________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૯
૪૦૫ આખો દિવસ “દૂધ જ પીવું” (બીજું કંઈ ખાવું નહીં, એવો નિયમ જેણે લીધો હોય તે દુગ્ધવ્રતવાળો પુરુષ જાણવો. એવી જ રીતે આખો દિવસ ' “દહી જ ખાવું” (બીજું કશું જ લેવું નહીં) આવા નિયમવાળો પુરુષ તે દધિવ્રતવાળો જાણવો. તથા આજે આખો દિવસ “અગોરસ જ ખાવું” (ગાયનું દૂધ, અને તે દૂધમાંથી બનેલા તમામ પદાર્થોને છોડીને બીજા જ પદાર્થો ખાવા) આવો નિયમ જેઓએ લીધો હોય તે અગોરસવતવાળા” જાણવા. આમ ધારો કે જુદા જુદા ત્રણ નિયમવાળા ત્રણ પુરુષો છે.
દૂધમાંથી જ્યારે દહીં બને છે ત્યારે હવે જે દહીંદ્રવ્ય બન્યું છે. તે દૂધદ્રવ્ય મનાય નહીં, અને કહેવાય પણ નહીં. જે માટે = કારણ કે જેને “દુષ્પવ્રત છે.” એટલે કે મારે આજે આખો દિવસ “દૂધ જ જમવું” આવી પ્રતિજ્ઞા પાળવા રૂપ વ્રત જેણે લીધું છે. તે સંસારમાં દહીં જમતા (દેખાતા) નથી. અહીં કોઈ એવો તર્ક લગાવે કે આ જે દહી છે તે દૂધનો પરિણામ જ છે. દૂધનું રૂપાન્તરમાત્ર જ છે. અર્થાત્ બીજા રૂપે બનેલું દૂધ જ છે. આમ જો કોઈ અભેદ કહે તો તે દહીને (દૂધ માનીને) જમતાં દુગ્ધ જ જમવું” એવા લીધેલા દુષ્પવ્રતના નિયમનો ભંગ થવો ન જોઈએ. પરંતુ સંસારમાં દુધના વ્રતવાળા કોઈ પુરુષો દહીં જમતા નથી. અને જો જમે તો વ્રતભંગ મનાય છે. તેથી નક્કી સમજાય છે કે “દહીમાં હવે દૂધપણું રહ્યું નથી જ” દૂધપણું ચાલ્યું જ ગયું છે. અર્થાત્ દૂધનો નાશ તેમાં અવશ્ય થયેલો છે જ. આ દૂધનો નાશ સમજાવ્યો. દહીં બનેલા કાળે દૂધપણાનો નાશ થયેલ હોવાથી અને “દૂધ જ પીવું” આવી પ્રતિજ્ઞા હોવાથી દહીં ખવાતું નથી. અને જો દહીં ખાય તો વ્રત ભંગ થાય છે.
इम-दूध, ते दहींद्रव्य नहीं, परिणामी माटइ अभेद कहिइं, तो दूध जिमतां दधिव्रतभंग न थयो जोइइ. दधिव्रत तो दूध नथी जिमतो.
હવે દહીનો ઉત્પાદ સમજાવે છે કે- આ પ્રમાણે જે દૂધ છે. તે દૂધને દહીં દ્રવ્ય કહેવાય નહીં. તે દૂધને દહીં જ છે. આમ માનીને દહીંનો વ્યવહાર ન કરાય. કદાચ કોઈ પ્રશ્ન કરે કે- દહીં એ દૂધનો જ પરિણામ છે. રૂપાન્તર જ છે. પરિણાના દૂધના પરિણામવાળું જ દહીં છે. કંઈ નવું દ્રવ્ય નથી. તેનું તે જ દ્રવ્ય છે. એમ માનીને દૂધ-દહીનો અભેદ (એક જ) છે. આમ જો કોઈ કહે તો “મારે આજે આખો દિવસ દહીં જ ખાવું” આવા પ્રકારના દહીના વ્રતવાળા પુરુષને દૂધનું ભોજન કરતાં “દધિવ્રત” નો ભંગ ન થવો જોઈએ. પરંતુ મારૂ દધિવ્રત ભાંગી જશે આમ સમજીને દધિવ્રતવાળા પુરુષો દૂધ જમતા નથી. તેથી નક્કી થાય છે કે દૂધ અને દહીં