________________
૪૦૦ ઢાળ-૯ : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પદાર્થમાં કોઈ પણ સમયે ત્રિપદી ઘટશે નહીં. તથા વળી પ્રથમ ઘટનો નાશ થાય અને તે કાળે મુકુટોત્પત્તિ ન થાય તો ઘટ તો ચાલ્યો ગયો, અને મુકુટ આવ્યો નહી ત્યારે તે કાળે દ્રવ્ય કેવું રહ્યું ? શું પર્યાય વિનાનું બન્યું ? કે દ્રવ્યનો પણ સર્વથા અભાવ જ બન્યો ? આવી ગુંચ ઉભી થાય છે.
નૈયાયિકો અહીં જ મુંઝાયા છે. તેઓ એકાન્તભેદવાદી છે. તેથી નાશને કારણ માનતા હોવાથી પૂર્વસમયમાં લે છે અને ઉત્પાદને કાર્ય માનતા હોવાથી ઉત્તરસમયમાં લે છે. કારણ કે તેઓ એકાન્તભેદવાદી છે. એટલે કારણ પૂર્વસમયમાં જ અને કાર્ય ઉત્તર સમયમાં જ હોય, એમ માને છે. તેથી આવા પ્રકારની કાર્યકારણની વ્યવસ્થા કરે છે. તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે-વાનિયતપૂર્વવૃત્તિ IRU{ આમ માનવાથી એકે એક પદાર્થમાં પ્રતિસમયે ત્રિપદી છે. આવી જૈનોની વાત ઉડી જાય છે. એટલે કે સર્વથા ખોટી જ પડે છે. અને તેથી ઉત્પાદાદિ ૩ લક્ષણવાળો જે પદાર્થ છે તે સત્ છે. આ વાત તુટી જાય છે ઉત્પાદ અને નાશ તેમની દૃષ્ટિએ સમકાળે રહેતાં જ નથી. પૂર્વાપર સમયમાં રહે છે.
આ કારણે ત્રિપદી એકસમયમાં જ છે. આ વાત સમજાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે “ઘટના નાશથી મુકુટની ઉત્પત્તિ થાય છે” આમ સ્થૂલદૃષ્ટિએ ભલે ભેદ દેખાય. પરંતુ સૂક્ષમદૃષ્ટિએ તો “ઘટનો નાશ એ જ મુકુટની ઉત્પત્તિ છે” જે સમયે ઘટનો જેટલો ધ્વંસ થાય છે. તે સમયે તેટલી મુકુટની ઉત્પત્તિ થાય જ છે. વાસ્તવિક તો નાશ અને ઉત્પત્તિ આમ બે નથી. એક જ રૂપાન્તરતા જ છે. માત્ર તે રૂપાન્તરતાને પૂર્વપર્યાયથી જોઈએ ત્યારે નશ્યમાનતા દેખાય છે અને ઉત્તરપર્યાયથી જોઈએ તો ઉત્પમાનતા દેખાય છે. આ રીતે રૂપાન્તરતા એ કાર્ય છે. અને તેમાં રહેલું અવિભક્ત એવું સુવર્ણદ્રવ્ય એ કારણ છે. સારાંશ કે પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય એ કાર્ય આમ નથી. પરંતુ રૂપાન્તરતા એ કાર્ય છે. અને તેમાં રહેલું અવિભક્ત એવું સુવર્ણદ્રવ્ય એ કારણ છે. અર્થાત્ પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય એ કાર્ય આમ નથી. પરંતુ રૂપાન્તરતા થવા રૂપ પર્યાયારતા એ કાર્ય છે. કે જેમાં ઉત્પાદ-વ્યય સમાયેલા છે. અને તેના આધાર ભૂત મૂલ દ્રવ્ય એ કારણ છે કે જેમાં ધ્રૌવ્ય સમાયેલું છે.
___ अत एव हेमघटनाशाभिन्न-हेममुकुटोत्पत्तिनइं विषई हेमघटावयवविभागादिक हेतु छइ.