Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૧૬ હાળ-૯ : ગાથા-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ખ = પરંતુ વ્યવહારનય ભેદપ્રધાન દૃષ્ટિવાળો હોવાથી વસ્તુની ઉત્પત્તિ જ્યારે થતી હોય છે. ત્યારે તે સમયમાં ઉત્પન્ન થતા પદાર્થને “માત્ર મીન” જ કહે છે. પૂર્વકાલીન (વીતી ગયેલા) સમયોમાં ઉત્પમાન કહે છે. અને ઉત્તરકાલીન (વસ્તુ બની ગયા પછીના) સમયોમાં ઉત્પન કહે છે. તેવી જ રીતે નાશ પામતી વસ્તુને વર્તમાન ૧ સમયમાં નત્તિ, પૂર્વકાલીન શેષ સમયોમાં નહતિ અને ઉત્તરકાલીન શેષ સમયોમાં નષ્ટ આ રીતે કાળત્રયને (કાળભેદને) આશ્રયી વિમવિત વિભાગવાર ત્રણ કાળનો પ્રયોગ થાય છે. આમ વ્યવહારનય માને છે. સારાંશ કે “યમા વડે"ના વચનને અનુસરીને ત્રણે કાળસંબંધી સ્વરૂપ નિશ્ચયનય ૧ સમયમાં જ સ્વીકારે છે. પરંતુ વ્યવહારનય “ મેવ ” આવા વચનને અનુસરીને કાલભેદે પૂર્વસમયોમાં, વર્તમાન સમયમાં, અને ભાવિ સમયોમાં અનુક્રમે ઉત્પસ્યમાન, ઉત્પદ્યમાન, અને ઉત્પન્ન આવું વિભક્ત સ્વરૂપ સ્વીકારે છે.
ते प्रतिक्षणपर्याय-उत्पत्तिनाशवादी जे ऋजुसूत्रनय, तेणइ अनुगृहीत जे व्यवहार नय, ते लेइनइ कहिइं, जे माटिं ऋजुसूत्रनय समयप्रमाण वस्तु मानइ छइ. तिहां जे पर्यायना उत्पत्ति-नाश विवक्षिइ, ते लेइनइं "उत्पद्यते नश्यति" कहिइं.
ઉપર સમજાવ્યા પ્રમાણે જે વ્યવહાર નય ભિન્ન ભિન્ન સમયોમાં ચમન, સત્યદામાન અને ઉત્પન કહે છે. તથા નડા , નથતિ અને નષ્ટ આમ કહે છે તે વ્યવહારનય, પ્રત્યેક સમયમાં ઉત્પત્તિ અને નાશ હોય છે આમ કહેનારો જે ઋજુસૂત્ર નય છે. તેનાથી અનુગૃહીત થયેલો છે. (તે તરફ આકર્ષાયેલો, તેની છાયામાં આવેલો, અર્થાત્ તેના તરફના ઢોળાવવાળો છે.).
સયમ-સમયના ઉત્પત્તિ-નાશને માનનારા ઋજુ સુત્રનયથી પ્રભાવિત થયેલો એવો જે વ્યવહારનય છે. તે ત્રણે કાળનો વિભક્ત = ભિન્ન ભિન્ન પ્રયોગ કરે છે. જો કે સામાન્યથી વ્યવહાર ન નિકટવર્તી ભૂત-ભાવિને પણ માનનાર હોય છે. પરંતુ જ્યારે તે ઋજુસૂત્રનયની છાયાવાળો બને છે ત્યારે તે ભૂતભાવિને ગૌણ કરીને વર્તમાનની પ્રધાનતાવાળો થવાથી વિભક્ત કલત્રય સ્વીકારે છે. કારણ કે ઋજુસૂત્રનય સર્વે વસ્તુ ૧ સમય પ્રમાણ” જ હોય છે. આમ માને છે. તેથી ઋજુસૂત્ર નય તરફની પ્રધાનતાવાળો વ્યવહાર નય પણ, જે સમયમાં જે પર્યાયનાં ઉત્પત્તિ અને નાશ વિવક્ષીએ (પ્રધાન કરીએ) તે સમયમાં તે પર્યાયને આશ્રયી તે વસ્તુ “દરે અને નતિ કહે છે. આમ માત્ર વર્તમાનકાળનો જ પ્રયોગ કરે છે. પરંતુ નિશ્ચયનયની જેમ કાળત્રયનો પ્રયોગ વિવક્ષિત ૧ સમયમાં ઋજુસૂત્રનયાનુગૃહીત વ્યવહારનય કરતો નથી.”