________________
૪૦૨
ઢાળ-૯ : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આમ સ્પષ્ટ સમજાય તેમ છે કે ઘટનાશ-મુકુટોત્પત્તિ એ બને ભિન્ન ભિન્ન કાર્ય પણ નથી તથા કાર્યકારણ પણ નથી. બન્ને એક જ કાર્યસ્વરૂપ છે. આવું પદાર્થોનું સ્વરૂપ છે. રૂપાન્તર થવા સ્વરૂપ છે અને તેમાં થતી રૂપાન્તરતા તે એક જ કાર્યાત્મક છે. અને અવયવવિભાગ એ જ કારણ છે. આવો કાર્યકારણભાવ છે. આવું પદાર્થોનું સ્વરૂપ છે. પરંતુ એકાન્તભેદવાદના સંસ્કારોને (વાસનાને) પામેલા નૈયાયિકોને તો જ્યાં ત્યાં ભેદ જ કલ્પવા જોઈએ છે. પછી અભેદને માનવા કરતાં ભેદને માનવામાં ભલે ગૌરવ આવે. તો પણ તે ગૌરવને ચલાવી લે, માની લે, ફળમુખ ગૌરવ છે એમ કહીને સ્વીકારી લે, પરંતુ એકાન્તભેદના સંસ્કાર છોડે નહીં. આ જ વાત ગુરુજી કહે છેનૈયાયિકની દૃષ્ટિએ
પરમાર્થ દૃષ્ટિએ
કાર્ય
અવયવ
કારણ
પૂર્વોત્તરપર્યાયના
વિભાગ એ નાશોત્પત્તિરૂપ પૂર્વસમયવર્તી ઉત્તરસમયવર્તી
કારણ રૂપાન્તર એ એક જ કાર્ય મહાપટનાશ ખંડપટોત્પત્તિ
खंडपटई महापटनाशनी हेतुता कल्पिइं तो महागौरव थाइ, इम जाणतो इ लाघवप्रिय नैयायिक नाशोत्पत्तिमा एकान्तंभेदनी वासना किम देइ छइ ? तेहनुं मत छई जे
कल्पनागौरवं यत्र, तं पक्षं न सहामहे ।
कल्पनालाघवं यत्र, तं पक्षं तु सहामहे ॥ १ ॥ ॥ ९-८ ॥ ખંડપટ બનાવવામાં (એટલે કે ખંડપટની ઉત્પત્તિમાં) મહાપટના નાશને હેતુ કલ્પતાં તો મહાગૌરવ થાય. આવું જાણતો એવો ૩ = આ લાઘવપ્રિય નૈયાયિક, નાશાત્મક કાર્યમાં અને ઉત્પત્યાત્મકકાર્યમાં સમયભેદ કરીને એકાત્ત ભેદની વાસના (એટલે એકાન્ત કાર્ય-કારણ ભિન્ન જ છે આવા સંસ્કારો) લોકોને કેમ દે છે ? લોકોને આવું ઉલટુ ઉલટુ કેમ સમજાવે છે ? નાશને કારણે માનવામાં કાર્ય-કારણ ભિન સમયમાં થયાં એ જ પહેલું મોટુ ગૌરવ આવ્યું. જ્યાં સુધી તત્સમયવર્તી કારણ ઉપલબ્ધ હોય ત્યાં સુધી પૂર્વસમય સુધી શું કામ જવું ? તથા વળી ઉત્તરસમયમાં
જ્યારે કાર્ય થાય છે. ત્યારે કારણ નથી. એટલે કારણના અભાવમાં જ કાર્ય થયું એવો અર્થ થશે. માટે બુદ્ધિશાળી ગણાતો, લાઘવપ્રિય તરીકે પંકાયેલો, અને નામ પ્રમાણે ન્યાયની પ્રિયતાવાળો પણ આ નૈયાયિક કલ્પનાગૌરવ હોવા છતાં પણ તે ગૌરવને સહી