________________
૪૪૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૨૧ | વિવેચન– પ્રયોગજન્ય ઉત્પાદ સમજાવીને હવે વિશ્વસા નામનો બીજ ઉત્પાદ સમજાવે છે. જે સ્વાભાવિકપણે જ વસ્તુ ઉત્પન્ન થાય, જેમાં કોઈ કર્તાનો પ્રયત્નવિશેષ ન હોય, સહજ રીતે જ થાય તે વિશ્રા ઉત્પાદ કહેવાય છે. જેમ કે આકાશમાં થતાં વાદળ, વિજળી, ઈન્દ્રધનુષ આદિ. તે સમજાવે છે.
जे सहजइ-यतन विना उत्पाद थाइ, ते विश्रसा उत्पाद कहिइं. ते एक समुदयजनित, बीजो ऐकत्विक. उक्तं च
"साहाविओ वि समुदयकओव्व एगत्तिओऽव्व होजाहि" ३-३३
समुदयजनित विश्रसाउत्पाद, ते अचेतनस्कंध अभ्रादिकनो, तथा सचित मिश्र શરીર વહિનો નિર્ધાર = નાખવો. મે -૨૦ ||
જે ઉત્પાદ સ્વાભાવિકપણે થાય, જે ઉત્પાદ યત્ન વિના થાય. તે વિશ્રસા ઉત્પાદ કહેવાય છે. તેના બે ભેદ છે. એક સમુદાયજનિત અને બીજો ઐકત્વિક. જે ઘણા ઘણા પુદ્ગલપ્રદેશોનો સ્વયં ઉત્પાદ થાય છે. તે સમુદાયજનિત વિશ્રાસા ઉત્પાદ કહેવાય છે. તથા બે પ્રદેશો, અથવા બે દ્રવ્યો સંયોગ પામેલાં હોય, તે વિભકત થવાથી છુટા પડે, એટલે કે એકલાપણે જે ઉત્પાદ થાય તે ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. અર્થાત્ સંયોગ ન હોય પણ વિભાગ હોય તે ઐકત્વિક ઉત્પાદ જાણવો. સમ્મતિતર્કમાં કહ્યું છે કે
साहाविओ वि समुदयकओ व्व एगत्तिओ व्व होजाहि । आगासाईआणं तिण्हं, परपच्चओ णियमा ॥ ३-३३ ॥
“સ્વાભાવિક ઉત્પાદ પણ સમુદાયકૃત તથા ઐકત્વિક આમ બે પ્રકારનો જાણવો.” આકાશાદિ ત્રણ દ્રવ્યોનો ઉત્પાદ નક્કી પરપ્રત્યયિક છે. (ત્રીજો કાંડ, ગાથા તેત્રીસ).
બે ચાર પાંચ પચીસ સંખ્યાત અસંખ્યાત અને અનંતપ્રદેશોનો સ્વયં સંયોગ થવાથી (પરસ્પર મળવાથી) જે ઉત્પાદ થાય છે. તે સમુદાયજનિત વિશ્રા ઉત્પાદ કહેવાય છે. જેમ કે વાદળ, વીજળી, ઈન્દ્રધનુષ અને પર્વતાદિ. પુદ્ગલોનો સ્વયં પિંડ થવાથી કોઈ પણ કર્તાના કોઈ પણ જાતના પ્રયત્ન વિના સહજપણે આ પદાર્થો થાય છે. તેથી સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ કહેવાય છે. આવો ઉત્પાદ બહુલતાએ અચિત્તસ્કંધોમાં હોય છે જેમ કે વાદળ આદિમાં. તથા શરીરની રચના જે થાય છે તે