________________
૪૪૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા૧૯ પાંચે દ્રવ્યોમાં જેટલા સ્વપર પર્યાયો છે. એટલે કે જીવપુદ્ગલોમાં વ્યવહારનયથી પરિણામી પણાને લીધે પ્રતિસમયે પરિવર્તન પામવા સ્વરૂપે સ્વદ્રવ્ય નિમિત્તક જેટલા પર્યાયો છે. તથા ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો વ્યવહારનયથી પરિણામી નથી. તે માટે આ ત્રણ દ્રવ્યોમાં પરદ્રવ્યનિમિત્તક જેટલા પર્યાયો છે. તેટલા જ તે પાંચે દ્રવ્યોમાં ઉત્પાદ-નાશ પ્રતિસમયે હોય છે. તે વતિ = તે કારણે ઘણા ઉત્પાદ અને ઘણા વ્યય સંભવી શકે છે. તથા ત્યાં જ ધ્રૌવ્ય સ્વરૂપ પણ તેટલાં જ (ઘણાં જ = અનંતાં જ) છે. એમ નિર્ધાર (નિશ્ચય) કરવો જોઈએ. કારણ કે જો પૂર્વાપર રૂપે થતા પર્યાયો અનંતા છે. તો તેમાં અન્વયસ્વરૂપે આધારાંશ બનવા પણે ધ્રૌવ્યતા પણ તેટલી જ માત્રાવાળી છે. આ બાબતમાં સમ્મતિતર્કમાં ગાથા આ પ્રમાણે છે
एगसमयम्मि एगदवियस्स, बहुआ वि होंति उप्पाया. ૩ણા સમા વિરામ, વિટ્ટ ૩ સાગો વિમા કે રૂ-૪ | -૨૮ |
“એક સમયમાં એકદ્રવ્યના બહુ જ (અનંતા) ઉત્પાદ થાય છે. અને જેટલા ઉત્પાદ થાય છે. તેની સમાન જ વિગમો (નાશ) પણ થાય છે. તથા સ્થિતિ પણ સામાન્યથી નક્કી તેટલી જ છે.”
અહીં એક વાત બહુ જ સૂક્ષ્મપણે જાણવા જેવી છે કે કોઈ પણ એક દ્રવ્યમાં વર્તમાન સમયના પર્યાયોનો તો ઉત્પાદ-વ્યય થાય છે. પરંતુ ભૂતકાળમાં વીતી ગયેલા અને ભાવિકાળમાં આવવાવાળા એવા સત્તાગત તિરોભાવે રહેલા પર્યાયોનો પણ કાળ આશ્રયી ઉત્પાદ-વ્યય વર્તમાન સમયમાં પણ ચાલુ જ હોય છે.” જેમ કે કોઈ એક મનુષ્ય મૃત્યુ પામીને દેવ થયો. તે સમયે વર્તમાન એવા મનુષ્યભવનો વ્યય અને દેવભવનો ઉત્પાદ તો થયો, તથા તેની સાથે દ્વિજ્ઞાનવત્વ, ઔદારિકશરીરિત્વ, કવલાહારિત્વ ઇત્યાદિ વર્તમાન પર્યાયોનો નાશ, અને ત્રિજ્ઞાનવત્ત્વ, વૈક્રિયશરીરિત્વ, લોમાહારિત્વ ઈિત્યાદિ દેવભવસંબંધી ઘણા પર્યાયોનો ઉત્પાદ પણ થયો જ. પરંતુ સાથે સાથે
અનાદિકાળથી આ જીવમાં જે જે પર્યાયો પસાર થઈ ચુક્યા છે. અતીત બન્યા છે. હાલ તિરોભાવે છે. તે સર્વે પણ પર્યાયોમાં જેટલો જેટલો કાળ ગયો છે. તેમાં ૧ સમયનો વધારો થયો. એટલે જેટલોકાળ થયો છે તેટલાકાળ પણે નાશ, અને એકસમય અધિક તેટલા કાળ પણે ઉત્પાદ વર્તમાન સમયમાં થાય છે. તેવી જ રીતે ભાવિમાં આવનારા સર્વે પણ પર્યાયોમાં જેટલો કાલ બાકી છે તેટલા કાળ પણે નાશ, અને ૧ સમય હનપણે ઉત્પાદ હાલ વર્તમાન સમયમાં જ થાય છે. જેમ કે ૧૦૮ મણકાની એક માળા ગણતાં ધારોકે ૫૦મો મણકો ગણાય છે. તે ગણીને ઉતાર્યો અને ૫૧ મો મણકો