Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૯ : ગાથા-૧૦
૪૦૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉત્પનઘટઈ નિજદ્રવ્યના, ઉત્પત્તિ નાશ કિમ હોઈ રે ! સુણિ ધ્રુવતામાં પહિલા ભજિયા, છઈ અનુગમશક્તિ દોઈ રે !
જિનવાણી પ્રાણી સાંભળો // ૯-૧૦ || ગાથાર્થ– ઉત્પન્ન થઈ ચુકેલા એવા ઘટમાં પોતાના દ્રવ્યના ઉત્પાદ અને નાશ હવે કેમ હોય ? હે શિષ્ય સાંભળ ! (અનુગમ શક્તિથી એટલે) એકતાશક્તિથી તે ઉત્પાદ અને નાશ એમ બને ધ્રૌવ્ય એવા દ્રવ્યમાં પહેલેથી જ ભળેલા છે. ૯-૧all
- ટબો- ચાવત્કાલ એક વસ્તુમાંહિ વણિ ૩ લક્ષણ કિમ હોઈ ? તે નિર્ધાર છઇ. “ઉત્પત્તિ થઈ છઈ જેહની, એડવો જે-ઘટ, તેહનઇ વિષઈ દ્વિતીયાદિ ક્ષણ સ્વદ્રવ્ય સંબંધે ઉત્પત્તિ નાશ કિમ હોઈ ? જે માટઇ પ્રથમક્ષણસંબંધ રૂપઉત્તરપર્યાયોત્પત્તિ, તેહ જ- પૂર્વપર્યાયનાશ, તુહે પૂર્તિ થાપ્યો છઈ,” એ શિષ્ય પ્રશ્ન પૂછયું ગુરુ પ્રતિ, ઈહાં ગુરુ ઉત્તર શિષ્ય પ્રતિ કહઈ છઈ, સાંભલઈ શિષ્ય. પહિલા-પ્રથમ ક્ષણઈ થયા જે ઉત્પત્તિ નાશ, તે ધ્રુવતામાંહિ ભલ્યા. અનુગમ કહેતાં એકતા, તે શક્તિ સદાઈ છઈ, અછતઈ પણિ આધક્ષણઈ ઉપલક્ષણ થઈનઈ આગલિં ક્ષણઈ દ્રવ્યરૂપ તત્સંબંધ કહિઈ, “ઉત્પનો ઘટા, નષ્ટો પર: રૂતિ સર્વપ્રથોદ્. “નીમુત્વ નષ્ટ:” ઈમ કહિઈ, તિવારઈ-એતણવિશિષ્ટતા ઉત્પત્તિનાશનઈ જાણિઈ, તે દ્વિતીયાદિક્ષણઈ નથી. તે માટઈ દ્વિતીયાદિક્ષણઈ “ફાનીમુનઃ” ઈત્યાદિ પ્રયોગ ન થાઈ. “ઘટ” કહેતાં ઇહાં દ્રવ્યાથદેશઈ મૃદદ્રવ્ય લેવું. જે માટિ ઉત્પત્તિ-નાશાધારતા સામાન્યરૂપ કહિઈ તત્વતિયોગિતા તે વિશેષરૂપઈ કહિ૪. I ૯-૧૦ |
વિવેચન– ઉપરની ગાથાઓમાં પ્રત્યેક પદાર્થો પ્રતિસમયે સત્ છે. અને જે સત્ હોય છે. તે અવશ્ય ત્રિલક્ષણયુક્ત જ હોય છે. તેથી સર્વે દ્રવ્યો પ્રતિસમયે ઉત્પાદાદિ ત્રણ ધર્મોવાળાં છે. આમ સિદ્ધ કર્યું. તે બાબતમાં કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે
यावत्काल एक वस्तुमांहि त्रणि ३ लक्षण किम होइ ? ते निर्धारई छई
ઘટ-પટ આદિ જે કોઈ પદાર્થો છે. તે પદાર્થો જે સમયે બને છે. (ઉત્પન થાય છે) તે સમયે તો તેમાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણો હોય છે. આ વાત સમજાય છે. પરંતુ યાવત્કાલ સુધી એટલે કે જે ઘટપટ બન્યા છે, તે જ્યાં સુધી ફુટે નહી, ત્યાં સુધી હવે તે એક (એક) વસ્તુમાં ઉત્પાદાદિ આ ત્રણ લક્ષણો પ્રતિસમયે કેમ હોય ? કારણ કે ઉત્પત્તિ સમયે જ ઉત્પાદાદિ બની ગયા. હવે તો તે ઉત્પત્તિ-નાશ રહ્યા નથી, માત્ર