Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૯ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઉત્પન્ન થતી વસ્તુને તે જ કાલે ઉત્પન્ન થઈ, અને નાશ પામતી વસ્તુને તે જ કાલે નાશ પામી. આમ કહેવાય છે કારણ કે વસ્તુ આવી છે. આ પ્રમાણે દ્રવ્યના સ્વરૂપને જણાવતા મહાત્માઓ તે દ્રવ્યને એક સમયમાં પણ (નિશ્ચયનયની અપેક્ષાએ) ત્રણે કાળના વિષયવાળું કરે છે. ॥ ૩-૩૭ ॥ ॥ ૧૪૫ ॥
૪૨૪
ઉત્પત્તિ નહીં જો આગલિં, તો અનુત્પન્ન તે થાઈ રે ।
જિમ નાશ વિના અવિનષ્ટ છઈ, પહિલાં તુઝ કિમ ન સુહાઈ રે ।
જિનવાણી પ્રાણી સાંભળો. ॥ ૯-૧૩ II
ગાથાર્થ– જો આગળ-આગળ ઉત્પત્તિ ન માનીએ તો વસ્તુ અનુત્પન્ન જ થાય. જેમ નાશ ન થાય ત્યાં સુધી વસ્તુ અનષ્ટ જ રહે છે. તેમ. આ તર્ક તને પહેલાં કેમ સૂઝતો નથી ? ॥ ૯-૧૩ ||
ટબો- જો આગલિ-દ્વિતીયાદિક્ષણŪ ઉત્પત્તિ નહીં, તો ઘટાદિક દ્વિતીયાદિક્ષણઈં અનુત્પન્ન થાઈ, જિમ પહિલાં-ધ્વંસ થયા પહિલાં-નાશ વિના “અવિનષ્ટ:' કહિઈં છઈં. એ તર્ક તુઝનઈં કિમ સુહાતો નથી ? તે માર્ટિ પ્રતિક્ષણોત્પાદ-વિનાશ પરિણામદ્વારઈં માનવા.
દ્રવ્યાર્લાદેશઈં દ્વિતીયાદિક્ષણŪ ઉત્પત્તિવ્યવહાર કહિઈં. તો નાશવ્યવહાર પણિ તથા હુઓ જોઈઈં. તથા ક્ષણાંતર્ભાવŪ દ્વિતીયાદિક્ષણઈં ઉત્પત્તિ પામી જોઈઈં. અકલ્પિત અનુત્પન્નતા ન હોઈ; તો પણિ પ્રતિક્ષણ ઉત્પત્તિ વિના પરમાર્થથી અનુત્પન્નતા થઈ જોઈŪ. II ૯-૧૩ ||
વિવેચન– નિશ્ચયનયની વિચારધારા પ્રમાણે ઉત્પદ્યમાન વસ્તુ ઉત્પત્યમાન, ઉત્પદ્યમાન અને ઉત્પન્ન છે. તેવી જ રીતે નશ્યમાન વસ્તુ તે જ સમયમાં નંક્ષ્યમાણનશ્યમાન અને નષ્ટ છે. ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ એકસમયમાં જ હોય છે. જે સમયે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય થાય છે. તે સમયમાં જ ક્ષય થઈ ચુક્યો છે. માટે તે જ સમયમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ક્ષણાન્તરે થતી નથી. જે સમયે મિથ્યાત્વનો ઉદય વિરામ પામે છે. તે સમયે જ મિથ્યાત્વના ઉદયની સમાપ્તિ થાય છે. અને તેથી તે જ સમયમાં જીવ સમ્યક્ત્વ પામે છે. આ રીતે વિચારતાં કેવલી જ કેવલજ્ઞાન પામે છે. સમ્યક્ત્વી જ સમ્યક્ત્વ પામે છે. સંયમી જ સંયમ પામે છે.