Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૩૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા–૧૮ ઈમ જે પર્યાયઈ પરિણમઈ, ક્ષણસંબંધઈ પણિ ભાવ રે ! તેથી તિલક્ષણ સંભવઈ, નહીં તો તે થાઈ અભાવ રે !
જિનવાણી પ્રાણી સાંભળો ૯-૧૭ || ગાથાર્થ– આ પ્રમાણે જે જે પર્યાયો સમય સમયના સંબંધથી પરિણામ પામે છે. તે પર્યાયો ભાવાત્મક છે તેથી તે ગુણાત્મકપર્યાયોમાં પણ ત્રણે લક્ષણો સંભવે છે. જો ત્રણ લક્ષણ ન હોય તો તે ભાવો શશશૃંગાદિની જેમ અભાવાત્મક થાય. / ૯૧૭ ||
ટબો- ઈમ જે ભાવ ક્ષણસંબંધઈ પણિ પર્યાયથી પરિણમઈ, તેથી ૩ લક્ષણ સંભવઈ. જિમ– દ્વિતીયક્ષણઈં ભાવ-આધક્ષણઈ સંબંધ-પરિણામઈં નાશ પામ્યો, દ્વિતીયક્ષણ સંબંધ પરિણામઈ ઉપનો, ક્ષણસંબંધમાત્રઈ ધ્રુવ છઈ, તે કાલસંબંધથી ઐલક્ષણ્ય સંભવઈ. નહી તો તે વસ્તુ અભાવ થઈ જાઈ. ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યોગ જ ભાવલક્ષણ છે. તે રહિત શશવિષાણાદિક તે-અભાવરૂપ છ. I ૯-૧૭ II
વિવેચન- કેવલજ્ઞાન અને કેવલદર્શનની જેમ જે ભાવો પ્રતિબિંબવાળા નથી. અર્થાત્ નિરાકાર છે. તથા જેમાં ક્ષયોપશમભાવ ન હોવાથી હાનિ-વૃદ્ધિ થતી નથી. તેવા અત્યન્ત સ્થિર અને સર્વસમયોમાં સમાન દેખાતા સમ્યકત્વગુણ વિર્યગુણ ચારિત્રગુણ આદિ ગુણોમાં પણ ત્રિપદી (ત્રણ લક્ષણો) હોય છે. તે સમજાવે છે.
इम-जे भाव क्षणसंबंधईं पणि पर्यायथी परिणमइं. तेथी ३ लक्षण संभवइं. जिम-द्वितीयक्षणई भाव, आद्य क्षणइं संबंध-परिणामइं नाश पाम्यो, द्वितीयक्षणसंबंधपरिणामई उपनो. क्षणसंबंधमात्रइं ध्रुव छइं. ते कालसंबंधथी त्रैलक्षण्य संभवइं.
આ પ્રમાણે જે જે ભાવો (ગુણાત્મક પર્યાયો-ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયિકચારિત્ર, અનંતવીર્ય, આદિ જે જે ભાવો) ક્ષણના સંબંધથી પણ (સમય સમયના સંબંધથી પણ) પર્યાયસ્વરૂપે પરિણામ પામે છે. તેથી તેમાં પણ અવશ્ય ૩ લક્ષણો સંભવે છે.
ભાવાર્થ આ પ્રમાણે છે– સિદ્ધત્વાવસ્થાની પ્રાપ્તિની પ્રથમસમયે જે સાયિકસમ્યકત્વાદિ (અનંતવીર્ય વિગેરે) ગુણો છે. તે ગુણોનું તે સમયે અસ્તિત્વ પ્રથમસમયાવચ્છિન્ન (પ્રથમસમય સંબંધી) છે. તેવા પ્રકારનું પ્રથમસમયાવચ્છિન્ન અસ્તિત્વ બીજા સમયે તે ગુણોનું રહેતું નથી. કારણ કે તે ગુણોને સિદ્ધ આત્મામાં રહ્યાને ૨ સમય થઈ ચુક્યા છે. તેથી કિસમયાવચ્છિન્ન અસ્તિત્વ આવે છે. ત્રીજા સમયે પ્રથમસમયાવચ્છિન્ન અને ક્રિસમયાવચ્છિન્ન આમ બન્ને પ્રકારનું તે ગુણોનું અસ્તિત્વ