Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૦૪
ઢાળ-૯ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः ।
અગોરસવ્રતો નોમે, તસ્માત્ વસ્તુ ત્રયાત્મમ્ ॥ ↑ ॥ (શા. વા. સ. ૯-૩)
અન્વયિરૂપ અનઇ, વ્યતિરેકિરૂપ, દ્રવ્ય પર્યાયથી સિદ્ધાન્તાવિરોધÛ સર્વત્ર અવતારીનઈ ૩ લક્ષણ કહવાં.
કૈતલાઈક ભાવ વ્યતિરેકિ જ'' કેતલાઈક ભાવ અન્વયિ જ” ઈમ જે અન્યદર્શની કહઈ છઈ, તિહાં અનેરાં ભાવ સ્યાદ્વાદવ્યુત્પત્તિ દેખાડવાં. બીજું વસ્તુની સત્તા ત્રિલક્ષણરૂપ જ છઈં “ઉત્પાર્વ્યય થ્રૌવ્યયુń સત્” ૫-૨૯ કૃતિ તત્ત્વાર્થવષનાત્, તો સત્તા પ્રત્યક્ષ તેહ જ ત્રિલક્ષણ સાક્ષી છઈ. તથારૂપઈ સર્વ્યવહાર સાધવા અનુમાનાદિક પ્રમાણ અનુસરિÜ છ ́. || ૯-૯ ||
વિવેચન– મનની વાસનાના ભેદથી જ શોકાદિકાર્યો થાય છે. પરંતુ પદાર્થમાં ઉત્પાદાદિ ૩ લક્ષણો નથી એમ માનીને બૌદ્ધોએ ત્રિપદીને ઉડાવવા પ્રયત્ન કરેલો છે. તથા નૈયાયિકો એકાન્તભેદવાદી હોવાથી તે ભેદનયના સંસ્કારોની પરવશતાથી મહાગૌરવ હોવા છતાં પૂર્વ સમયમાં નાશ અને ઉત્તર સમયમાં ઉત્પાદ માનીને એકસમયમાં આ ૩ લક્ષણો હોતાં નથી આમ તેઓએ પણ ત્રિપદીને ઉડાવવા પ્રયત્ન કરેલો છે. આ બધા વાદીઓને યથોચિત સુંદર ઉત્તર આપીને તેવી તેવી માન્યતામાં શું શું દોષો આવે છે. તે જણાવીને પ્રત્યેક સમયે પ્રત્યેક પદાર્થોમાં આ ૩ લક્ષણરૂપ ત્રિપદી છે જ. અને તો જ તે પદાર્થ સત્ બને છે. પણ પદાર્થોમાં સમવાયસંબંધથી સત્તા રહે છે માટે સત્ બને છે. આમ નથી અર્થાત્ સત્તાના સમવાયથી પદાર્થ સત્ બનતો નથી. આ વાત સમજાવીને એક જ સમયમાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણો છે જ, આ વાત એક સુંદર ઉદાહરણ આપીને ગ્રંથકારશ્રી ફરી ફરી સમજાવે છે. તે ઉદાહરણ આ પ્રમાણે છે.
નધિદ્રવ્ય, તે દુધદ્રવ્ય નહીં, ને માર્ટિ-નેનડું દૂધનું વ્રત છડ઼- ‘‘દૂધ ન નિમવું’’ एहवी प्रतिज्ञारूप, ते दहीं जिमई नहीं. दुग्धपरिणाम ज दधि, इम जो अभेद कहिइं, तो दधि जिमतां दुग्धव्रतभंग थयो न जोइइं.
દૂધમાં મેળવણ (ખટાશ) નાખવાથી જે દૂધ છે તે જ દહીં રૂપ બને છે આ ઉદાહરણ સર્વ જીવોને અનુભવસિદ્ધ છે. અહીં દૂધનો નાશ અને દહીની ઉત્પત્તિ પ્રતિસમયે એકી સાથે છે. દૂધનો નાશ અને દહીની ઉત્પત્તિ થવા છતાં તેમાં ગોરસપણું (ગાયના અંશપણું) કાયમ રહે જ છે. તે ચાલ્યું જતું નથી. આ રીતે નાશ-ઉત્પત્તિ અને ધ્રૌવ્ય ત્રણે લક્ષણો તે પદાર્થમાં પ્રતિસમયે છે. ત્યાં “દૂધના નાશખી યુક્તિ પ્રથમ જણાવે છે.