________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૧૩
જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ જો બારમા ગુણઠાણાના ચરમ સમયે આરંભાયો છે. તો તે નાશ તે જ સમયે સમાપ્ત થાય છે. એટલે નાશ અને નાશની ઉત્પત્તિ (નષ્ટતા) બારમાના ચરમસમયે જ થાય છે. તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ બારમાના ચરમસમયે જ છે. એટલું જ નહી પણ તે જ તેરમાનો પ્રથમ સમય છે. આમ અભેદ વિચારવો તે જ વધારે હિતાવહ છે. તેથી હે વ્યવહારવાદી ! આ બાબતમાં તું સૂક્ષ્મતાથી વિચાર કર. નાશનો અને નાશની ઉત્પત્તિનો (નષ્ટતાનો) ભેદ નથી. પરંતુ અભેદ છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ બારમાના ચરમ સમયે હોય, અને નાશની ઉત્પત્તિ (નષ્ટતા) તેરમાના પ્રથમસમયે હોય આવું બનતું નથી. તેથી જ જે સમયે નાશ આરંભાય છે. તે જ સમયે નાશની ઉત્પત્તિ (નષ્ટતા) થઈ જ જાય છે. તેથી તે જ સમયે કેવલજ્ઞાનની ઉત્પત્તિ પણ થઈ જ જાય છે. પરંતુ તું માને છે તેવો સમયભેદ નથી.
परमतइं "इदानीं ध्वस्तो घटः " ए आद्यक्षणइं व्यवहार सर्वथा न घटइ. अह्यारइंनयभेदई सम्भवइ - अत्र सम्मतिः
૪૨૩
અન્યદર્શનીઓના મતે એટલે કે જેઓ એકાન્તભેદવાદી જ છે. તેઓના મતે (નૈયાયિકાદિના મતે) “અત્યારે જ, હમણાં જ ઘટ ફુટયો છે” આવો પ્રયોગ જ્યારે ઘટ ફુટે છે ત્યારે પ્રથમ સમયે સર્વથા ઘટશે નહીં. કારણ કે અન્યમતવાળા ભેદના એકાન્તવાદી હોવાથી નાશને નશ્યમાનસમયમાં માને છે. અને નાશની ઉત્પત્તિને (નષ્ટતાને) તેના પછીના બીજા સમયમાં માને છે. એકાન્ત ભેદવાદી હોવાથી “નાશ અને નાશની ઉત્પત્તિ (નષ્ટતા)” સાથે ન માનતા હોવાથી આદ્યક્ષણમાં ઘટ:- નતિ ઘટ ફુટે છે ઘટ ફુટે છે આમ જ બોલાશે પણ પટ: નઇઃ ઘટ ફુટ્યો આમ બોલાશે નહીં. અમારે જૈનદર્શનાનુયાયીઓને તો નયભેદે આ વ્યવહાર પણ સંભવશે-નિશ્ચયનયની અપેક્ષાએ ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ સાથે જ હોવાથી નશ્યમાનકાલે જ નાશની ઉત્પત્તિ (નષ્ટતા) થઈ જતી હોવાથી “નટોથં ઘટ:” આવું બોલાશે. અને વ્યવહારનયની અપેક્ષાએ “નશ્યમાનોવં ષટ:” આમ પણ બોલાશે. આ બાબતમાં સમ્મતિપ્રકરણમાં પણ આ જ પ્રમાણે કહ્યું છે તે આ પ્રમાણે–
=
उप्पज्जमाणकालं, उप्पण्णं ति विगयं विगच्छंतं ।
વિયં પળવયંતો, તિજાતવિસયં વિશેષેફ ॥ રૂ-૩૭ ॥ ॥ ૧-૨૨॥