Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા૧૪-૧૫
૪૨૯ जे संघयणाईआ, भवत्थकेवलिविसेसपज्जाया. ते सिज्झमाणसमये, ण होंति विगयं तओ होइ. ॥ २-३५ ॥ सिज्झत्तणेण य पुणो, उप्पण्णो एस अत्थपज्जाओ. केवलभावं तु पडुच्च, केवलं दाइअं सुत्ते ॥ २-३६ ॥
એ ભાવ લઈનઈં “વનના સ્વરે નિત્તે, ભવસ્થવનના , સિદ્ધવનના ૪” ઈત્યાદિ સૂબિ ઉપદેશ છd. I ૯-૧૪
એ ઐલક્ષણ્ય સ્થૂલવ્યવહારઈ સિદ્ધનઈ આવ્યું, પણિ સૂક્ષ્મ નવાઈ નાવ્યું. જે માટિ સૂક્ષ્મનય-બાજુમૂત્રાદિક તે સમય સમય પ્રતિ ઉત્પાદ વ્યય માનઇ છઇં, તે લેઇનઈ. તથા દ્રવ્યાદિશનો અનુગમ લેઈનઈ જે સિદ્ધકેવલજ્ઞાનમાંહિં ઐલક્ષણ્ય કહિઇ, તેમ જ સૂક્ષ્મ કહવાઈ. ઈમ વિચારીનઈ પક્ષાંતર કહઈ છઈ. I ૯-૧૫ |
વિવેચન- કોઈ પણ દ્રવ્ય વ્યવહારથી ઉત્પન થતું હોય અને નાશ પામતું હોય ત્યારે જ ઉત્પાદ-નાશ છે. અને વચ્ચેના ગાળામાં કેવળ એકલું ધ્રૌવ્ય છે. આમ સ્થૂલદૃષ્ટિએ દેખાય છે. પરંતુ પરમાર્થથી તેમ નથી. જેમ કે કોઈ પણ જીવ મનુષ્યપણે જન્મ્યો ત્યારે ઉત્પાદ, મૃત્યુ પામ્યો ત્યારે નાશ, જીવ્યો ત્યાં સુધી કેવળ ધ્રૌવ્ય, ઘટ બન્યો ત્યારે ઉત્પાદ, ફુટ્યો ત્યારે વ્યય, અને અખંડ રહ્યો ત્યાં સુધી કેવલ એકલું ધ્રૌવ્ય આમ સ્થૂલદૃષ્ટિવાળા જીવોને દેખાય છે. પરંતુ આમ સમજવાથી એક સમયમાં ત્રિપદીરૂપ લક્ષણ સંભવતું નથી. અને ત્રિલક્ષણ વિના પદાર્થ સત્ કહેવાતો નથી. તેથી આ ઢાળની ગાથા ૧૦ થી ૧૩ માં એ સમજાવવામાં આવ્યું છે કે પ્રતિસમયે સર્વે પદાર્થો નાશ અને ઉત્પાદ આમ બન્ને પામે જ છે. તથા દ્રવ્યપણે ધ્રુવ પણ છે જ. સ્થિર પડેલા ઘટ-પટમાં પણ પ્રતિસમયે પુગલોનો ફેરફાર થાય જ છે. જીવદ્રવ્યમાં પણ લેશ્યાજન્ય, કષાયજન્ય, જ્ઞાનોપયોગાદિ જન્ય અધ્યવસાયસ્થાનો બદલાયા જ કરે છે. ધર્માસ્તિકાયાદિમાં પણ સહાય લેનારાં દ્રવ્યો બદલાતાં હોવાથી સહાયકતાદિમાં પણ ઉત્પાદ-વ્યય ચાલુ છે. આ રીતે પ્રતિસમયમાં પૂર્વપર્યાયનો વ્યય અને ઉત્તરપર્યાયનો ઉત્પાદ સર્વ દ્રવ્યોમાં ચાલુ જ હોય છે.
ઘણી વખત એવો પણ ભ્રમ થઈ જાય છે કે કંકણ ભાંગીને કુંડલ બનાવતા હોઈએ ત્યારે કંકણ ઉપર સુવર્ણકાર જેમ જેમ હથોટી મારે તેમ તેમ કંકણનો નાશ જ માત્ર દેખાય છે. પરંતુ કુંડલનો ઉત્પાદ દેખાતો નથી. કંડલનો ઉત્પાદ તો ચરમસમયે જ માત્ર દેખાય છે. ત્યાં સુધી પૂર્વપર્યાયનો નાશ માત્ર જ દેખાય. પરંતુ આ સઘળો