Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૩૬ ઢાળ-૯ : ગાથા-૧૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પરમાત્મા પણ બીજા સમયે કેવલજ્ઞાનદર્શનથી તે જીવના પશુપણાના પર્યાયને બે ભવ પૂર્વેના અતીતપણે, પુરુષપણાના પર્યાયને ૧ ભાવ પૂર્વેના અતીતપણે અને દેવભવના પર્યાયને વર્તમાન પણે જુએ અને જાણે છે. જે આ પર્યાયો પ્રથમસમયે આ રીતે નોતા જણાતા અને નોતા દેખાતા, કારણ કે કેવલજ્ઞાન-દર્શન અપૂર્ણ ન હતું. પરંતુ શેયપદાર્થ તેવો ન હતો. શેય જેવું હોય તેવું દેખે, વર્તમાન સમયે તે જીવ પુરુષ છે અને દેવ બનવાનો છે. તેથી ભગવાન પણ તે જીવને તે રીતે જુએ છે. “પુરુષ છે. અને દેવ બનશે.” આમ જુએ છે. બીજા સમયે તે પુરુષ નથી અને દેવ બન્યો છે. એટલે “પુરુષ હતો અને દેવ છે” આમ જુએ – જાણે છે.
આ રીતે પ્રતિસમયે કેવલજ્ઞાન કેવલદર્શન શેયના આકારે પરિવર્તન પામે છે. આપણે સીનેમા જોતી વખતે ખુરશી ઉપર બેઠા છતા અત્યન્ત રસિક વસ્તુને જોવામાં શરીરથી અત્યન્ત સ્થિર છીએ પરંતુ સામે સીનેમાની પટ્ટીમાં દેખાડાતાં ચિત્રો જેમ જેમ બદલાતાં જાય છે તેમ તેમ તેને જોવા જાણવા રૂપે દેખનારો જીવ પણ ઉપયોગથી બદલાતો જ હોય છે. તેમ સિદ્ધ પરમાત્મામાં પણ સમજવું. તફાવત માત્ર એટલો જ છે કે સીનેમા જોનારાને રાગાદિ થાય છે. પરંતુ પ્રભુને રાગાદિ વિકારો થતા નથી. છતાં શેયાકારે જ્ઞાન દર્શન તો સિદ્ધમાં પણ પરિણામ પામે જ છે. આ રીતે સૂક્ષ્મ ઋજુસૂત્રનયથી સિદ્ધપરમાત્માને પણ ઉત્પાદ-વ્યય ઘટે જ છે અને ધ્રૌવ્ય તો સ્પષ્ટ છે જ, તેથી ત્રણ લક્ષણ ત્યાં પણ પ્રતિસમયે હોય જ છે. આવી ભાવના ભાવવી.
इम ज्ञेय-दृश्याकारसंबंधई केवलनइं त्रैलक्षण्य कहिउं. हवइ निराकार जे सम्यक्त्व वीर्यादिक भाव, तेहनइं, तथा सिद्धादिक शुद्धद्रव्यनइं कालसंबंधथी त्रैलक्षण्य देखाडइ છઠ્ઠ. || -૬ !
આ પ્રમાણે શેય અને દશ્ય પદાર્થોના આકારના સંબંધથી સાકાર-નિરાકાર ઉપયોગપણે કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં સિદ્ધાવસ્થામાં પણ ત્રણ લક્ષણ પ્રતિસમયે હોય છે. તે સમજાવ્યું. વ = હવે આવા પ્રકારના શેય કે દેશ્ય વસ્તુઓના આકારો જેમાં પ્રતિબિંબિત થતા નથી, એટલે કે જે ગુણો નિરાકાર છે એવા સમ્યકત્વ, અનંતવીર્ય, અનંતચારિત્ર ઈત્યાદિ ક્ષાયિકભાવના જે ગુણો છે. તેહને વિષે, તથા સિદ્ધાત્મા આદિ મૂલભૂત શુદ્ધદ્રવ્યને વિષે કાળના સંબંધથી ત્રણ લક્ષણ અવશ્ય સંભવે છે તે હવે પછીની ૧૭મી ગાથામાં દેખાડે છે. તે ૧૪૯ છે.