________________
૪૩૦
ઢાળ-૯ : ગાથા-૧૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભ્રમમાત્ર જ છે. કારણ કે જ્યાં સુધી કંકણનો નાશ ચાલુ હતો ત્યાં સુધી જો પ્રતિસમયે આગળ આગળ અંશે અંશે તેટલી તેટલી કંડલની ઉત્પત્તિ ન માનીએ તો કુંડલ અનુત્પન્ન જ રહે. જુનું કંકણ જતુ રહે, અને નવું કુંડલ થાય જ નહી, જો આમ હોય તો દ્રવ્ય જ અસત્ બની જાય. તે માટે તેટલી તેટલી કુંડલની ઉત્પત્તિ પણ થાય જ છે. પ્રતિસમયે કંઈક કંઈક અંશે કુંડલની ઉત્પત્તિ થઈ રહી છે. તો જ ચરમ સમયે સંપૂર્ણ કુંડલ બને છે.
इम-परिणामथी सर्व द्रव्यनइं त्रिलक्षणयोग समर्थिओ. एणइं ज अभिप्रायइं सम्मतिग्रंथमांहिं ए भाव भाखिउं जे- "जे संघयणादिक भवभावथी सीझंतां मोक्षसमयइं केवलज्ञान जाइं-भवस्थकेवलज्ञान पर्यायई नाश थाइं, ए अर्थ."
ते सिद्धपणइं-सिद्धकेवलज्ञानपणइं उपजइ. तेह ज केवलज्ञान भाव छइ-ध्रुव छइ. ए मोक्षगमनसमयई जे व्यय उत्पत्ति हुआ. तत्परिणतसिद्धद्रव्यानुगमथी शिवमांमोक्षमांहिं ३ लक्षण होइ. गाथे
આ રીતે પ્રતિસમયે દ્રવ્યોનો પરિવર્તન પામવાનો પારિણામિક સ્વભાવ હોવાથી સર્વે પણ દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આમ ત્રણ લક્ષણોનો સંભવ છે જ. આ વાત અમે સમજાવી. સિદ્ધ કરી. હું = આ જ અભિપ્રાયથી સમ્મતિપ્રકરણ નામના મહા ગ્રંથમાં પણ આવો ભાવ કહ્યો છે. જ્યારે આત્મા દેહત્યાગ કરીને સંઘયણ-સંસ્થાન-અંગોપાંગ વિગેરે સાંસારિક ભાવોમાંથી નીકળીને સિદ્ધ થાય છે. ત્યારે એટલે કે મુક્તિપદ પ્રાપ્ત કરે છે. ત્યારે કેવલજ્ઞાન ચાલ્યું જાય છે.” તેનો અર્થ એવો છે કે ભવસ્થ કેવલજ્ઞાન પર્યાય તે વખતે નાશ પામે છે.
તથા સિદ્ધપણે એટલે સિદ્ધ અવસ્થાસંબંધી અશરીરિભાવવાળું કેવલજ્ઞાન ઉત્પન થાય છે. અને સામાન્ય કેવલજ્ઞાનપણું તો છે જ, ધ્રુવ જ છે. સારાંશ કે સંસારના સંબંધવાળા કેવલજ્ઞાનનો નાશ, સિદ્ધના સંબંધવાળા કેવળજ્ઞાનનો ઉત્પાદ, અને કેવળજ્ઞાનમાત્ર પણે ધ્રૌવ્ય, આમ મોક્ષગમનના પ્રથમ સમયે આ ઉત્પત્તિ અને વ્યય થયાં, (ધ્રૌવ્ય તો પ્રસિદ્ધ છે જ). તથા તે તે ભાવે પરિણામ પામેલા એવા સિદ્ધદ્રવ્યના અનુગમથી (અન્વયથી) શિવમાં પણ એટલે કે મુક્તાવસ્થામાં પણ પ્રતિસમયે ૩ લક્ષણ હોય છે. મુક્તિગમન સમયે પણ ૩ લક્ષણ છે અને પ્રાપ્તમુક્તાવસ્થામાં પણ પર્યાયના પરિણમનથી પ્રત્યેક સમયમાં ૩ લક્ષણ છે જ. આ ભાવને સમજાવનારી સમ્મતિપ્રકરણની બે ગાથા આ પ્રમાણે છે– (ાથે શબ્દ દ્વિવચનમાં છે)