Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૪-૧૫
૪૨૭ જ દેખાય છે. અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ગાડીમાં અમદાવાદ આદિ શહેરોનું ચાલ્યા જવું સર્વ સમયોમાં છે. પરંતુ મુંબઈનું આવવું છેલ્લા સમયે જ છે આવાં ઉદાહરણો ઉપરથી નાશ સર્વ સમયોમાં જણાય છે. પરંતુ ઉત્પત્તિ છેલ્લા સમયે જ દેખાય છે. તેવા સ્થૂલદષ્ટિવાળા જીવને નિશ્ચયનય સમજાવે છે કે
જો પ્રતિસમયે નાશ હોય અને ઉત્પત્તિ ન હોય તો તે કાર્ય ક્યારેય પણ બનશે જ નહીં. કારણકે સમયે સમયે જેમ જેમ પૂર્વ પર્યાયનો નાશ થાય છે. તેમ તેમ અંશે અંશે ઘટ-પટ આદિ કાર્ય પણ થાય જ છે. જો ઘટ-પટ આદિ કાર્યની પ્રતિસમયે ઉત્પત્તિ ન માનીએ તો એકલા એક ચરમસમયમાં કાર્ય થાય જ નહીં. તેથી કાર્યની અનુત્પન્નતા જ થાય. આવો દોષ તને આવશે.
અહીં સ્થૂલદૃષ્ટિવાળો આ વ્યવહારનય કદાચ આવો પોતાનો બચાવ કરે કે “ફિતીયરિવું = દ્વિતીયાદિ સર્વ સમયોમાં દ્રવ્યાર્થિકનયથી તિરોભાવે અન્વયમાત્ર રૂપે જ ઉત્પત્તિ હોય છે. પર્યાયાર્થિકનયથી આવિર્ભાવે તો ઉત્પત્તિ ચરમસમયે જ હોય છે. તેથી ક્રિયાકાળના સર્વસમયમાં ઉત્પત્તિ નથી એમ નહીં પરંતુ તે દ્રવ્યાર્થિકનયથી તિરોભાવ રૂપે જ છે. તેથી અનુત્પન્નતાનો દોષ મને આવશે નહીં. અને પ્રગટપણે ઉત્પત્તિ તો ચરમસમયે જ સર્વને જણાય છે. આવો બચાવ જ કરે તો નાશવ્યવહાર પણ = નાશનો વ્યવહાર પણ તેવો જ હોવો જોઈએ. એટલે કે ક્રિયાકાલના સર્વ સમયોમાં નાશ પણ તિરોભાવે જ થાય છે. પરમાર્થથી તો નાશ ચરમ સમયે જ થાય છે. આમ નાશમાં પણ તેમજ માનવું જોઈએ. પરંતુ નાશ તો પ્રથમ સમયથી જ દેખાય છે. તેથી ઉત્પત્તિ પણ પ્રથમ અને દ્વિતીયાદિ સમયોમાં અંશે અંશે માની લેવી જ જોઈએ. અને જો આ રીતે નાશની જેમ જ પ્રત્યેક સમયમાં ઘટ-પટ પર્યાયની અંશે અંશે ઉત્પત્તિ સ્વીકારવામાં આવે તો મલ્પિત = વાસ્તવિક મનુત્યનતા = અનુત્પત્તિ આવવાનો દોષ ન હો = હવે આવે જ નહીં. આવું વસ્તુ સ્વરૂપ છે. અને તે જ સાચું સ્વરૂપ છે. તો પણ = છતાં પણ જો પ્રતિક્ષણ = પ્રત્યેક ક્ષણોમાં ઉત્પત્તિ વિના અંશે અંશે કંઈક કંઈક ઘટ-પટ કાર્યની ઉત્પત્તિ થાય છે. આમ જો માનવામાં ન આવે અને ચરમ સમયે જ માત્ર કાર્યની ઉત્પત્તિ થાય છે. આમ જો માનવામાં આવે તો, એટલે કે પ્રતિસમયે ઉત્પત્તિ માન્યા વિના ચરમસયમાં પણ પરમાર્થથી ૩ નુત્યનતા = વાસ્તવિકપણે અનુત્પન્નતા થ નફર = થઈ જવી જોઈએ. જો અંશે અંશે કાર્યની ઉત્પત્તિ ન માનીએ તો છેલ્લા એક સમયમાત્રમાં સંપૂર્ણકાર્ય નીપજે નહીં. તેથી કાર્યની અનુત્યનતા જ થાય. (PI) ૫