________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૯
૪૦૩
લઈને, ફળમુખ ગૌરવ માની લઈને ચલાવી લે છે. પરંતુ એકાન્તભેદની વાસના ત્યજતો નથી. એટલે કે “કથંચિત્ અભેદ પણ છે” આમ (સ્યાદ્વાદને) સ્વીકારતો નથી. કારણ કે એમ સ્વીકારવામાં સ્યાદ્વાદનો આશ્રય આવી જ જાય છે. સાચા માર્ગથી ભ્રષ્ટ થયેલાને અને હાથમાં આવેલા ખોટા માર્ગને સાચો માનવાના હઠાગ્રહીને ખોટાને સાચુ કરવા કેટલાં કપટ કરવાં પડે છે ? તેનું આ ઉદાહરણ છે ? તેના કરતાં સાચું તત્ત્વ માની લે, તો શું નુકશાન તેથી ગ્રંથકારશ્રી ભાવદયાથી કહે છે કે આવો ડાહ્યો ગણાતો નૈયાયિક એકાન્ત ભેદની વાસના (એકાન્તભેદના સંસ્કારો) જગતને કેમ આપતો હશે ? સાચું કેમ નહી સમજતો હોય અને લોકોને સાચુ કેમ નહી (સમજાવતો) આપતો હોય ? (મિથ્યાત્વ) મોહની વાસના જ ભયંકર છે.
તેઓનો મત આવો છે કે જ્યાં જ્યાં કલ્પનાનું ગૌરવ હોય છે. તેને અમે સહન ન કરીએ. પરંતુ જ્યાં કલ્પનાનું લાઘવ હોય તેને સહન કરીએ. પરંતુ હવે તો આ બોલવા પુરતું જ રહ્યું. આમ જાણવું. ॥ ૧૪૧ ||
દુગ્ધવ્રત દધિ ભુંજઈ નહીં, નવિ દૂધ દધિવ્રત ખાઈ રે । નવિ દોઈ અગોરસવ્રત જિમઈ, તિણિ તિય લક્ષણ જગ થાઈ રે ।।
જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૯ |
ગાથાર્થ દૂધના વ્રતવાળો પુરુષ દહીં જમતો નથી, દહીંના વ્રતવાળો પુરુષ દૂધ ખાતો(પીતો) નથી. અને “અગોરસના વ્રતવાળો” પુરુષ બન્ને જમતો નથી. તે કારણથી જગત્ (જગતના સર્વે પદાર્થો) ત્રણલક્ષણવાળું (વાળા) છે. ॥ ૯-૯ ॥
ટબો- દધિદ્રવ્ય તે દુગ્ધદ્રવ્ય નહીં. જે માટિ-જેહનઇં દૂધનું વ્રત છઇં, “દૂધ જ જિમવું” એહવી પ્રતિજ્ઞારૂપ, તે દહીં જિમઈં નહીં. દુગ્ધપરિણામ જ દધિ, ઇમ જો અભેદ કહિÛ. તો દધિ જિમતાં દુગ્ધવ્રત ભંગ થયો ન જોઈઈં.
ઈમ દૂધ તે દધિદ્રવ્ય નહીં, પરિણામી માટઇં અભેદ કહિü. તો દૂધ જિમતાં દધિવ્રતભંગ ન થયો જોઈઈં. દધિવ્રત તો દૂધ નથી જિમતો.
તથા “અગોરસ જ જિમું' એહવા વ્રતવંત દૂધ-દહીં ૨ ન જિમÛ, ઇમ ગોરસપણઇં ૨ નઇં અભેદ છઇં. ઇહાં-દધિપણઇં ઉત્પત્તિ, દુગ્ધ પણ ́ નાશ, ગોરસપણÛ ધ્રુવપણું પ્રત્યક્ષસિદ્ધ છઈ. એ દૃષ્ટાન્તઈ સર્વજગર્તિ ભાવનÛ લક્ષણત્રયયુક્તપણું કહેવું. શ્લોક