Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૩૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૧૬ जे संघयणाईआ, भवत्थकेवलिविसेसपज्जाया । ते सिज्झमाणसमये, ण होति विगयं तओ होइ ॥ २-३५ ॥ सिद्धत्तणेण य पुणो, उप्पण्णो एस अत्थपज्जाओ । केवलभावं तु पडुच्च, केवलं दाइअं सुत्ते ॥ २-३६ ॥
અર્થ– જે સંઘયણ આદિના સંબંધવાળા ભવસ્થ એવા કેવળજ્ઞાનના વિશેષ પર્યાયો છે. તે પર્યાયો મુક્તિગમનસમયે જીવમાં હોતા નથી, તેથી વિનાશ પામે છે. અને વળી સિદ્ધપણે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ એક સમયના કાળવાળા જે પર્યાય છે. તે અર્થપર્યાય કહેવાય છે. વળી કેવલજ્ઞાનમાત્રને આશ્રયી કેવળ સદા હોય છે. આમ સૂત્રમાં આપેલું છે. || ર-૩૫,૩૬ //
ए भाव लेइनइ "के वलनाणे दुविहे पण्णत्ते-भवत्थके वलनाणे य, fસથવાના ય' કૃત્યાદ્ધિ સૂત્ર ૩પવેશ છ૩. I ૬-૨૪
આ પ્રમાણે સમજાવેલા ભાવને ધ્યાનમાં રાખીને જ આગમશાસ્ત્રમાં “કેવલજ્ઞાન બે પ્રકારનું કહ્યું છે. એક ભવસ્થકેવલજ્ઞાન અને બીજું સિદ્ધાવસ્થાવાળું કેવળજ્ઞાન” આવો ઉપદેશ આપેલો છે. (આ પાઠ ભગવતીસૂત્રનો હોય એમ લાગે છે.) જો ભવસ્થતા અને સિદ્ધસ્થતાના ભેદથી નાશ અને ઉત્પાદ ન વિચારીએ તો કેવળજ્ઞાન ક્ષાયિકભાવવાળું હોવાથી અને સાદિ અનંત હોવાથી એક જ પ્રકારનું હોય છે. તેના પ્રતિભેદ ન હોઈ શકે. છતાં પૂર્વમહર્ષિ પુરુષો આ પ્રમાણે ઉત્પાદ-વ્યય તેમાં કહે છે અને આ પ્રમાણે જગતના પદાર્થો જણાય છે. માટે પ્રતિસમયે નાશ-ઉત્પાદ અને ધ્રૌવ્ય માનવું જોઈએ. | ૧૪૭
ए त्रैलक्षण्य स्थूलव्यवहारइं सिद्धनइं आव्यु. पणि-सूक्ष्मनयइं नाव्यु. जे माटिसूक्ष्मनय-ऋजुसूत्रादिक, ते समय समय प्रति उत्पाद व्यय मानइं छइं, ते लेइनइ. तथा द्रव्यार्थादेशनो अनुगम लेइनइं जे सिद्धकेवलज्ञानमांहिं त्रैलक्षण्य कहिई, तेह ज सूक्ष्म कहवाई. इम विचारीनई पक्षांतर कहइ छइ ॥ ९-१५ ॥
જે સમયે આત્મા દેહત્યાગ કરી, સર્વકર્મ ક્ષય કરી, એકસમયની સમશ્રેણીથી મોક્ષે જતા હોય છે. તે સમયને આશ્રયીને સિદ્ધપરમાત્માને આ ત્રણ લક્ષણો જે સમજાવ્યાં, તે સ્થૂલવ્યવહારનયને આશ્રયી આવ્યાં, દેહત્યાગને આશ્રયી સશરીરપણે વ્યય અને અશરીરી પણ ઉત્પાદ લોકગમ્ય હોવાથી સમજાય તેવાં છે માટે સ્કૂલ વ્યવહારનય કહેવાય છે. પણ સૂક્ષ્મનયને આશ્રયી ત્રણ લક્ષણો હજુ આવ્યાં નથી.