________________
૪૪૬
ઢાળ-૯ : ગાથા-૨૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
સચિત્ત વિશ્વસા ઉત્પાદ કહેવાય છે કારણ કે જીવકૃત આ રચના છે માટે સચિત્ત, અનાભોગપણે રચના છે માટે વિશ્વસા ઉત્પાદ કહેવાય છે તથા શરીરનાં વર્ણાદિની જે ઉત્પત્તિ છે. તે મિશ્ર વિશ્રસા ઉત્પાદ છે. ત્યાં જીવસંબંધી નામકર્મોદય અને શરીરસંબંધી પુદ્ગલનો પારિણામિકસ્વભાવ એમ ઉભય કારણ હોવાથી મિશ્ર ઉત્પાદ છે. આભોગપૂર્વક ન હોવાથી વિશ્વસા છે આ રીતે અચિત્ત-સચિત્ત અને મિશ્ર ઉત્પાદ જાણવો. દ્રવ્યાનુયોગ તર્કણામાં આ વિષય અસ્પષ્ટ જ રાખવામાં આવ્યો છે. આ રીતે સમુદાયનિત વિશ્વસા ઉત્પાદનો નિર્ધાર કરવો. એટલે કે નિશ્ચય પૂર્વક જાણવો. સારાંશ કે વાદળાં વિજળી વિગેરે અચિત્તસ્કંધોનો જે ઉત્પાદ તે અચિત્તનો અને શરીરની જે રચના તે ઉત્પાદ ચિત્તનો તથા શરીરના વર્ણાદિનો જે ઉત્પાદ તે સચિત્તથી (જીવથી) મિશ્ર એવો સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ છે. આમ સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ અચિત્ત, સચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે. ॥ ૧૫૩ ॥
સંયોગ વિના એકત્વનો, તે દ્રવ્યવિભાગઈ સિદ્ધ રે । જિમ ખંધવિભાગઈ અણુપણું, વળી કર્મવિભાગઈ સિદ્ધ રે ।।
જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૨૧ ||
ગાથાર્થ સંયોગ થયા વિના જે ઉત્પાદ થાય છે તે, તથા બે દ્રવ્યોનો વિભાગ થવાથી જે ઉત્પાદ થાય છે તે ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. જેમ કે પુદ્ગલસ્કંધોનો વિભાગ થવાથી જે ઉત્પાદ થાય છે તે, તથા કર્મોનો વિભાગ થવાથી જીવ જે સિદ્ધ થાય છે તે સઘળો ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. ॥ ૯-૨૧ ||
ટબો- સંયોગ વિના જે વિશ્રસાઉત્પાદ તે ઐકત્વિક જાણવો. તે દ્રવ્યવિભાગŪ સિદ્ધ કહતાં ઉત્પન્ન જાણવો. જિમ દ્વિપ્રદેશાદિક સ્કંધવિભાગઈં અણુપણું કહતાં પરમાણુ દ્રવ્યનો ઉત્પાદ. તથા કર્મવિભાગŪ સિદ્ધપર્યાયનો ઉત્પાદ.
“અવયવસંયોગઇં જ દ્રવ્યની ઉત્પત્તિ હોઈ, પણિ વિભાગŪ ન હોઈ' એહવું જે નૈયાયિકાદિક કહે છઈ, તેહનઈં એક તત્ત્વાવિ વિભાગઈં ખંડપટોત્પત્તિ કિમ ઘટઈં ? પ્રતિબંધકાભાવસહિત અવસ્થિતાવયવ સંયોગનઈં હેતુતા કલ્પતાં મહાગૌરવ હોઈ. તે માટિ કિહાંઈક સંયોગ, કિહાંઈક વિભાગ દ્રવ્યોત્પાદક માનવો. તિવારŪ વિભાગ જ પરમાણુત્પાદ પણ અર્થસિદ્ધ થયો. એ સમ્મતિમાંહિ સૂચિ છઇં. તદ્રુક્તમ્