________________
૪૦૮ ઢાળ-૯ : ગાથા-૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ बीजं वस्तुनी सत्ता त्रिलक्षणरूप ज छइ. "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्' ५-२९ इति तत्त्वार्थवचनात्, तो सत्ताप्रत्यक्ष तेह ज विलक्षण साक्षी छइ. तथारूपइ सद्व्यवहार साधवा अनुमानादिक प्रमाण अनुसरिइं छइं. ॥ ९-९ ॥
તથા વળી બીજી વાત એવી છે કે વસ્તુમાત્રની સત્તા ત્રણલક્ષણરૂપ જ છે. જ્યાં જ્યાં સત્તા હોય છે. ત્યાં ત્યાં અવશ્ય ઉત્પાદાદિ ૩ લક્ષણો હોય જ છે. અને જ્યાં
જ્યાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણો હોય છે. ત્યાં ત્યાં જ સત્તા હોય છે. તત્ત્વાર્થસૂત્રકારે તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે “ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે લક્ષણોથી યુક્ત જે પદાર્થ છે. તે “સ” કહેવાય છે. વસ્તુ પોતે સ્વયં અસત્ હોય અને તેને સત્તાનો સમવાય થવાથી તે સત્ બને, એવી તૈયાયિકાદિની વાત સર્વથા મિથ્યા છે. કારણ કે જે પદાર્થ પોતે સ્વયં અસત્ હોય તે સત્તાના યોગથી પણ સત્ બને નહીં. અને જો આમ બને તો શશશૃંગાદિ અસત્ પદાર્થો પણ સત્તાના સમવાયથી સત્ બનવા જોઈએ. માટે સત્તાના સમવાયથી સત્ નહીં પરંતુ સ્વયં પદાર્થ પોતે ત્રિલક્ષણયુક્ત છે. માટે સત્ છે. “ત્રિલક્ષણ યુક્તતા” એ જ સનું સાચું લક્ષણ છે.
તે = તેથી જે જે પદાર્થોની સત્તા પ્રત્યક્ષ સાક્ષાત્ દેખાય છે. તે સત્તાનું પ્રત્યક્ષદર્શન જ “વસ્તુ ત્રણ લક્ષણાત્મક છે” આ વાતમાં સાક્ષીભૂત છે. જો ત્રણલક્ષણાત્મક ન હોત તો શશશૃંગની જેમ સત્તા જ ન હોત. તેથી સત્તાની જે પ્રત્યક્ષતા જણાય છે તેનાથી જ ત્રણલક્ષણાત્મકતા પ્રત્યક્ષ છે. અને જ્યાં પ્રત્યક્ષપ્રમાણતા હોય છે. ત્યાં અન્ય અનુમાનાદિ પ્રમાણો લગાવવાની જરૂર રહેતી જ નથી. છતાં વસ્તુ જે સ્વરૂપે “સ” છે. તેવા સ્વરૂપે વસ્તુના સત્ સ્વરૂપનો વ્યવહાર સાધવા માટે અનુમાનાદિક પ્રમાણો પણ અનુસરવામાં આવે છે. સમજાવવાનો આશય એવો છે કે જેમ ઘટ પટાદિ જે પદાર્થો ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાય છે તેને સાધવા અનુમાનાદિ ઈતર પ્રમાણોની જરૂર જ રહેતી નથી. તેમ સત્તા પણ સાક્ષાત્ જણાતી હોવાથી ત્રણલક્ષણાત્મકતા પણ સ્વયં પ્રત્યક્ષ જણાય જ છે. સાક્ષાત્ દેખાય જ છે. તેથી ત્રિલક્ષણાત્મકતા સિદ્ધ કરવામાં અનુમાનાદિ ઈતર પ્રમાણોની જરૂર નથી. છતાં અનુમાનાદિ ઈતર પ્રમાણોથી પણ ત્રિલક્ષણાત્મકતા સમજાવાવમાં આવે છે. તે સવ્યવહારને વધારે દઢ-સ્પષ્ટ અને વિશદ કરવા માટે કરાય છે. દ્રવ્ય, ત્રિનૈક્ષત્મિ, કવ્યાયાત્મવાત વ્યવહા૨૬ વા પટપટાવતું આ રીતે સર્વત્ર અનુમાનાદિ પ્રમાણો પણ સમજવાં. તે ૧૪૨ |