Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૯ : ગાથા-૨૦
૪૪૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
વિવેચન– પ્રતિસમયે સર્વદ્રવ્યોમાં અનેકપ્રકારના ઉત્પાદ, અનેકપ્રકારના વ્યય અને અનેક પ્રકારનું વ્રૌવ્ય હોય છે. તે સમજાવ્યું. હવે આ ત્રણેના પ્રકારો સમજાવે છે.
हवइ उत्पादना भेद कहइ छइ
द्विविध = उत्पाद २ प्रकारइं छइं, एक प्रयोगज, बीजो वीससा कहतां स्वभावजनित. पहिलो उत्पाद ते व्यवहारनो छइ. ते माटइं अविशुद्ध कहिइं, ते निर्धार समुदयवादनो तथा यतनइं करी अवयवसंयोगई सिद्ध कहिइं. अत्र सम्मतिगाथा
- હવે પ્રથમ ઉત્પાદન ભેદો (પ્રકારો) જણાવે છે. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું. પ્રગટ થવું. આવિર્ભત થવું. ઉપાદાનમાં જે કાર્ય સત્તાગત રીતે રહેલું છે તેનું પ્રગટપણે નીપજવું તે ઉત્પાદ જાણવો. તેના ૨ પ્રકાર છે. એક પ્રયોગજ અને બીજો વિશ્રસા. પ્રયત્નથી જે થાય, લોકો જે ઉત્પાદને પ્રગટ કરવામાં પ્રયત્નવિશેષ કરે, લોકો વડે કરાતો પ્રયત્ન જેમાં દેખાય તે પ્રયોગજ ઉત્પાદ કહેવાય છે. જેમાં લોકોનો પ્રયત્નવિશેષ ન હોય, તે વિશ્વસા ઉત્પાદ કહેવાય છે. જેમ કે ઘટ-પટનો જે ઉત્પાદ છે તે કુંભકાર અને વણકરના પ્રયત્ન વિશેષથી થાય છે. તેથી પ્રયોગજ ઉત્પાદ કહેવાય છે. અને વાદળ-વીજળી ઈન્દ્રધનુષ આદિનો જે ઉત્પાદ થાય છે. તે સઘળો વિશ્રસા ઉત્પાદ છે.
પ્રથમ જે પ્રયોગ ઉત્પાદ છે. તે વ્યવહારનો વિષય છે. તે અનંત અનંત પ્રદેશોના બનેલા સ્કંધોમાં જ હોય છે. એટલે વ્યવહારી જીવો વડે ગમ્ય હોય છે. તથા અનેક અવયવોથી આ કાર્ય બન્યું છે. કોઈ એક ભાગમાત્રથી-કે એક અવયવમાત્રથી બન્યું નથી. એટલા માટે તે ઉત્પાદ વ્યવહારનો વિષય કહેવાય છે. તથા અનેક પ્રદેશજન્ય હોવાથી અશુદ્ધ કહેવાય છે. જેમ કે માટીના ઘણા પ્રદેશોથી ઘટ બનાવવામાં આવ્યો છે. એટલે આ ઘટ કોઈ એક જ પ્રદેશનો બન્યો છે. એમ કહી નહી શકાય. જ્યાં અનેક પ્રદેશો કારણ હોય છે. ત્યાં અમુક ચોક્કસ નિયત પ્રદેશોનું જ આ કાર્ય છે. નિયત પ્રદેશોનો જ આ ઘટ છે આમ કહેવાતું નથી. આ રીતે અનેક પ્રદેશોથી જન્ય છે તે માટે અશુદ્ધ ઉત્પાદ કહેવાય છે. આવા પ્રયોગજન્ય જે જે ઉત્પાદ થાય છે. તે સર્વે નક્કી (અર્થાત અવશ્ય) સમુદાયવાદનો જ હોય છે. એટલે કે અનંત અનંત પ્રદેશોમાં જ (તેના સમુદાયમાં જ) થાય છે. તથા કુંભકાર, વણકર આદિ તે તે કર્તાઓની યતના દ્વારા = પ્રયત્નવિશેષ દ્વારા જ પોતપોતાના અવયવોનો સંયોગ (અથવા (PI) ૬