________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ–૯ ઃ ગાથા-૧૨
સ્વીકારો. જેથી ૧ સમયમાં જ ભૂતાદિકનું ભાન આવશે જ. એક સમયમાં જ કાલત્રયનો અન્વય કરવામાં કંઈ દોષ નથી.
૪૨૧
अनइं- जो इम विचारस्यो - "घटनई वर्तमानत्वादिकइं जिम पटवर्तमानत्वादि व्यवहार न होइ, घटधर्मवर्तमानत्वादिकइं घटवर्तमानत्वादि व्यवहार न होइ तिमनाशोत्यत्ति वर्तमानत्वादिकइं नाशवर्तमानत्वादिव्यवहार न होइ तो
અને હવે કે વ્યવહારવાદી ! કદાચ તમે જો આવો વિચાર કરશો કે (૧) જ્યાં ઘટસંબંધી વર્તમાનતાદિ (વર્તમાનતા-અતીતતા અને અનાગતતા) છે. તેને વિષે જેમ પટની વર્તમાનતાદિકનો (એટલે કે પટની વર્તમાનતા-અતીતતા અને અનાગાતાનો) વ્યવહાર થતો નથી. એટલે કે ઘટ વર્તનો હોય ત્યાં પટ વર્તે છે. આમ વ્યવહાર થતો નથી.
તથા ઘટના ધર્મોની (રક્તતાવાળી મજીઠમાં, શ્યામતાવાળા કાજળમાં, અને વર્તુલાકારવાળા કંકણમાં) જેમ ઘટની વર્તમાનતાનો વ્યવહાર થતો નથી. એટલે કે ઘટનો રક્તતાધર્મ મજીઠમાં છે. ઘટનો શ્યામતાધર્મ કાજળમાં છે. અને ઘટનો વર્તુલાકારતા ધર્મ કંકણમાં છે, પણ તેથી કંઈ ઘટ વર્તતો કહેવાતો નથી. માટે ઘટના ધર્મોની વર્તમાનતામાં ઘટની વર્તમાનતાનો વ્યવહાર જેમ થતો નથી. અર્થાત્ તે તે ધર્મોની વર્તમાનતામાં ધર્મી એવા ઘટની વર્તમાનતાનો વ્યવહાર થતો નથી.
તેની જેમ “જો નાશના ઉત્પત્તિધર્મની વર્તમાનતા આદિ માનીએ તો ત્યાં ધર્મી એવા નાશની વર્તમાનતાનો વ્યવહાર ન સંભવે. સારાંશ કે ધર્મની વર્તમાનતામાં ધર્મની વર્તમાનતાનો વ્યવહાર થતો નથી. તેથી નશ્યમાન સમયમાં નાશની ઉત્પત્તિ થઈ છે આમ જો ઉત્પત્તિ ધર્મની વર્તમાનતા માનીએ પણ ધર્મ એવા નાશની વર્તમાનતાનો વ્યવહાર ન થાય આમ જો તું માનીશ. તો તેથી તે સમયે ઘટ (ધર્મી) નાશ પામે છે. આમ કહેવાશે નહીં. કારણકે ધર્મની વર્તમાનતામાં ધર્મની વર્તમાનતાનો વ્યવહાર થતો નથી. પરંતુ ઘટ ફુટે છે = ઘટ નાશ પામે છે આવો નાશનો વ્યવહાર તો સંસારમાં થાય છે. તેથી નાશનો વ્યવહાર સંસારમાં થતો હોવાથી નાશની ઉત્પત્તિનો વ્યવહાર પણ (નષ્ટતાનો વ્યવહાર પણ) સ્વીકારી લેવો જોઈએ. અને આમ નાશ અને નાશની ઉત્પત્તિ (નષ્ટતા) બન્ને સાથે માનવી જોઈએ. છતાં તને તે માનવામાં મને બાધા આવશે. આવો ભય હે વ્યવહારવાદી ? જો તને હોય, અને તેથી જ તું નશ્યમાન સમયમાં નાશમાત્ર જ સ્વીકારતો હોય પણ નાશની ઉત્પત્તિ (નષ્ટતા) ન સ્વીકારતો હોય તો—