Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૧૮ ઢાળ–૯ : ગાથા-૧૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ 'ઈમ સમર્થન નાશવ્યવહારનું જો કરો છો. તો વ્યવહારઈ ઉત્પત્તિક્ષણસંબંધ માત્ર કહો. તિહાં-પ્રાગભાવāસના કાલત્રયથી કાલત્રયનો અન્વય સમર્થન કરો. અનઈ જો ઈમ વિચારસ્યો– “ઘટનઈ વર્તમાનત્યાદિકઈ જિમ પટવર્તમાનત્યાદિ વ્યવહાર ન હોઈ, ઘટધર્મવર્તમાનત્યાદિકઈ ઘટવર્તમાનત્યાદિ વ્યવહાર ન હોઈ, તિમ નાશોત્પત્તિવર્તમાનતાદિકઈ નાશવર્તમાનાદિ વ્યવહાર ન હોઈ તો ક્રિયાનિષ્ઠાપરિણામરૂપ વર્તમાનત્વ અતીતત્ત્વ લેઈ “નયતિ, નષ્ટ. સત્યઘતે, સત્યન” એ વિભક્ત વ્યવહાર સમર્થન કરો.
મત વિ-ક્રિયાકાલ-નિષ્ઠાકાલ યૌગપદ્યવિવક્ષાઈ “srદીમાનકુનિ, વિછિદ્ર વિતિ” એ સૈદ્ધાત્તિક પ્રયોગ સંભવઈ, પરમાઈ “કાન ધ્વસ્ત પટ:” એ આદ્યક્ષણઈ વ્યવહાર સર્વથા ન ઘટઈ, અહ્માઈનયભેદઈ સંભવઈ મત્ર મતિઃ
उप्पज्जमाणकालं, उप्पण्णं ति विगयं विगच्छंतं । दवियं पण्णवयंतो, तिकालविसयं विसेसेइ ॥ ३-३७ ॥ ॥ ९-१२ ॥
વિવેચન- અગ્યારમી ગાથામાં જોઈ ગયા કે નિશ્ચયનય ઉદ્યમાન અને નશ્યમાન વસ્તુને તે જ સમયમાં ઉત્પસ્યમાન, ઉત્પદ્યમાન અને ઉત્પન માને છે અને નશ્યમાન વસ્તુને સંસ્થમાણ, નશ્યમાન અને નષ્ટ માને છે. એટલે કે અભેદ પ્રધાનદષ્ટિ હોવાથી એકજ સમયમાં કાળઝયનો અન્વય (સંબંધ) કરે છે જ્યારે વ્યવહારનય ભેદ પ્રધાનદૃષ્ટિવાળો હોવાથી ભિન્ન ભિન્ન સમયોમાં કાલ ત્રયનો વ્યવહાર કરે છે. ઉત્પદ્યમાન સમયમાં માત્ર ઉત્પત્તિનો જ વ્યવહાર કરે છે પણ ઉત્પસ્યમાન કે ઉત્પનનો વ્યવહાર આ નય કરતો નથી. તેવી જ રીતે વસ્તુના નશ્યમાન સમયમાં (એટલે કે વસ્તુ નાશ પામતી હોય તે સમયમાં) નશ્યતિનો પ્રયોગ કરે છે. પરંતુ નષ્ટ અને સંસ્થમાણનો પ્રયોગ કરતો નથી. આમ બને નયોની આવી ભિન્ન ભિન્ન દૃષ્ટિ છે.
તથા નિશ્ચયનય અભેદપ્રધાન હોવાથી પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયની ઉત્પત્તિ આ બન્ને એક જ સમયમાં હોય છે. આમ માને છે. અર્થાત્ નાશ અને ઉત્પત્તિ જુદાં નથી. એક રૂપ જ છે. રૂપાન્તરતા જ માત્ર છે. આમ માને છે. જ્યારે વ્યવહારનય ભેદપ્રધાન હોવાથી પૂર્વસમયમાં નાશ અને પછીના સમયમાં ઉત્પત્તિ માને છે. જેમ કે બારમાના ચરમસમયે જ્ઞાનાવરણીયાદિકર્મોનો નાશ, અને તેરમા ગુણઠાણાના પ્રથમસમયમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ માને છે વસ્ત્ર ફાડીએ પછી જ તેના ખંડ થાય, આંગળી વાંકાપણે મટી જાય ત્યારબાદ જ સરળ થાય. આમ ભેદદૃષ્ટિએ સમયભેદ માને છે.