Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૯ : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૪૦૧ આ કારણથી જ સુવર્ણના ઘટના નાશથી અભિન એવી હેમમુકુટોત્પત્તિને વિષે હેમઘટના “અવયવોનો વિભાગ” વિગેરે કારણ છે. અર્થાત્ ઉત્પત્તિ નાશથી અભિન છે. બન્ને એકરૂપ છે. એટલે કે પૂર્વપર્યાયનો નાશ એ જ ઉત્તરપર્યાયની ઉત્પત્તિ છે. અને તેમાં અવયવવિભાગ એ જ હેતુ છે. પરંતુ પૂર્વપર્યાયનો નાશ તે હેતુ નથી. તથા નાશ અને ઉત્પત્તિ ભિન્ન ભિન્ન સમયવર્તી પણ નથી. વ્યવહારથી એમ લાગે કે ગ્લાસ પડ્યો એટલે ફુટ્યો. પરંતુ વાસ્તવિક તો જે સમયે પડ્યો તે સમયે જ ફુટ્યો છે. એક વક્ર અંગુલીને સીધી કરતાં વ્યવહારથી એમ લાગે છે કે વાંકાપણું ગયા પછી સરળપણું આવ્યું. પરંતુ પરમાર્થદૃષ્ટિએ તો જે જે સમયે જેટલી જેટલી વક્રતા ગઈ તે તે સમયે તેટલી તેટલી ઋજુતા આવી જ છે. “આ કપડું ફાડીને બે ટુકડા કરી આપો” આમ સ્થૂલદષ્ટિએ બોલાય છે. પરંતુ કપડુ જેમ જેમ ફાટતું જાય છે તેમ તેમ તે સમયે ટુકડા થતા જ જાય છે. ફાડ્યા પછી ટુકડા થતા નથી. ફાડતી વખતે જ થાય છે. એટલે કે ફાડવું એ જ ટુકડા થવા રૂપ છે. આ બધાં ઉદાહરણોથી સમજાશે કે પૂર્વોત્તર પર્યાયમાં નાશ-ઉત્પત્તિ એ બે જુદી વસ્તુ નથી. એ બેમાં પરસ્પર કાર્યકારણભાવ નથી. આ બને ભાવો, એ એક જાતની રૂપાન્તરતા માત્ર છે અને તેમાં “અવયવોનો વિભાગ”(એટલે કે અવયવોના વિભાગરૂપે રહેલું દ્રવ્ય) એ જ એક કારણ છે.
अत एव महापटनाशाभिन्न खंडपटोत्पत्तिं प्रति एकादितंतु संयोगापगम हेतु छइ.
આ કારણથી એક અખંડ વસ્ત્ર હોય અને તેના ટુકડા કરવામાં આવે ત્યાં મહાપટનો નાશ પણ છે અને ખંડપટની ઉત્પત્તિ પણ છે. પરંતુ આ બને અભિન્ન છે. અર્થાત્ એક જ છે. અને તેમાં એક-બે-ચાર તંતુઓના સંયોગનો અપગમ (નાશ) થવો એ જ કારણ છે. તેથી મહાપટના નાશથી અભિન્ન એવા ખંડપટની ઉત્પત્તિમાં એકાદિતંતુઓના સંયોગનો અપગમ એ જ વાસ્તવિક કારણ છે. પરંતુ પૂર્વપર્યાયના નાશાત્મક મહાપટનો નાશ, એ ખંડપટની ઉત્પત્તિમાં કારણ નથી. કારણ કે જેમ ખંડપટ ઉત્પન્ન થાય છે. તેમ મહાપટનો નાશ પણ ઉત્પન્ન થતો હોવાથી કાર્યાત્મક છે. કારણાત્મક નથી. જેમ ઉત્તરપર્યાયનો ઉત્પાદ ઉત્પન્ન થાય છે તેથી કાર્યાત્મક છે. તેમ પૂર્વપર્યાયનો નાશ પણ ઉત્પત્તિવાળો હોવાથી તે પણ કાર્ય સ્વરૂપ છે કારણ સ્વરૂપ નથી. કારણ કે ઉત્પાદની જેમ નાશ પણ ઉત્પદ્યમાન છે. અને અવયવોનું છુટા પડવું તે તેમાં કારણ છે. આ રીતે ઘટનાશ અને મુકુટોત્પત્તિ આ બન્ને રૂપાન્તરતા સ્વરૂપે એક જ કાર્ય છે. અને તેમાં અવયવવિભાગ એ જ એક કારણ છે.