Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૦૬
ઢાળ-૯ : ગાથા—૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આ બન્ને ભિન્ન દ્રવ્યો છે. અને દૂધકાળે હજુ દહીં દ્રવ્ય બન્યુ નથી. કાળાન્તરે બને છે. તેથી જ્યારે દહીં બને છે. ત્યારે જ દહીંનો ઉત્પાદ થાય છે. દૂધકાળે દહીંપણું નથી જ. આમ દહીનો અવશ્ય ઉત્પાદ છે. આ દહીંનો ઉત્પાદ સિદ્ધ કર્યો.
·
तथा " अगोरस ज जिमुं" एहवा व्रतवंत दूध-दहीं २ न जिमइं. इम गोरसपणइ २ नई अभेद छइ. इहां दधिपणई उत्पत्ति, दुग्धपणई नाश, गोरसपणई ध्रुवपणुं, प्रत्यक्षसिद्ध छइ. ए दृष्टान्तई सर्वजगद्वर्ति भावनइ लक्षणत्रययुक्तपणुं कहेवुं. श्लोक
તથા મારે “અગોરસ જ જમવું” ગાયના રસથી (દૂધ અને દૂધથી) બનેલા સઘળા પદાર્થો ન જમવા. બાકીના જ પદાર્થો જમવા. આવા પ્રકારના વ્રતવાળા પુરુષો ૧ દૂધ અને ૨ દહીં. આ બન્ને પદાર્થો જમતા નથી. આ પ્રમાણે દૂધનો નાશ થવા છતાં, દહીંનો ઉત્પાદ થવા છતાં “ગોરસપણે” ગાયના રસપણે, દૂધ-દહીંનો અભેદ (એકતા) પણ છે જ. તેથી ધ્રૌવ્ય પણ અવશ્ય છે. આ ઉદાહરણમાં દૂધકાળે દહીં નથી મનાતું. પણ દહીંકાળે જ દહીં મનાય છે. તેથી દહીંકાળે દહીંપણે ઉત્પાદ પણ છે જ. દૂધનો નાશ પણ છે જ. તથા દૂધ-દહીંમાં ગોરસપણું ધ્રુવ પણ રહે જ છે. તેથી ધ્રૌવ્યપણું છે જ. આમ દધિપણે ઉત્પાદ, દૂધપણે નાશ, અને ગોરસપણે ધ્રુવતા આ ત્રણે લક્ષણો પ્રત્યક્ષપ્રમાણથી અનુભવસિદ્ધ છે જ. વધારે કહેવાની કંઈ જરૂર જ નથી. જ્યાં પ્રત્યક્ષ પ્રમાણથી વસ્તુની સિદ્ધિ થાય છે. ત્યાં અનુમાનાદિ અન્ય પ્રમાણોની જરૂર નથી.
આ એક દૃષ્ટાન્તને અનુસારે સમસ્ત જગર્તી સઘળા ભાવોનું (પદાર્થોનું) ત્રણલક્ષણોથી યુક્તપણું છે. આમ કહેવું. કારણકે આ હકીકત સો ટચના સોના જેવી સંપૂર્ણ સત્ય છે. બૌદ્ધ અને નૈયાયિકની જેમ મિથ્યા નથી કે કલ્પનામાત્ર નથી. પણ સંપૂર્ણ સત્ય છે.
આ જ બાબતને સમજાવનારો શ્લોક આ પ્રમાણે છે.
पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः ।
અગોરવ્રતો નોષે, તસ્માત્ વસ્તુ ત્રયાભમ્ ॥ ↑ " (શા. વા. સ. ૯/૩) अन्वयिरूप अनइ व्यतिरेकिरूप द्रव्य-पर्यायथी सिद्धान्ताविरोधइं सर्वत्र अवतारीनइ
३ लक्षण कहवां. "केतलाइक भाव व्यतिरेकिज, केतलाइक भाव अन्वयिज" इम जे अन्यदर्शनी कहइ छइ तिहां अनेरां भाव स्याद्वादव्युत्पत्तिं देखाडवा.