________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૧૨
૪૧૯ તથા નિશ્ચયનય પ્રત્યેકસમયમાં પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયની ઉત્પત્તિ સાથે જ થાય છે. આમ માને છે. જ્યારે વ્યવહારનય સ્થૂલદષ્ટિવાળો હોવાથી ક્રિયાકાળના સર્વસમયોમાં કાર્યની અનુત્પત્તિ જ રહે છે. આમ માને છે. એટલે કે કાર્યની ઉત્પત્તિ સર્વ સમયમાં થતી નથી કારણકે તેને કાર્યની ઉત્પત્તિ નિષ્ઠાકાળે જ દેખાય છે. જેમ કે મૃત્યિંડમાંથી ઘટ બનાવતાં ૪ કલાક થાય છે. તો ત્યાં સર્વ સમયોમાં મૃર્લિંડનો નાશ છે પરંતુ ઘટની ઉત્પત્તિ તો ચાર કલાકના ચરમસમયમાં જ થાય છે. આમ માને છે.
આવા પ્રકારની જુદી માન્યતા ધરાવનારા વ્યવહારનયને નિશ્ચયનય આ બારમી ગાથામાં સમજાવે છે કે
जो उत्पत्तिधारारूप नाशनइं विषई भूतादिकप्रत्यय न कहिइं, अनइं नश् धातुनो अर्थ "नाश नई उत्पत्ति" ए २ लेइ "तदुत्पत्तिकालत्रयनो अन्वय संभवतो कहिइं. इम कहतां नश्यत्समयइं "नष्टः" ए प्रयोग न होइ, जे माटिं ते कालई नाशोत्पत्तिनुं अतीतत्त्व नथी. इम समर्थन नाशव्यवहारनुं जो करो छो.
પ્રત્યેક સમયોમાં પૂર્વ પૂર્વ કાલમાં ઉત્પન્ન થયેલા પર્યાયોનો નાશ થાય છે. દાખલા તરીકે પૂર્વે ઉત્પન્ન થયેલા મૃર્લિંડનો ઘટ બનાવતી વેળાએ નાશ થાય છે. મનુષ્ય મરીને દેવ થાય છે. ત્યાં પૂર્વકાલમાં જે મનુષ્યપર્યાય ઉત્પન્ન થયેલો છે. તેનો મૃત્યકાલે નાશ થાય છે. આમ પ્રત્યેકસમયોમાં પૂર્વે ઉત્પન્ન થયેલા પર્યાયનો નાશ થાય છે. આ રીતે “નાશની ઉત્પત્તિ” સર્વ સમયોમાં થતી હોવાથી આ નાશની ઉત્પત્તિધારા કહેવાય છે. ઉત્પત્તિધારા રૂપે થતા નાશને વિષે એટલે કે પ્રત્યેક સમયોમાં છે ઉત્પત્તિ જેની એવા નાશને વિષે તે તે વર્તમાન સમયમાં જો ભૂતાદિકનો (ભૂત-ભાવિનો) પ્રત્યય (બોધ) ન કહીએ, અર્થાત્ એક વર્તમાન કાળમાં ત્રણે કાળનો અન્વય ન કરીએ અને નાશ પામતાને (નશ્યમાનને) નષ્ટ અને સંસ્થતિ જો ન માનીએ અને તેથી ન ધાતુનો અર્થ માત્ર “નાશ થવો” અને નાશની ઉત્પત્તિ થવી આમ જ અર્થ કરીને તે વર્તમાન સમયમાં “નાશ અને નાશથી જે માત્ર ઉત્પત્તિ” આમ આ જ બે અર્થ ન ધાતુના લઈને નશ્યમાનતા જ માત્ર વર્તમાનમાં માનીને ભૂતકાલીન સમયમાં નત, અને ભાવિના સમયમાં જ નહી માતા માનીએ અને આમ વિભક્તપણે તદુત્તત્નિત્રયનો = તે નાશની ઉત્પત્તિનો ભિન્ન ભિન્ન ત્રણ કાળની સાથે જ અન્વય સંભવે છે. આમ હે વ્યવહારવાદી જો તું કહે છે. તો નથ૯મથરું = નશ્યમાન સમયને વિષે (ઘટ જે