધારે નૈયાયિક આવો બચાવ કરે છે કે- ખંડપટ પણ પોતાના અવયવોના (તન્તુઓના) સંયોગથી જ બને છે પણ વિભાગથી બનતો નથી. જેમ અખંડપટ અવયવોના સંયોગથી બને છે તેમ ખંડપટ પણ અવયવોના સંયોગથી જ બને છે. (પણ વિભાગથી બનતું નથી) માત્ર જે અવયવોના સંયોગથી ખંડપટ બને છે. તેનાં એટલે કે ખંડપટનાં દર્શન કરાવવામાં ત્યાં અખંડપટની વિદ્યમાનતા એ પ્રતિબંધક છે. જેમ ઘટાત્યન્નાભાવ નિત્ય હોવાથી સર્વત્ર છે. પરંતુ જે ભૂતલ ઉપર ઘટ છે. ત્યાં ઘટનો અત્યન્નાભાવ નિત્ય હોવાથી વિધમાન હોવા છતાં પણ ત્યાં રહેલો એવો ઘટ તે અત્યન્તાભાવને દૃષ્ટિગોચર થવા દેતો નથી. કારણકે ન્યાયની રીતિએ ઘટકાલે ઘટાત્યન્નાભાવનો ભૂતલ સાથે સ્વરૂપસંબંધ રહેતો નથી. એટલે સરળ ભાષામાં સમજાય તે રીતિએ તે પ્રતિબંધક કહેવાય છે. પ્રતિબંધક એવો ઘટ જ્યારે જતો રહે છે. ત્યારે આપોઆપ ત્યાં વિદ્યમાન એવો ઘટનો અત્યન્નાભાવ દેખાવા લાગે છે. માત્ર ઘટકાલે પ્રતિબંધક એવો ઘટ વિદ્યમાન હોવાથી ભૂતલનો અને ઘટાત્યન્નાભાવનો સંબંધ ન રહેવાથી નિત્ય એવો પણ ઘટાત્યન્નાભાવ વિદ્યમાન હોવા છતાં પણ દૃષ્ટિગોચર થતો નથી. તેમ અહીં પણ તન્તુઓના સંયોગમાત્રથી જ બનેલા ખંડપટને દેખાડવામાં અખંડપટની હાજરી પ્રતિબંધક જાણવી. જ્યાં સુધી અખંડપટની વિદ્યમાનતા રૂપ પ્રતિબંધક હાજર હશે ત્યાં સુધી ખંડપટ દૃષ્ટિગોચર થશે નહીં. એક-બે-ચાર તત્તુઓ લઈ લેવાથી એટલે વિભાગ કરવાથી અખંડ પટનો (પ્રતિબંધકનો) નાશ જરૂર થાય છે. પરંતુ ખંડપટની ઉત્પત્તિ તેનાથી કંઈ થઈ જતી નથી. ખંડપટ તો પોતાના અવયવોના સંયોગથી જ બનેલો છે. તે હવે પ્રતિબંધકનો (અખંડપટનો) અભાવ થવાથી દેખાય છે. ખંડપટ ઉત્પન્ન થતો નથી, પરંતુ જે દેખાતો ન હતો તે હવે દેખાય છે. આ રીતે પ્રતિબંધકના અભાવ સહિત (અખંડ પટના અભાવ સહિત) પોતાના અવયવોનો જે અવસ્થિત સંયોગ છે. તે સંયોગ જ ખંડપટોત્પત્તિમાં કારણ છે. પરંતુ વિભાગ એ ઉત્પત્તિમાં