________________
૪૨૦
ઢાળ—૯ : ગાથા-૧૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
સમયે નશ્યમાન છે = નાશ પામી રહ્યો છે. નાશની ઉત્પત્તિ થઈ રહી છે. તે સમયને વિષે) “અર્થ ઘટો નષ્ટ:' (અર્થ ઘટો નઽત્તિ) આ ઘટ નાશ પામ્યો છે. આ ઘટ નાશ પામશે આવા પ્રયોગો થશે નહીં એટલે કે નશ્યમાન સમયમાં અત્યં ઘટ: નતિ - આ એક જ પ્રયોગ થશે. પરંતુ ભૂત-ભાવિના પ્રયોગ થશે નહીં. કારણ કે તે વર્તમાન એવા નશ્યમાન સમયમાં નાશની ઉત્પત્તિ જ થઈ રહી છે. એટલે તે નાશની ઉત્પત્તિની વર્તમાનતા છે. પરંતુ અતીતતા અને અનાગતતા નથી. તેથી હે વ્યવહારવાદી ? તે નશ્યમાન સમયમાં પટો નતિ આવો એક જ વ્યવહાર થશે. પરંતુ નષ્ટ અને નકતિ આવા અતીત અને અનાગતના વ્યવહાર થશે નહીં. આ રીતે સર્વ સમયોમાં નશ્યમાનતા જ દેખાશે. આમ હે વ્યવહારવાદી ! જો તું સર્વ સમયોમાં “નાશ જ માત્ર” હોય છે. આવા પ્રકારના નાશના વ્યવવારનું જ કેવળ એકલું સમર્થન કરે છે. તો,
तो व्यवहारइं- उत्पत्तिक्षणसंबंधमात्र कहो. तिहां प्रागभाव ध्वंसना कालत्रयथीकालत्रयनो अन्वय समर्थन करो.
હૈ વ્યવહારવાદી ! જે સમયમાં પદાર્થની નશ્યમાનતા છે. નાશ થઈ રહ્યો છે. તે જ સમયમાં નષ્ટતા અને નક્ષમાણતા પણ કંઈક અંશે અવશ્ય રહેલી જ છે. કારણ કે જ્યારે નશ્યમાનતા છે (એટલે કે નાશ થાય છે) ત્યારે જો નાશનો વ્યવહાર સ્વીકારો છો તો તે જ નીતિ-રીતિને અનુસારે તે ક્ષણના સંબંધમાત્રથી તો નાશની ઉત્પત્તિ પણ સ્વીકારી લેવી જોઈએ. એટલે કે જે સમયમાં નાશ થાય છે તે સમયમાં તે નાશની ઉત્પત્તિ કંઈક થઈ ગઈ છે. આમ પણ તમે સ્વીકારો. કારણકે અત્યાર સુધી વસ્તુનો નાશ થયો ન હતો, વસ્તુ પોતે હયાત હતી, તેથી નાશનો પ્રાગભાવ હતો. પરંતુ જે સમયે વસ્તુનો નાશ થયો. તે સમયે નાશનો પ્રાગભાવ ચાલ્યો ગયો. તેથી નાશના પ્રાગભાવનો ધ્વંસ થવાથી નાશ ઉત્પન્ન થઈ ચુક્યો કહેવાશે. હવે જો નાશની ઉત્પત્તિ તે સમયમાં થઈ ચુકી છે નાશના પ્રાગભાગનો ધ્વંસ થયો જ છે. તો તે “ન” “નષ્ટ” જ થયું. આ રીતે નશ્યમાનને નષ્ટાદિ કહેવામાં તમને શું દોષ દેખાય છે ? નશ્યમાન સમયમાંજ, નાશના પ્રાગભાવના ધ્વંસને લીધે નાશની ઉત્પત્તિ થઈ જવાથી નતિનષ્ટ-અને નંક્ષ્યમાણ આમ ત્રણે કાળ (જોડવા) થી ત્રણે કાળનું સમર્થન કરોને ? તેમાં કંઈ દોષ નથી. કારણ કે તે વિવક્ષિત એક સમયમાં જ જેટલી જેટલી નાશની ઉત્પત્તિ થઈ છે તે નષ્ટતા છે. જેટલી જેટલી નાશની ઉત્પત્તિ થાય છે તે નશ્યતિ છે. અને નાશની ઉત્પત્તિ ચાલુ હોવાથી જેટલે અંશે તે થવાની છે. તે નૃશ્યમાણતા છે. આમ નાશના સમર્થનની સાથે જ “નાશની ઉત્પત્તિની સમર્થતા” એટલે નષ્ટતાદિનું હોવું પણ