Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૩૨ ઢાળ-૯ : ગાથા-૧૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કારણ કે આયુષ્યક્ષય, દેહત્યાગ, સર્વકર્મરહિત અવસ્થા, નિર્વાણપ્રાપ્તિ વિગેરે ભાવો લોકગમ્ય છે. સ્થૂલદૃષ્ટિએ આ અવસ્થાઓ જ્ઞાનથી પણ સમજાય તેવી છે. પરંતુ આત્મા સિદ્ધ અવસ્થા પામે, ત્યારબાદ સાદિ-અનંતકાળ સુધી ત્યાં જ રહેવાના છે. તેમાં પ્રતિસમયે જે ઉત્પાદ-વિનાશ છે. તે આવી કોઈ લોકાનુભવગમ્ય અવસ્થાઓ નહી હોવાથી જાણી શકાતી નથી. તેથી ત્યાં ઉત્પાદ વ્યયપણ સમજાતા નથી તે ઉત્પાદ-વ્યયને સમજવા માટે સૂક્ષ્મ દૃષ્ટિ દોડાવવી જ રહી. ને માર્ટિ = કારણ કે સૂક્ષ્મનય એટલે કે વર્તમાનકાળને જ પ્રધાન કરનારો જે ઋજુસૂત્રનયાદિ (શબ્દ સમભિરૂઢ-એવંભૂત) નય છે. તે સમય સમયને આશ્રયી ઉત્પાદ-વ્યય માને છે. તેને લઈને આ સૂક્ષમ ઉત્પાદવ્યય જાણવા, તથા દ્રવ્યાર્થિકનયથી અન્વય (ધ્રુવતા) લેઈને સિદ્ધાવસ્થામાં બિરાજમાન પરમાત્માના કેવલજ્ઞાનમાં સ્થિતિ (ધ્રુવતા) પણ સમજવી આ પ્રમાણે જે ત્રણલક્ષણ કહેવામાં આવે છે. તે જ સૂક્ષ્મનય કહેવાય છે. આમ વિચારીને હવે પ્રાપ્તસિદ્ધાવસ્થામાં ઉત્પાદ-વ્યય સમજાવવા પક્ષાન્તર (બીજી વિરક્ષા) સમજાવે છે.
સારાંશ કે નિર્વાણ સમયે તો સંસારત્યાગ અને મુક્તિપ્રાપ્તિ હોવાથી વ્યય-ઉત્પાદ લોકોને અનુભવથી સમજાય તેવા છે. તેથી ચૂલદષ્ટિથી કહ્યા. પરંતુ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કર્યા પછી ત્યાં પ્રતિસમયે જે વ્યય-ઉત્પાદ છે. તે આવી કોઈ સ્થૂલ અવસ્થાને આશ્રયી ન હોવાથી સ્થૂલબુદ્ધિથી સમજાય તેમ નથી. તેથી સૂક્ષ્મ એવો જે ઋજુસૂત્રનય, કે જે વર્તમાન કાળને જ પ્રધાન કરનાર છે. તેને આશ્રયી સિદ્ધાવસ્થામાં પણ પ્રતિસમયે વ્યયઉત્પાદ છે. તે બીજી વિવેક્ષાથી હવે પછીની ગાથામાં સમજાવે છે. તે ૧૪૮ / જે શેયાકારાં પરિણમઈ, જ્ઞાનાદિક નિજપર્યાય રે ! વ્યતિરેકઈ તેહથી સિદ્ધનઈ, તિલક્ષણ ઈમ પણિ થાઈ રે !
જિનવાણી પ્રાણી સાંભળો // ૯-૧૬ || ગાથાર્થ– આત્માના પોતાના કેવળજ્ઞાનાદિ જે જે પર્યાયો છે. તે તે પર્યાયો પ્રતિક્ષણે જે શેયાકારે પરિણામ પામે છે. તે રીતે વ્યતિરેક થવાથી (સમયે સમયે ભેદ થવાથી) સિદ્ધના જીવોમાં પણ ૩ લક્ષણો આમ હોય છે. | ૯-૧૬ |
ટબો- જે જ્ઞાનાદિક-કેવલજ્ઞાન-કેવલદર્શન, નિજ પર્યાયઈ, શેયાકારવર્તમાનાર્દિવિષયાકારઈં પરિણમઈ, વ્યતિરેકઈ કહતાં- પ્રતિક્ષણ અન્યોન્યપણઈ, સિદ્ધનઈ ઈમ પણિ વિલક્ષણ થાઈ.