________________
૪૨૮ ઢાળ-૯ : ગાથા-૧૪-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ રીતે તે વ્યવહારનયવાદી ? મૃર્લિંડના નાશથી માંડીને ઘટ બને ત્યાં સુધીના સર્વ સમયોમાં પૂર્વ પર્યાયનો જેમ નાશ પારમાર્થિક છે. તેમ પ્રતિસમયમાં ઉત્તરપર્યાયની (ઘટપર્યાયની) ઉત્પત્તિ પણ અંશે અંશે પારમાર્થિક છે જ. અમદાવાદનું જવું જેમ સાચું છે. તેમ પ્રતિસમયમાં મુંબઈનું આવવું પણ સાચું જ છે. આમ સર્વસમયોમાં નાશ અને ઉત્પત્તિ બને છે. ધ્રુવતા તો અનુભવ સિદ્ધ છે જ. જેથી સર્વ સમયોમાં ત્રિપદી એ જ સાચું “સ” નું લક્ષણ છે.' | ૧૪૬ // એણઈ ભાઈ ભાસિલું, સમ્મતિમાંહિ એ ભાવ રે સંઘયણાદિક ભવભાવથી, સીઝંતાં કેવલ જાઈ રે ||
જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૧૪ . તે સિદ્ધપણઈ વળી ઉપજઈ, કેવલભાવઈ જઈ તેહ રે / વ્યયતિપત્તિ અનુગમથી સદા,શિવમાંહિતિયલક્ષણ એહરે
જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૧૫ // ગાથાર્થ– આ ભાવોને ધ્યાનમાં રાખીને સમ્મતિતર્કમાં પણ આ (ત્રિપદીના) ભાવો કહેલા છે. સંઘયણાદિક સાંસારિક સંબંધોવાળું કેવળજ્ઞાન મોક્ષે જતાં ચાલ્યું જાય છે. || ૯-૧૪ ||
વળી સિદ્ધપણે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને કેવલજ્ઞાનભાવે તેહનું તેલ જ રહે છે. તથા શિવમાંહે (મોક્ષમાં) પણ વ્યય, ઉત્પત્તિ અને અન્વયે આ ત્રણે સદા હોવાથી ત્યાં પણ ત્રણલક્ષણ હોય છે. તે ૯-૧૫ /
ટબો- છમ પરિણામથી સર્વ દ્રવ્યનઇ ત્રિલક્ષણયોગ સમર્થિઓ. એણઈ જ અભિપ્રાયઈ સમ્મતિગ્રંથમાંહિં એ ભાવ ભાખીઉં. જે, “જે સંઘયણાદિક ભવભાવથી સીઝતાં મોક્ષસમયઇ કેવલજ્ઞાન જાઇ-ભવસ્થકેવલજ્ઞાન પર્યાય નાશ થાઇં. એ અર્થ.” તે સિદ્ધપણઇ-સિદ્ધકેવલજ્ઞાન પણઇ ઉપજઈ, તેહ જ કેવલજ્ઞાનભાવ છઈ– ધ્રુવ છઈ, એ મોક્ષગમનસમયઇ જે વ્યય ઉત્પત્તિ હુઆ, તત્પરિણતસિદ્ધદ્રવ્યાનુગમથી શિવમાંમોક્ષમાંહિં ૩ લક્ષણ હોઈ. સાથે૧. આ ઢાળની ગાથાં-૧૧-૧૨-૧૩ ના અર્થો વધારે દુર્ગમ છે. તેને સમજવા માટે બીજા કોઈ
સાહિત્યમાંથી વધારે આધાર મળી શક્યો નથી. છતાં ગુરુગમથી જે મળી શક્યો છે તે જ અર્થ અમે અહીં લખ્યો છે.