________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૭
૩૯૭ ઉપરોક્ત ચર્ચાના સારરૂપે અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે કોઈ પણ એક વિષયને (યપદાર્થને) જોનારા અનેક પ્રમાતાઓમાં તે વિષય વિષે જુદા જુદા ભાવોનું જે જ્ઞાન થાય છે. તેનાથી તેવા તેવા જ્ઞાનમાં વિષય બનવા રૂપે જ્ઞાનવિષયતા (જ્ઞાનની નિમિત્તતા)રૂપ અનેક પર્યાયો તે વિષયમાં પણ છે જ. જેમ કે એક જ રૂપવતી શ્રૃંગારયુક્ત સ્ત્રીને જોઈને ભોગી કામુક્તાના વિચારમાં જાય છે અને યોગી અશુચિનો પિંડ સમજીને વૈરાગ્ય તરફ જાય છે. તેથી કામુક્તાના જ્ઞાનની વિષમતારૂપ પર્યાય અને વૈરાગ્યના જ્ઞાનની વિષયતા રૂપ પર્યાય, શેય એવી તે સ્ત્રીમાં છે જ. એવી જ રીતે મકાનના કોઈ ખુણામાં હોય રજુ જ, પરંતુ તેને જોનારા પ્રમાતાઓમાં કોઈને રજુ દેખાય અને કોઈને સર્પ જણાય, તથા સમુદ્ર તટે હોય છીપલી જ, પરંતુ જોનારાઓમાં કોઈને છીપલી જ જણાય અને કોઈને રજત જણાય. ઇત્યાદિ રીતે ભ્રમાત્મકશાન થાય તો પણ અને પ્રમાત્મકશાન થાય તો પણ જ્ઞાનની નિમિત્તરૂપે ભિન્ન ભિન્ન વિષયનારૂપ પર્યાયો તે શેયમાં છે જ. તેથી પદાર્થ પણ સત્ય છે જ અને ઈઝનિષ્ટસાધનતાના જ્ઞાનના વિષયતારૂપ ઉત્પાદાદિ પર્યાયો પણ પદાર્થમાં સત્ય છે જ માટે નિમિત્તભેદ પણ છે જ.
જો પદાર્થો નથી એમ માનીએ અને વાસનાજન્ય જ્ઞાનમાત્રથી જ બધા હર્ષશોકાદિ વ્યવહારો થાય છે. આમ માનીએ તો બાહ્યવસ્તુઓનો તો સર્વથા લોપ થવાથી “ઘટને” જ ઘટ કહેવાય અને “પટને” જ પટ કહેવાય એવું બોલવું બૌદ્ધને ઘટે નહીં. કારણ કે મનની વાસના માત્રથી જ જો જ્ઞાન થાય છે. તો કોઈને ઘટમાં પટનું, જળનું, અગ્નિનું અને પટમાં ઘટનું તળાવનું, સરોવરનું એમ જેમ તેમ જ્ઞાન વાસનાના બળથી કરવું હોય તો થવું જોઈએ. તથા ઘટમાં ચૈત્રને આ ઘટ છે એમ જણાય અને મૈત્રને આ પટ છે એમ જણાય, આવું પણ જ્ઞાન થવું જોઈએ. પણ તે થતું નથી. માટે પદાર્થો નથી કે તેમાં ઉત્પાદાદિ નથી આ યોગાચારવાદીની વાત સર્વથા યુક્તિરિક્ત છે. તેથી જ્ઞાનમાત્રથી જ વાસના થાય છે. અને તેનાથી હર્ષાદિ થાય છે. આ વાત પણ યુક્તિ વિનાની છે.
તથા માધ્યમિક બૌદ્ધોની સર્વશૂન્યની વાત પણ યુક્તિ અને શાસ્ત્રથી વિરુદ્ધ છે. અમે (જૈનો) તે માધ્યમિકબૌદ્ધને આટલું જ પુછીએ છીએ કે “તારી માનેલી સર્વશૂન્યતા શું પ્રમાણપૂર્વક છે ? કે પ્રમાણરહિત છે ? જો સર્વશૂન્યતા પ્રત્યક્ષાદિ કોઈ પણ પ્રમાણોથી સિદ્ધ હોય, તો સર્વશૂન્યતાને સિદ્ધ કરનારાં પ્રત્યક્ષાદિ તે તે પ્રમાણો તો સંસારમાં છે જ, આમ નક્કી થયું. એટલે તમે પ્રમાણો તો માન્યાં, તેથી સર્વશૂન્યતા ક્યાં રહી ? એવી જ રીતે જો આ સર્વશૂન્યતા પ્રત્યક્ષાદિ પ્રમાણો વિના છે. એમ કહેશો