________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૨૧
૪૪૭
दव्वंतरसंजोगाहि, केई दवियस्स बिंति उप्पायं ।
उप्पायत्थाsकुसला, विभागजायं ण इच्छंति ॥ ३-३८ ॥ अणु दुअणुएहिं दव्वे, आद्धे "तिअणुअं" ति ववएसो । तत्तो अ पुण विभत्तो, "अणु" त्ति जाओ अणू होइ ॥ ३ - ३९॥ ૬-૨૨૫
વિવેચન– વિશ્વસા ઉત્પાદના બે ભેદમાંથી પ્રથમ ભેદ જે સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ છે તે સમજાવ્યો. હવે બીજો ભેદ જે ઐકત્વિક ઉત્પાદ છે. તે સમજાવે છે—
संयोगविना जे विश्रसा उत्पाद ते ऐकत्विक जाणवो. ते द्रव्य विभागइं सिद्ध कहतां उत्पन्न जाणवो. जिम द्विप्रदेशादिक स्कंध विभागइं अणुपणुं कहतां परमाणु द्रव्यनो उत्पाद तथा कर्मविभागइं सिद्धपर्यायनो उत्पाद.
જે ઉત્પાદમાં ‘સંયોગ' કારણ નથી પણ “વિભાગ” કારણ છે. તે ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. સંયોગ થયા વિના વિભાગ થવાથી જે વિશ્રસા ઉત્પાદ થાય છે. તે એકત્વિક ઉત્પાદ જાણવો. તે ઐકત્વિક ઉત્પાદ કોઈ પણ બે દ્રવ્યોના વિભાગથી સિદ્ધ થાય છે. જેમ કે જીવ અને કર્મ આમ બે દ્રવ્યોનો જે અનાદિકાળથી સંયોગ છે. તે બન્ને દ્રવ્યોનો વિભાગ થવાથી જે ઉત્પાદ થાય છે. તે ઐકત્વિક ઉત્પાદ થાય છે. આવો અર્થ કરવો.
પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં જે દ્વિપ્રદેશી-ત્રિપ્રદેશી-ચતુષ્પદેશી આદિ પ્રદેશોના પિંડરૂપ સ્કંધો છે. તે ધોનો વિભાગ થવાથી તેમાંથી એક એક પ્રદેશો છુટા પડી પડીને જે પરમાણુરૂપે બને છે તે સઘળો ઐકત્વિક વિશ્વસા ઉત્પાદ જાણવો. કારણ કે એક એક પ્રદેશ જે પૂર્વે સંધરૂપે અથવા સ્કંધના પ્રદેશસ્વરૂપે હતા પરંતુ પરમાણુ સ્વરૂપે ન હતા. અને વિભાગ થવાથી પરમાણુરૂપે બન્યા એટલે ઉત્પાદ થયો કહેવાય, સ્વયં થયા છે માટે વિશ્વસા કહેવાય, અને એકપણે (એકપરમાણુ સ્વરૂપે) બન્યા માટે ઐકત્વિક કહેવાય છે. આ રીતે વિભાગ થવાથી પ્રદેશોની પરમાણુપણે જે ઉત્પત્તિ થઈ તે ઐકત્વિક વિશ્વસા ઉત્પાદ જાણવો. આ પ્રદેશવિભાગ જન્ય ઉત્પાદ પુદ્ગલદ્રવ્યમાં જ બને છે. કારણ કે પ્રદેશોનો (અવયવોનો-અંશોનો) વિભાગ થવાપણું પુદ્ગલદ્રવ્યમાં જ છે. ધર્મ-અધર્મ-આકાશ અને જીવદ્રવ્ય આ ચારે દ્રવ્ય અખંડદ્રવ્ય છે. તેના પ્રદેશો ક્યારેય પણ છુટા પડયા નથી, પડતા નથી, અને પડશે પણ નહીં તેથી પ્રદેશ વિભાગજન્ય આ ઐકત્વિક ઉત્પાદ પુદ્ગલદ્રવ્યમાં જ સંભવે છે.