________________
૪૨૬ ઢાળ-૯ : ગાથા-૧૪-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જો પ્રતિસમયે આગળ-આગળ મૃત્યિંડાદિના નાશની સાથે સાથે તે જ સમયમાં ઘટકાર્યની ઉત્પત્તિ થતી ન હોય, અને વ્યવહારનયથી મૃતિંડાદિના નાશની સાથે આગળ દ્વિતીયાદિક્ષણોમાં પણ જો કાર્યની ઉત્પત્તિ થતી નથી એમ કહીએ અને અન્તિમ નિષ્ઠાકાલે જ કાર્યની ઉત્પત્તિ થાય છેઆમ જો કહીએ તો મૃત્યિંડાદિનો નાશ થયા પછી દ્વિતીયાદિક્ષણોમાં ઘટ-પટાદિક કાર્યની અનુત્પત્તિ જ થશે. અને આમ ક્વિાકાલના સર્વ સમયોમાં અનુત્પત્તિ જ માત્ર માનવાથી ક્યારેય પણ તે ઘટ-પટાદિ કાર્ય ઉત્પન્ન થશે જ નહીં. સર્વથા અનુત્પન જ બનશે.
જેમ પહેલાં એટલે કે ધ્વંસ ન પામે ત્યાં સુધીમાં ધ્વંસ થયો નથી માટે તે વસ્તુ “અવિનષ્ટ” કહેવાય છે. જ્યાં સુધી ઘટ-પટનો ધ્વંસ ન થાય, ત્યાં સુધી નાશ વિના (ધ્વંસ થયા વિના) તે વસ્તુ અવિનષ્ટ (જીવંત) કહેવાય છે. તેમ ઉત્પત્તિ વિના તે વસ્તુ અનુત્પન જ રહેશે. આ તર્ક તને કેમ સુઝતો નથી ? જો ક્રિયાકાલમાં એકલો નાશ જ માનીશ અને ઉત્પત્તિ નહી માને અને કાર્યની ઉત્પત્તિ કેવલ નિષ્ઠકાલે જ = ચરમસમયે જ જો તું માનીશ તો પૂર્વપર્યાયનો નાશ થઈ ગયો. નવો પર્યાય ત્યાં ઉત્પન્ન ન થયો. તો તે સદા અનુત્પન્ન રહેશે. કારણ કે પ્રતિ સમયે જો તે કાર્યની ઉત્પત્તિ કંઈક કંઈક ન થતી હોય તો એકલા ચરમ સમયમાત્રમાં જ સંપૂર્ણ કાર્ય કેમ બને ? તે માટે સમજવું જોઈએ કે પ્રતિક્ષણે જેમ નાશ માનો છો તેમ અંતિમ સમયે થનારા કાર્યનો ઉત્પાદ પણ સર્વ સમયોમાં માનવો જોઈએ. અર્થાત્ પ્રતિસમયે ઉત્પાદ અને નાશ આમ બને છે. અને તે દ્રવ્યમાં રહેલા પારિણામિક સ્વભાવને લીધે છે. પરિણામ દ્વારા એટલે કે વસ્તુના પારિણામિક સ્વભાવ દ્વારા ઉત્પાદ-વ્યય બને સાથે માનવા જોઈએ.
. द्रव्यार्थादेशइं द्वितीयादिक्षणइं उत्पत्ति-व्यवहार कहिइं. तो नाशव्यवार पणि तथा हुओ जोइइं. तथा-क्षणांतर्भावई द्वितीयादिक्षणइं उत्पत्ति पामी जोइइं. अकल्पित अनुत्पन्नता न होइ. तो पणि प्रतिक्षण उत्पत्ति विना परमार्थथी अनुत्पन्नता थइ जोइइ.
મૃતિંડમાંથી ઘટ બનાવતાં ધારો કે ૪ કલાક થાય છે. તેમાં પિંડનો નાશ ક્રિયાકાલના સર્વસમયોમાં દેખાય છે. પરંતુ ઘટની ઉત્પત્તિ નિષ્ઠા કાળ = ચરમસમયે જ પૂલદૃષ્ટિએ દેખાય છે. સોનાની ૪ બંગડી ભગાવીને ગળાનો હાર બનાવતાં બંગડીનો નાશ ક્રિયાકાળના સર્વસમયોમાં જણાય છે. પરંતુ હારની ઉત્પત્તિ ચરમસમયે