Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૨૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૧૩ પરંતુ વ્યવહારનય ભેદપ્રધાન છે. તેથી તેની દૃષ્ટિએ જે સમયે વસ્તુ નશ્યમાન છે. તે સમયે નાશ થાય છે. પણ નષ્ટતા તે સમયમાં હોતી નથી. તેથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય બારમાના ચરમસમયે થાય છે. પરંતુ કેવલ જ્ઞાનની ઉત્પત્તિ તે સમયે થતી નથી. કારણકે આવરણોની નષ્ટતા ત્યાં નથી. પણ તેરમે છે. તેથી તેરમાના પ્રથમ સમયે કેવલજ્ઞાન થાય છે. આ પ્રમાણે ભેદ પ્રધાન દૃષ્ટિવાળો આ વ્યવહારનય છે. તે વ્યવહાર નયને નિશ્ચયનયે બારમી ગાથામાં ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો. હજુ આ તેરમી ગાથામાં પણ નિશ્ચયનય વ્યવહારનયને સમજાવતાં કહે છે કે
जो आगलिं-द्वितीयादिक्षणई उत्पत्ति नहीं. तो घटादिक द्वितीयादिक्षणइं अनुत्पन्न थाइं. जिम पहिला-ध्वंस थया पहिला-नाश विना "अविनष्टः" कहिइं छइं. ए तर्क तुझनई किम सुहातो नथी ? ते माटिं प्रतिक्षणोत्पाद-विनाश परिणामद्धारई मानवा.
જે વસ્તુ જે સમયે પૂર્વપર્યાયરૂપે નાશ પામે છે. તે વસ્તુ તે જ સમયમાં નિશ્ચયનયથી ઉત્તરપર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. રૂપાન્તરપણે પરિણામ પામે છે. અને વ્યવહારનયથી ભેદપ્રધાનદૃષ્ટિ હોવાથી દ્વિતીયસમયે ઉત્તરપર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. આમ વસ્તુસ્વરૂપ છે.
હવે જે વસ્તુ જે સમયે પૂર્વ પર્યાયરૂપે નાશ પામે છે. તે વસ્તુ તે જ સમયમાં અથવા (વયભેદે) દ્વિતીયાદિ સમયમાં ઉત્તરપર્યાયરૂપે ઉત્પન્ન થાય જ છે. છતાં સ્થૂલદૃષ્ટિવાળાને ક્રિયાકાળ ઘણો લાંબો દેખાય છે. અને નિષ્ઠાકાલ અન્તિમ એક સમયમાં જ દેખાય છે. જેમ કે ઘટ બનાવતાં ૪ કલાક થાય છે. તો મૃર્લિંડ કરવામાં, સ્થાસ-કોશ કુશૂલાદિ કરવામાં ક્રિયાકાલ ઘણો લાંબો દેખાય છે. અને ઘટની ઉત્પત્તિ ૪ કલાકના અંતિમ એક સમયમાં જ દેખાય છે. અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ટ્રેનને મુંબઈ પહોચતાં ધારો કે ૯ કલાક થાય છે. ત્યાં જેવી ગાડી ચાલુ થઈ એટલે તુરંત જ અમદાવાદનું જવું, નડીયાદ-વડોદરા-સુરતનું ચાલ્યા જવું દેખાય છે. પણ મુંબઈનું આવવું નથી દેખાતું. તેમ ક્રિયાકાલના પ્રતિ સમયમાં નાશ દેખાય છે. પરંતુ કાર્યની ઉત્પત્તિ તો માત્ર નિષ્ઠાકાલે જ દેખાય છે. આમ પ્રતિ સમયમાં કાર્યની ઉત્પત્તિ વ્યવહારનયને દેખાતી નથી. ક્રિયાકાલ અને નિષ્ઠાકાલના ભેદ તરફની દૃષ્ટિથી વ્યવહાર નયને આવું દેખાય છે. ત્યાં નિશ્ચયનય પૂલદષ્ટિવાળા વ્યવહારનયને સમજાવે છે કે