________________
૪૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૧૧ તે ઉત્પાદનનાશ પ્રથમસમયમાં જ આવિર્ભાવે છે. દ્વિતીયાદિ ક્ષણોમાં તે ઉત્પાદ અને નાશ આવિર્ભાવ નથી, દ્વિતીયાદિક્ષણોમાં તો દ્વિતીયાદિક્ષણવિશિષ્ટ ઉત્પાદ-વ્યય આવિર્ભાવે વર્તે છે. પણ પ્રથમક્ષણાવચ્છિન્ન ઉત્પાદ-વ્યય ત્યાં આવિર્ભાવે વર્તતા નથી. તેથી જ “ફાનીમુનઃ” ફલાની નષ્ટ: આવા પ્રયોગો આ સમયે (બીજા સમયે) કરાતા નથી. કારણ કે તતક્ષણા વચ્છિન્ન (પ્રથમ સમયાવચ્છિન્ન) એવા વિશેષણવાળો ઉત્પાદ અને નાશ દ્વિતીયાદિ સમયોમાં સંભવતો નથી.
કોઈ પણ એકસમયમાં થયેલા જે ઉત્પાદ અને નાશ છે. તે આવિર્ભાવે તે સમયમાં જ છે. અને તિરોભાવે શેષ સર્વ સમયમાં પણ છે. તેથી જ ઉત્પન્ન ઘટ, નષ્ટ ઘટ નો વ્યવહાર દ્વિતીયાદિ સમયોમાં થાય છે. પરંતુ પ્રતિસમયે જે પુરણગલન થવાથી ઘટની અપૂર્વ અપૂર્વ અવસ્થા બને છે. તે રૂપે થતા ઉત્પાદ-વ્યય પ્રતિસમયમાં આવિર્ભાવે જ વર્તે છે. તેથી પ્રતિસમયે કંઈકને કંઈક નવા નવા સ્વરૂપે ઘટ ઉત્પન પણ થાય છે. અને જુના સ્વરૂપે ઘટ નાશ પણ પામે છે. તેથી જ કાલક્રમે ઘટ જુનો બને છે.
અહીં પ્રતિસમયે પુગલોના પુરણગલનને લીધે “અપૂર્વ અપૂર્વ ઘટ ઉત્પન્ન થયો” આમ બોલવામાં જે “ઘટ” શબ્દ બોલાય છે. તથા પ્રથમસમયમાં મૃર્લિંડનો નાશ અને ઘટની ઉત્પત્તિ થાય છે. ઈત્યાદિ વાક્યોમાં જે “ઘટ” શબ્દ કહેવાય છે. ત્યાં “ઘટ” શબ્દ કહેતાં દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ મૃદ્ધવ્ય જાણવું. એટલે કે પ્રતિસમયમાં કે પ્રથમસમયમાં જે “ઘટ ઉત્પન્ન થયો ઘટ ઉત્પન થયો” આમ જે બોલાય છે. તેનો અર્થ દ્રવ્યાર્થિકનયથી આવો લેવો કે માટી દ્રવ્ય જ રૂપાન્તરતાને પામ્ય છતું અન્વયિભાવે વર્તે છે. એટલે કે ઘટાકારપણે મદ્રવ્ય ઉત્પન્ન થયું. અર્થાત્ જે મૃદ્રવ્ય પહેલાં પિંડાકારે હતું તે મૃદ્ધવ્ય, હવે પિંડ આકારે નાશ પામ્યું અને ઘટાકારે જે પૂર્વે ન હતું તે હવે આ જ પૃદ્રવ્ય ઘટાકારે ઉત્પન્ન થયું. આમ, મૃદદ્રવ્ય જ નાશ પામ્યું અને મૃદ્ધ જ ઉત્પન થયું. આવો અર્થ સમજવો. કારણ કે ઉત્પત્તિ અને નાશ આ બે પર્યાયો હોવાથી, તે બેની આધારતા સામાન્યરૂપમાં (દ્રવ્યમાં) જ કહેવાય. આ રીતે દ્રવ્ય પોતે જ તે તે આકારે નાશ અને ઉત્પાદ પામે છે. તેથી જે પિંડાકાર હતો, તે નાશ પામ્યો, તેનો અભાવ થયો, અર્થાત્ પિંડાકાર પ્રતિયોગિભાવને પામ્યો, અને ઘટાકાર જે ન હતો, ઘટાકારનો જે અભાવ હતો, અર્થાત્ જે ઘટાકાર પ્રતિયોગી હતો, તે જ ઘટ હવે ઉત્પન્ન થયો, ભાવાત્મક બન્યો, અપ્રતિયોગી બન્યો આમ ઉત્પાદ અને નાશ જ્યારે “ફાની પ્રતિમયાવચ્છિન” ઈત્યાદિ પણે વિશેષરૂપે વિવક્ષીએ ત્યારે તે