________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૧૭
૪૩૫ પ્રથમક્ષણે જે વર્તમાનપણે જોવા-જાણવાનો પર્યાય છે. તે જ પર્યાય દ્વિતીયાદિક્ષણોમાં વર્તમાનાકારપણે નાશ પામે છે અને અતીતાકારપણે ઉત્પન્ન થાય છે. છતાં આકારીભાવે એટલે કે આકાર જેમાં પ્રતિબિંબિંત થાય છે તેવા કેવલજ્ઞાન અને કેવલદર્શનપણે અથવા (જ્ઞાન-દર્શનની ભેદવિવેક્ષા ન કરીએ તો) કેવલમાત્ર પણે સદા ધ્રુવ રહે છે. તથા આ જ રીતે “પ્રથમ”િમાં લખેલા આદિ શબ્દથી દ્વિતીય સમયે જે જોવા જાણવાનો પર્યાય વર્તે છે. તે પર્યાય, તે સમયમાં વર્તમાનાકારે છે. તે જ પર્યાય ત્રીજા સમયમાં વર્તમાનાકારપણે નાશ પામશે અને અતીતાકારપણે ઉત્પન થશે, એવી જ રીતે ત્રીજાસમયે જે જુએ-જાણે છે તે ત્રીજા સમયમાં વર્તમાન છે. પરંતુ ચોથા સમયે તે વર્તમાનપણે નાશ પામશે અને અતીતપણે ઉત્પન થશે. ધ્રુવપણું તો સ્પષ્ટ છે જ. આમ સિદ્ધ પરમાત્મામાં પણ કેવલજ્ઞાન કેવલદર્શનમાં પ્રતિસમયે ઉત્પાદાદિ ત્રણ લક્ષણો થાય જ છે.
પ્રશ્ન- કેવલજ્ઞાન-દર્શનથી સર્વે દ્રવ્યોના ત્રિકાલવર્તી સર્વે પર્યાયો પ્રથમ સમયે જ દેખાઈ જાય છે. કંઈ પણ જોવા-જાણવાનું બાકી જ રહેતું નથી. તો બીજા સમયે, ત્રીજા સમયે, તેઓ શું જુએ ? શું જાણે ? જો પ્રથમસમયે કંઈક બાકી હોય અને તેને દ્વિતીયાદિ સમયોમાં જુએ-જાણે તો કેવલજ્ઞાન-દર્શન પરિપૂર્ણ કહેવાય નહીં. શાસ્ત્રોમાં તો કેવલજ્ઞાન અને કેવલદર્શન પરિપૂર્ણ કહેલ હોવાથી, પ્રથમ સમયે જ બધું જોઈ જાણી લીધુ હોવાથી, હવે શું જુએ અને શું જાણે ?
ઉત્તર– જે સમયે કેવલજ્ઞાન કેવલદર્શન પ્રગટ થાય છે. તે સમયે જ સર્વે દ્રવ્યોના ત્રિકલવર્તી સર્વપર્યાયોને પરમાત્મા જાણી લે છે. અને દેખી લે છે. કંઈ જ જોવા-જાણવાનું બાકી હોતું નથી. પરંતુ પ્રથમ સમયે જે દ્રવ્યોના જે પર્યાયો વર્તમાનપણે આવિર્ભત છે. તેને તે સમયે આવિર્ભતપણે દેખે છે. અને જે અતીતપર્યાયો છે. તે અતીત હોવાથી તેને અતીતપણે જાણે દેખે છે. તથા જે ભાવિપર્યાયો છે. તે ભાવિમાં બનવાના હોવાથી ભાવિરૂપે જાણે છે અને દેખે છે. જેમ કે એક મનુષ્ય છે કે જે મનુષ્ય પાછળલા ભવમાં પશુ હતો, અને આવતા ભવમાં દેવ થવાનો છે. તેથી તેના ત્રણે પર્યાયોને પરમાત્મા જાણે દેખે છે પણ પશુપણું અતીતપણે, મનુષ્યપણું વર્તમાનપણે, અને દેવપણું ભાવિપણે જાણે-દેખે છે. પરંતુ જ્યારે બીજો સમય શરૂ થયો ત્યારે ધારો કે તે પુરુષ મરીને દેવ થયો છે ત્યારે દ્વિતીયસમયે પશુપણાનો પર્યાય બે ભવ પૂર્વેના અતીતપણે બન્યો, મનુષ્યપર્યાય જે વર્તમાન હતો તે ૧ ભાવ પૂર્વેનો અતીત બન્યો, અને દેવપર્યાય જે ભાવિ હતો તે વર્તમાન બન્યો. આમ જગત બદલાયું. એટલે કેવલી