Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૪૨
ઢાળ–૯ ગાથા-૨૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગણવા માટે શરૂ કર્યો, એટલે ગણાયેલા મણકામાં ૧ થી ૪૯ મણકાને પણ કંઇક નીચે ઉતરવું પડ્યું છે અને ગણાયેલા પણામાં ૧ની સંખ્યાના વધારા પણે બનવું પડયું છે. એ જ રીતે હવે ગણાવા માટે વારાફરતી આવનારા પર થી ૧૦૮ મણકાનો પણ કંઈક નિકટતમ થવા પણે ઉત્પાદ થયો. સંખ્યામાં ૧ ની હાનિરૂપે પણ ઉત્પાદ થયો. જેમ કે ૫૦ મો મણકો ગણાતો હતો. ત્યારે પર મો મણકો બીજો અને પ૩મો મણકો ત્રીજો હતો. જ્યારે ૫૦મો મણકો ગણાઈ ગયો અને ૫૧મો મણકો ગણવા લીધો ત્યારે બાવનમાં મણકાનો બીજા નંબર પણે વ્યય અને પહેલા નંબર પણ ઉત્પાદ થયો, તથા પ૩મા મણકાનો ત્રીજા નંબરપણે વ્યય અને બીજા નંબરપણે ઉત્પાદ થયો. આ રીતે એક એક દ્રવ્યના સત્તાગત ભૂત-ભાવિના વીતી ગયેલા અને આવવાવાળા તમામ પર્યાયોનો વર્તમાન એક સમયમાં પણ ઉત્પાદ-વ્યય ચાલુ જ હોય છે. તેથી બહુ ઉત્પાદ-વ્યયનું વિધાન ગાથામાં ગ્રંથકારશ્રીએ જે કર્યું છે. તે આમ અનેક રીતે સમજવાનું છે. ધ્રૌવ્યાંશ તેટલા તો છે જ. આમ ત્રિલક્ષણતા પાંચે દ્રવ્યોમાં જાણવી. આ રીતે બહુ જ વિસ્તારથી ત્રિલક્ષણતા સમજાવીને હવે ઉત્પાદ-વ્યયના અને ધ્રૌવ્યના પેટાભેદો સમજાવે છે. ત્યાં પ્રથમ ઉત્પાદના ભેદ કહે છે. જે ૧૫૧ | દ્વિવિધ પ્રયોગજ વીસસા, ઉત્પાદ પ્રથમ અવિશુદ્ધ રે | તે નિયમઈ સમુદયવાદનો, યતનાં સંયોગ જ સિદ્ધ રે !
જિનવાણી પ્રાણી સાંભળો // ૯-૧૯ || ગાથાર્થ– ઉત્પાદ બે પ્રકારનો છે. એક પ્રયોગજ, અને બીજો વિશ્રસા. તે બેમાં પહેલો ઉત્પાદ અશુદ્ધ કહેવાય છે. તે ઉત્પાદ નિયમા (નક્કી) સમુદાયમાં જ થાય છે. અને તે ઘણા પ્રયત્નો કરવાથી અવયવોના સંયોગ દ્વારા જ સિદ્ધ થાય છે. | ૯-૧૯ |
ટબો- હવઈ ઉત્પાદના ભેદ કહઈ છઈ. દ્વિવિધ = ઉત્પાદ ૨ પ્રકારઇ છ6. એક પ્રયોગજ. બીજો વીસમા, કહતાં સ્વભાવજનિત. પહિલો ઉત્પાદ તે વ્યવહારનો છે. તે માટઇ અવિશુદ્ધ કહિઇ. તે નિર્ધાર સમુદાયવાદનો તથા ચેતનઇ કરી અવયવસંયોગઇ સિદ્ધ કહિઈ. મંત્ર સમ્પતિ ગાથા
उप्पाओ दुविअप्पो, पओगजणिओ अ वीससा चेव, । તત્ય પોઝિળિો , સમુદ્રયવીમો મારિયો રૂ-રૂર છે ૨-૨ //