Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૯૬ ઢાળ-૯ : ગાથા-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બૌદ્ધદર્શનના “ધર્મકીર્તિ” નામના આચાર્ય તેમના બનાવેલા “પ્રમાણવાર્તિક” નામના ગ્રંથમાં કહે છે કે
અન્યદર્શનકારો (જૈન-સાંખ્ય-નૈયાયિકાદિ) ઘટ-પટ વિગેરે પદાર્થો જગતમાં સાચા છે. અને તેમાં ચિત્રતા પણ સાચી છે. કે જે વાસનાના ભેદનું કારણ બને છે. આમ માને છે.
તુ = પરંતુ, સા ચિત્રતા = તે ચિત્રતા, વિર્યા મરયાં મતાપિ = એકલી એવી આ મતિમાં (જ્ઞાનમાત્રમાં) પણ ત્ = હોય, આવું વિહં ન ચત્ = કેમ ન બને ? જેમ તમે પદાર્થોમાં ચિત્રતા માનો છો. તેને બદલે એકલા જ્ઞાનમાં પણ ચિત્રતા માનીએ તો કોઈ દોષ જણાતો નથી. તેથી જ્ઞાનમાત્ર જ જગતમાં છે. અને તેમાં જ ચિત્રતા છે. આવું જ સ્વરૂપ છે. ઘટ-પટ આદિ કોઈ પદાર્થો સત્ છે જ નહીં. મત જ છે. છતાં ચઢિ = જો ફર્થ = આ ચિત્રતા, મથનાં = પદાર્થોને સ્વયં = પોતાને જ જેતે = રૂચતી હોય, અથવા દ્રિ = જે, ફર્થ = આ ચિત્રતા, મથનાં = પદાર્થોની જ છે. આમ વર્ગ = ઈતરદર્શનકારોને પોતાને (હઠાગ્રહથી) તે = રૂચતું હોય તો, તત્ર = તે બાબતમાં તે વયમ્ = અમે અટકાવનારા કોણ ?
ગમે તે વ્યક્તિએ ગમે તે અર્થ અને અર્થસ્વરૂપ માની જ લેવું હોય, પોતાની માન્યતા છોડવી જ ન હોય, અત્યન્ત હઠાગ્રહી અને કદાગ્રહી જ બનવું હોય તો તેઓને બ્રહ્મા પણ સમજાવી શકતા નથી. તો પછી તેઓને સમજાવનારા અમે કોણ ! આમ ધર્મકીર્તિ નામના બૌદ્ધાચાર્યનું કહેવું છે. પરંતુ આ કથન સર્વથા ખોટું છે. તે આપણે ઉપર કરેલી ચર્ચાથી જાણ્યું.
શ્રી તપાગચ્છમાં થયેલા પૂજ્યવિનીતસાગરજીના શિષ્ય શ્રી ભોજસાગરજીની બનાવેલી દ્રવ્યાનુયોગ તર્કણામાં આ શ્લોક કંઈક જુદા પાઠાન્તર સાથે મળે છે. તેઓશ્રીએ શ્લોક અને તેનો અર્થ નીચે મુજબ લખ્યો છે.
किं स्यात्सा चेन्न तैः, किं स्यान्न स्यात्तस्मान्मतावपि, यदियं स्वयमर्थानां, रोचते तत्र के वयम् ॥ १ ॥
જો વાસના છે. તો શું ન હોય ? અર્થાત્ બધુ જ હોય છે. તથા જો બાહ્ય પદાર્થ છે. પણ વાસના નથી. તો તે બાહ્યપદાર્થોથી શું થાય ? અર્થાત્ કંઈ જ ન થાય? કારણ કે વાસના વિના બાહ્ય પદાર્થો બુદ્ધિમાં બેસતા જ નથી. તેથી જો વાસના પદાર્થોને સ્વયં રૂચે છે. ત્યાં આપણે નિષેધ કરનારા કોણ ?