________________
૪૩૮ ઢાળ-૯ : ગાથા-૧૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ રહેતું નથી. કારણ કે ગુણોને રહ્યાને ત્રણ સમયનો કાળ થઈ ચુક્યો છે. તેથી ત્રિસમયાવચ્છિન્ન અસ્તિત્વ આવે છે. સંસારમાં કોઈ માણસ અમદાવાદથી સુરત રહેવા આવ્યો હોય, ત્યારે પહેલા દિવસે “હું આજે આવ્યો” કહે છે. બીજા દિવસે મને આવ્યાને બે દિવસ થયા આમ કહે છે. ત્રીજા દિવસે મને આવ્યાને ત્રણ દિવસો થયા આમ કહે છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ કાળના સંબંધથી તે પુરુષનું સુરતમાં રહેવા માટે આવવાપણાનું અસ્તિત્વ બદલાય છે. વર્ષો જતાં તેનું રહેવાપણાનું અસ્તિત્વ ઘણું જુનું થઈ જાય છે. તેવી જ રીતે કાળના સંબંધથી સિદ્ધપરમાત્માના નિરાકાર ગુણોનું (તથા સાકાર કેવલજ્ઞાનાદિ ગુણોનું પણ) અસ્તિત્વ બદલાય છે. તેથી તે ગુણોમાં પણ કાલના સંબંધથી ત્રણલક્ષણ સંભવે છે. તે જ વાત સમજાવે છે કે
નિજ પ્રિતીયક્ષUડ્ડ-જેમ કે બીજા સમયમાં, આદ્યસમયના સંબંધવાળો ભાવ નાશ પામ્યો છે. એટલે કે આઘસમયરૂપે પરિણામ પામેલા ક્ષાયિક સમ્યકત્વાદિ જે ગુણાત્મક પર્યાયો છે. તે બીજા સમયમાં આદ્યસમયના સંબંધીપણે એટલે કે આદ્ય સમયાવચ્છિન્નપણે નાશ પામ્યા છે. તથા તે જ ગુણાત્મક પર્યાયો દ્વિતીયક્ષણના સંબંધપણે = જેને પ્રગટ થયાને બે સમયનો કાળ થયો છે તે રૂપે ઉત્પન્ન થયા છે. પરંતુ આદ્ય કે દ્વિતીય આવું વિશેષણ જો ન લગાડીએ અને ક્ષણસંબંધ માત્રથી જ વિચારીએ તો ધ્રૌવ્યરૂપે પણ છે જ. તે રીતે ક્ષાયિકગુણોમાં હાનિ-વૃદ્ધિ કે પ્રતિબિંબાકાર ન હોવા છતાં કાળના સંબંધથી ત્રણ લક્ષણો સંભવે છે. એક સમયાવચ્છિન્નગુણો, કિસમયાવચ્છિન્નગુણો, ત્રિસમયાવચ્છિન્નગુણો, ઈત્યાદિભાવે ગુણોનું પ્રતિસમયે પરિવર્તન (ઉત્પાદ-વ્યય) ચાલુ જ છે. અને ધ્રૌવ્ય તો સ્પષ્ટ પણે સમજાય જ છે. આમ ત્રણ લક્ષણો જાણવાં.
नहीं तो ते वस्तु अभाव थइ जाइ. उत्पाद, व्यय, धौव्य योग ज भावलक्षण छइ. ते रहित शशविषाणादिक ते अभावरूप छइं. ॥ ९-१७ ॥
આ રીતે કોઈ પણ પદાર્થમાં કે કોઈ પણ ગુણોમાં જો ત્રણલક્ષણ ન સ્વીકારીએ તો તે વસ્તુ અભાવાત્મક (શૂન્યાત્મક) જ થઈ જાય, કારણ કે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યના યોગે જ વસ્તુમાં સત્યg-ભાવપણુ આવે છે. આ ત્રણલક્ષણોનો યોગ જ ભાવનું (વસ્તુનું) લક્ષણ છે. ભાવાત્મક વસ્તુનું આ જ લક્ષણ છે કે જે ત્રણ લક્ષણનું હોવું.
જો તે ત્રણલક્ષણોથી રહિત વિચારીએ તો જેમ સસલાનાં શૃંગ નથી, આકાશપુષ્પ નથી, વંધ્યાપુત્ર નથી, તેમ તે વસ્તુપણ અભાવરૂપ (અભાવાત્મક) બની જાય. માટે સર્વે વસ્તુઓમાં આ ત્રણ લક્ષણો છે જ. આ ત્રણ લક્ષણો એ જ સંત વસ્તુનું સાચું સ્વરૂપ છે. || ૧૫૦ ||