________________
ઢાળ-૯ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
(તો) ક્રિયાનિષ્ઠાપરનામરૂપવર્તમાનત્વ-અતીતત્વ ભેરૂ ‘‘નતિ, નષ્ટ: ઉત્પદ્યતે, उत्पन्नः ए विभक्त व्यवहारसमर्थन करो. अत एव क्रियाकालनिष्ठाकालयोग पद्यविवक्षाइं "उत्पद्यमानमुत्पन्नम्, विगच्छद् विगतम् " ए सैद्धान्तिकप्रयोग संभवइ.
૪૨૨
''
જ્યાં સુધી વસ્તુ કરાતી હોય ત્યાં સુધી તે વસ્તુનો તે કાલ ક્રિયાકાલ કહેવાય છે. અને જ્યારે વસ્તુ સમાપ્ત થાય છે. પૂર્ણ થાય છે. ત્યારે નિષ્ઠાકાલ કહેવાય છે. હવે જે સમયે જે નાશ આરંભાય છે. તે સમય તે નાશનો ક્રિયાકાલ સમજવો. અને જે સમયે નાશની ઉત્પત્તિ થઈ, નાશ થઈ ચુક્યો. તે સમય નાશનો નિષ્ઠાકાળ જાણવો.
જે સમયે ઘટનો નાશ આરંભાય છે તે જ સમયે તે ઘટનો તેટલો નાશ થઈ જ જાય છે. જે સમયે કપડુ ફાડવાનો આરંભ કરાય છે. તે સમયે જ તેટલું કપડુ ફાડવાનું કામ પૂર્ણ જ થાય છે. જે સમયે કાચનો ગ્લાસ ભૂમિ સાથે ટકરાય છે અને નાશ આરંભાય છે તે જ સમયે કાચના ગ્લાસની અખંડિતતાનો નાશ થઈ જ જાય છે. આ રીતે ક્રિયાકાલ અને નિષ્ઠાકાલને એક સમયમાં સાથે વિચારીએ તો ક્રિયાકાલના પરિણામ સ્વરૂપ જે છે તે વર્તમાનતા છે. અને નિષ્ઠાકાલના પરિણામ સ્વરૂપ જે છે. તે અતીતતા છે. આ રીતે ક્રિયાકાલ અને નિષ્ઠા-કાલના પરિણામ સ્વરૂપ વર્તમાનતા અને અતીતતાની સાથે વિવક્ષા કરીએ તો “નતિ-નષ્ટ તે વિવક્ષિત એક સમયમાં પણ વસ્તુ, નાશ પણ પામે છે. અને નાશ પામી પણ છે. તથા ઉત્પદ્યતે ઉત્પન” તેવી જ રીતે તે વિક્ષિત એક સમયમાં વસ્તુ ઉત્પન્ન પણ થાય છે અને ઉત્પન્ન થઈ પણ છે. આમ એક જ સમયમાં ક્રિયાકાલને આશ્રયી વર્તમાનતાનો અને નિષ્ઠાકાલને આશ્રયી અતીતતાનો આમ विभक्त પ્રયોગ જુદા જુદા ત્રણે કાળના વ્યવહારના પ્રયોગનું પણ સમર્થન કરો. તેમા કંઈ દોષ નથી.
=
અત વ આમ વિવક્ષા કરવાથી ક્રિયાકાલ અને નિષ્ઠાકાલને (પ્રારંભને અને સમાપ્તિને) એકી સાથે એક જ સમયમાં વિવક્ષા કરવાથી “ઉત્પન્ન થતી વસ્તુને ઉત્પન્ન થઈ. આમ કહેવાય' આવા પ્રકારનો શાસ્ર સિદ્ધ પ્રયોગ પણ નિર્દોષપણે સિદ્ધ થાય છે. કારણ કે જે વસ્તુ જે સમયે જેટલી આરંભાય છે. તે વસ્તુ તે સમયે તેટલા અંશે અવશ્ય સમાપ્ત પણ થાય જ છે આમ ક્રિયાકાલ-નિષ્ઠાકાલ એક હોવાથી પ્રારંભ-સમાપ્તિ સાથે હોવાથી વર્તમાનતા અને અતીતતાની પણ સાથે વિવક્ષા કરી શકાય છે. આવી વિચારસરણી રાખવાથી નિશ્ચયદૃષ્ટિવાળાં શાસ્ત્રવાક્યો પણ સારી રીતે સંગતિને પામે છે.