Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૧૦
૪૧૧
पहिला-प्रथमक्षणइं थया, जे उत्पत्ति-नाश, ते ध्रुवतामांहि भल्या. अनुगम कहतांएकता, ते शक्ति सदाई छइ, अछतइं पणि आद्यक्षणइं उपलक्षण थइनइं आगलिं क्षणइं, द्रव्यरूपतत्संबंध कहिइं. "उत्पन्नो घटः, नष्टो घटः" इति सर्वप्रयोगात्
દિન શબ્દનો અર્થ જે પ્રથમક્ષણ, તે પ્રથમક્ષણમાં જે (મૃતિંડનો) નાશ, અને (ઘટપર્યાયની) ઉત્પત્તિ થઈ છે. તે નાશ અને ઉત્પત્તિ પ્રથમ સમયમાં તો છે જ, પરંતુ
ત્યાં આવિર્ભાવ રૂપે (પ્રગટપણે) છે. અને બાકીના દ્વિતીયાદિ સમયોમાં ધ્રુવ એવા મૃદ્રવ્યમાં પણ તે ઉત્પાદ અને વ્યય અનુગમશક્તિથી એટલે કે એકતા એવી તે શક્તિથી હંમેશાં વર્તે છે. સારાંશ કે પ્રથમ સમયે થયેલ મૃર્લિંડનાશ અને ઘટપર્યાયની ઉત્પત્તિ પ્રથમ સમયમાં આવિર્ભાવ પણે (એટલે કે પ્રગટપણે) વર્તે છે. અને તે જ નાશ અને ઉત્પત્તિ દ્વિતીયાદિ સમયોમાં તે જ દ્રવ્યમાં તિરોભાવે સદા રહેલી છે. અહીં અનુગમશક્તિ શબ્દનો અર્થ એકતાશક્તિ, અને તેનો અર્થ આદ્યસમયનું અને દ્વિતીયાદિ સમયનું દ્રવ્ય તેનું તે એક જ છે. અન્વયરૂપે ધ્રુવ છે. તેથી એકના એક એવા દ્રવ્યમાં તે ઉત્પાદ-વ્યય તિરોભાવે સર્વ સમયોમાં અવશ્ય રહેલા જ છે. આમ જાણવું.
મછત૬ પદ = જે આદ્યક્ષણ હતો, તે ભલે દ્વિતીયાદિસમયોમાં અછતો થઈ ગયો. આમ આધક્ષણ અછતો થવા છતાં પણ તથા તે પ્રથમ સમયવર્તી નાશ અને ઉત્પાદ આવિર્ભાવે અછતા થવા છતાં પણ ઉપલક્ષણ થઈ (ગુપ્તપણે થઈને અર્થાત્ તિરોભાવપણે થઈને) તે ઉત્પાદ-નાશ આગલા ક્ષણોમાં (દ્વિતીયાદિ ક્ષણોમાં) પણ દ્રવ્યરૂપ પણાના સંબંધથી અવશ્ય વર્વે જ છે. આમ સમજવું અને આમ કહેવું. પ્રથમ સમયે જે મૃદ્ધવ્યમાં ઉત્પાદ અને વ્યય થયા, તે જ મૃદ્ધવ્ય દ્વિતીયાદિ સમયમાં પણ વર્તે જ છે, આમ દ્રવ્યની પૂર્વાપર સમયમાં એકતા હોવાથી સર્વ સમયોમાં દ્રવ્યનો અન્વય હોવાથી દ્રવ્યરૂપે તે ઉત્પાદવ્યયનો સંબંધ તિરોભાવે અન્યસમયોમાં પણ વર્તે જ છે.
પ્રથમ સમયમાં થયેલા જે ઉત્પાદ અને નાશ છે. તે દ્વિતીયાદિ સમયોમાં પણ ઉપલક્ષણ પણે (તિરોભાવ પણે) વર્તે છે. તેથી જ દ્વિતીયાદિ સર્વ સમયોમાં જ્યારે
જ્યારે તે વસ્તુ તરફ જોઈએ ત્યારે ત્યારે આ ઘટ ઉત્પન્ન થયો છે. આ ઘટ નષ્ટ થયો છે. આવું દેખાય છે. અને આવો પ્રયોગ થઈ શકે છે. જો પ્રથમસમયના ઉત્પાદ-વ્યય દ્વિતીયાદિ સમયોમાં ન જ હોત તો દ્વિતીયાદિ સમયોમાં પ્રથમસમયવર્તી નાશ અને ઉત્પત્તિ ન હોવાથી તે ઉત્પત્તિ અને નાશ વિના ઉત્પન અને નષ્ટના વ્યવહારનો (અતીત વિષયક) પ્રયોગ પણ ન થાત. પણ ઉત્પન્ન અને નષ્ટનો વ્યવહાર થાય છે.
(PI) ૪