________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૧૧
વિવેચન— દસમી ગાથામાં સમજાવ્યા પ્રમાણે સર્વે પણ દ્રવ્યોમાં પ્રતિસમયે પ્રગટ થતા ઉત્પાદ અને વ્યય પર્યાયર્થિકનયથી આવિર્ભાવ પણે ભલે તે તે સમયમાં જ હોય છે. તો પણ દ્રવ્યાર્થિકનયથી તિરોભાવ પણે અન્વયશક્તિથી સર્વ સમયોમાં પણ તે ઉત્પાદ અને વ્યય હોય જ છે. તેથી ભૂતાદિનો (ભૂત-ભાવિનો) બોધ થાય છે. જે સમયે નૃષિંડમાંથી ઘટ બન્યો, તે સમયે તો કૃષિંડનો નાશ અને ઘટની ઉત્પત્તિ છે. પરંતુ પ્રથમ સમયે થયેલી આ નાશ અને આ ઉત્પત્તિ તિરોભાવે દ્વિતીયાદિ શેષ સમયોમાં પણ અન્વયરૂપે છે જ. તેથી જ “ઘટ: ઉત્પન: વૃભિંડો નષ્ટ: = ઘટ ઉત્પન્ન થયો છે. ઘટ જોઈને સૃષિંડ નાશ પામ્યો છે. કપાલ જોઈને ઘટ નાશ પામ્યો છે. આમ ભૂતકાલવિષયક બોધ થાય છે.
૪૧૫
જો પ્રથમ સમયમાં થયેલી ઉત્પત્તિ અને નાશ દ્વિતીયાદિ શેષ સમયોમાં અનુગમશક્તિથી પણ ન જ હોત તો “આ ઘટ ઉત્પન્ન થયો, નૃષિંડ નાશ પામ્યો.” આવા પ્રકારનો ભૂતકાળ વિષયક બોધ દ્વિતીયાદિ સમયોમાં ન જ થાત. કારણ કે ત્યાં પ્રથમસમયવર્તી ઉત્પત્તિ અને નાશ નથી. પરંતુ ભૂતકાલવિષયક બોધ તો તે ઉત્પત્તિ નાશનો થાય જ છે. તે માટે પ્રથમસમયવર્તી ઉત્પત્તિ અને નાશ દ્વિતીયાદિસમયોમાં પણ અનુગમશક્તિથી (એટલે કે અન્વયરૂપે) તે તે દ્રવ્યોમાં અતીત રૂપે અવશ્ય છે જ. આ વાત દસમી ગાથામાં સમજાવી.
હવે આ અગ્યારમી ગાથામાં નિશ્ચયનયથી અને વ્યવહારનયથી ઉત્પત્તિ અને નાશનું સ્વરૂપ સમજાવે છે.
निश्चयनयथी " कयमाणे कडे" ए वचन अनुसरीनई "उत्पद्यमानं उत्पन्नं" इम હિ, પળિ વ્યવહારનયરૂં ‘ત્વદ્યતે, ઉત્પન્નમ, ઉત્પત્સ્યને, નતિ, નષ્ટમ્ નઽક્ષ્યતિ'' ए विभक्ति कालत्रयप्रयोग होइ.
જે વસ્તુ જે સમયે ઉત્પદ્યમાન (ઉત્પન્ન થતી) હોય છે. તે વસ્તુ તે વિવક્ષિત એક સમયમાં જ કેટલાક અંશે બની ચુકી છે માટે ઉત્પન્ન, ઉત્પત્તિ ચાલુ હોવાથી બીજા કેટલાક અંશે બનવાની છે. માટે ઉત્પત્યમાન, અને ઉત્પત્તિપ્રક્રિયા ચાલુ હોવાથી ઉત્પદ્યમાન, આમ નિશ્ચયનય વસ્તુના ઉત્પદ્યમાન સ્વરૂપવાળા ૧ સમયમાં જ ત્રણે કાળનો અન્વય કરે છે. એ જ રીતે નાશ પામતી વસ્તુમાં પણ વિક્ષિત એક સમયમાં જ નતિ, નષ્ટમ્ અને નતિ આમ ત્રણ કાળનો અન્વય કરે છે. તેથી જ્યમાળે ડે” “કરાતું હોય તેને કર્યું કહેવાય” આવા પ્રકારના નિશ્ચયનયના વચનને અનુસરીને અભેદપ્રધાન દૃષ્ટિના કારણે એક જ સમયમાં ત્રણે કાળનો પ્રયોગ કરે છે.