________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૮
૩૯૯ - વિવેચન- વિશ્વવર્તી જે સમસ્ત પદાર્થો છે. તે સર્વે સત્ છે. અને ઉત્પાદાદિ ત્રણે લક્ષણોથી યુક્ત છે. યોગાચાર બૌદ્ધો કે માધ્યમિક બૌદ્ધો કહે છે તેવી શૂન્યતા આ સંસારમાં નથી. પરંતુ આ સત્ય સમજવા માટે એકાન્તમત છોડીને અનેકાન્તદષ્ટિ (સ્યાદ્વાદષ્ટિ) જો ધારણ કરવામાં આવે તો જ સમજાય છે. જ્યાં સુધી એકાન્તવાદની માન્યતાઓ જોર કરે છે ત્યાં સુધી સાચુ સત્ય સમજાતું નથી. અને વસ્તુનું ખોટુસ્વરૂપ સાચું લાગે છે. અને તેને સત્યની મહોર મારવા માટે ઘણા તર્કો (કુતર્કો) તે જીવ કરે છે. કાર્ય-કારણની માન્યતામાં પણ એકાન્તભેદની વાસના આવી જ ગુંચવણો ઉભી કરે છે. તે ગ્રંથકારશ્રી જણાવે છે. અહીં સુધી બૌદ્ધની વાત કહીને હવે તૈયાયિકની કંઈક વાત લખે છે
इम-शोकादिकार्यत्रयनइ भेदइं-उत्पाद-व्यय-ध्रौव्य ए ३ लक्षण वस्तुमांहि साध्यां. पणि अविभक्तद्रव्यपणइ अभिन्न छइं.
સુવર્ણ ઘટનાશ, સુવર્ણમુકુટોત્પત્તિ, અને સુવર્ણનું ધ્રૌવ્ય આમ પદાર્થમાં ત્રિપદી છે. અને તેનાથી પ્રમાતામાં શોક-હર્ષ-અને માધ્યથ્ય આ ત્રણ કાર્યો થાય છે. આ રીતે શોકાદિ ભિન્ન ભિન્ન ત્રણ કાર્યો થતાં દેખીને પદાર્થમાં ઉત્પાદાદિ આ ત્રણે લક્ષણો કારણપણે ભિન્ન ભિન્ન સમજાવ્યાં. પરંતુ અવિભાગી દ્રવ્યપણે વિચારીએ તો આ ઉત્પાદાદિ ત્રણે લક્ષણો સુવર્ણમાં જ (એક દ્રવ્યમાં જ) થાય છે. આમ “સુવર્ણદ્રવ્યપણે” ત્રણે અભિન્ન છે. સારાંશ કે ઉત્પાદને ઉત્પાદરૂપે, વ્યયને વ્યયરૂપે, અને ધ્રૌવ્યને ધ્રૌવ્યરૂપે જોઈએ તો આ ત્રણે ભિન્ન ભિન્ન છે. તેથી જ તે ઉત્પાદાદિ ત્રણે પર્યાયો અનુક્રમે શોકાદિ ત્રણ કાર્યો ભિન્ન-ભિન્ન કરે છે. પરંતુ આ ત્રણે એક સુવર્ણમાં જ છે. આમ એકાશ્રયવૃત્તિએ જોઈએ તો આ ત્રણે અભિન્ન પણ છે. તેથી જ બીજી ઢાળની નવમી ગાથામાં આવ્યું હતું કે ભેદને પ્રધાનપણે જોનારા વ્યવહારનયથી કાર્યભેદે શક્તિભેદ છે. આમ દેખાય પરંતુ અભેદ પ્રધાનદષ્ટિવાળા નિશ્ચયનયથી જોઈએ તો કાર્ય અનેક છે. અને કારણ એક છે. વ્યવહારનયથી ઘટભાંગીને મુકુટ થાય છે. એટલે કે ઘટના નાશથી મુકુટ થાય છે. ઈત્યાદિ સ્થૂલદૃષ્ટિએ જોતાં ઘટનાશ (પૂર્વપર્યાય) કારણરૂપે દેખાય છે. તથા પૂર્વ સમયમાં દેખાય છે. અને મુકુટોત્પત્તિ (ઉત્તર પર્યાય) કાર્યરૂપે દેખાય છે. તથા પછીના સમયમાં દેખાય છે.
પરંતુ કંઈક સૂમદૃષ્ટિએ વિચારીએ તો આ વિચારણામાં કંઈક ગુંચવણ અનુભવાશે. ઘટનો નાશ થવાથી જો મુકુટની ઉત્પત્તિ થતી હોય તો ઘટનો નાશ પ્રથમસમયમાં અને મુકુટની ઉત્પત્તિ બીજા સમયમાં થશે. આમ સમયભેદ થશે. આમ થવાથી નાશકાળે ઉત્પત્તિ નહીં અને ઉત્પત્તિકાળે નાશ નહીં આ રીતે કોઈ પણ