________________
૪૪૦ ઢાળ-૯ : ગાથા-૧૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જીવ પશુમાંથી મરીને સર્પ થયો તો દેહ જ માત્ર બદલાય છે આમ નહીં. પરંતુ પશુપણાના ભાવોમાંથી નાશ પામી, સર્પપણાના ભાવરૂપે પરિણામ પામ્યો છે. આમ પુદ્ગલમાં પણ સમજવું. કાદવમાં ભળેલો મોદક પણ કાદવરૂપ બની જાય છે. આ રીતે જીવ અને પુદ્ગલ સ્વતઃ પરિણામી છે.
પરંતુ આકાશ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ ત્રણ દ્રવ્યો જીવ-પુગલની જેમ વ્યવહારનયથી પરિણામી નથી. પરંતુ નિશ્ચયનયથી પરિણામ છે. અને વ્યવહારનયથી તે ત્રણે દ્રવ્યો અપરિણામી છે. કારણ કે કોઈ પણ આકાશમાં સુગંધી પદાર્થ હોય કે દુર્ગન્ધી પદાર્થ હોય, પશુ નિવાસ કરે કે મનુષ્યો નિવાસ કરે પરંતુ આકાશ તે ભાવે રંગાતુ નથી. જેમ સ્વચ્છ છે. તેમ સ્વચ્છ જ રહે છે. તેથી તે વ્યવહારથી પરિણામ પામવાવાળું નથી. માટે અપરિણામી છે. પરંતુ અવકાશ આપવારૂપે સહાયક છે. તેથી અવકાશ લેનારા દ્રવ્યો જેમ જેમ બદલાય છે. તેમ તેમ અવકાશ આપવામાં સહાયક થવારૂપે આકાશાસ્તિકાય દ્રવ્ય પણ બદલાય છે. આ રીતે નિશ્ચયનયથી આ દ્રવ્ય પણ પરને સહાય કરવાના ભાવે પરિણામ પામે છે. એટલે પરમત્યયિક પણે તે દ્રવ્ય પણ ઉત્પાદ-વ્યયવાળું જ છે. પરિણામી છે.
તથા ધર્મ-અધર્મ દ્રવ્ય પણ જીવ-પુદ્રલનની જેમ પર દ્રવ્ય સાથે ભળ્યા છતા પરભાવે પરિણામ પામતા નથી. માટે વ્યવહારનયથી પરિણામી નથી. પરંતુ ગતિ-સ્થિતિ કરનારા જીવ-પુગલો બદલાતે છતે ગતિસ્થિતિમાં સહાયક થવારૂપે તે બન્ને દ્રવ્ય પણ બદલાય જ છે. આ રીતે જીવ અને પુદ્ગલો વ્યવહાર નથી પરિણામી હોવાથી નિજપર્યાયથી ઉત્પાદ-વ્યયવાળાં છે. અને ધર્મ-અધર્મ-આકાશ આ ત્રણ દ્રવ્યો સહાય લેનારા જીવ-પુગલોના આધારે અર્થાત્ પરદ્રવ્યોના સંયોગથી ઉત્પાદ-વ્યયવાળાં બને છે. એક જ કાળ એટલે કે એક જ સમયમાં સહાય લેનારાં અનંત-જીવ અને અનંત પુદ્ગલદ્રવ્યોને સહાયક થવારૂપે ઘણા પણ ઉત્પાદ-વ્યય આ ત્રણ દ્રવ્યોમાં હોય છે. અલોકાકાશ એ જુદુ દ્રવ્ય ન હોવાથી લોકાકાશમાં અવગાહ લેનારા જીવ-પુગલોના લીધે થતા જે ઉત્પાદ-વ્યય છે તે કેવળ એકલા લોકાકાશના કે અલોકાકાશન ને કહેતાં સમસ્ત આકાશ દ્રવ્યના જ ગણાય છે. કારણ કે લોકાલોક એવો ભેદ વિવક્ષાકૃત છે. મૂલદ્રવ્ય એક આકાશ જ છે.
जेटला स्वपरपर्याय, तेटला उत्पत्ति-नाश होइ, ते वती, तिहां ध्रौव्य स्वरूप तेटला निरधार छइ. पूर्वापरपर्यायानुगताधारांश तावन्मात्र होइ. अत्र सम्मतिगाथा