Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૧૨
ઢાળ–૯ : ગાથા-૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ માટે ઉત્પત્તિ નાશ છે. પ્રથમ સમયમાં થયેલા ઉત્પાદ અને નાશ દ્વિતીયાદિ સર્વ સમયોમાં તિરોભાવે તે ધટપટમાં વર્તે જ છે. તેથી જ ઉત્પન્ન અને નષ્ટ આવા વ્યવહારો થાય છે. દ્વિતીયાદિ સમયવર્તી ધટપટમાં પ્રથમ સમયસંબંધી ઉત્પત્તિ જો રહેલી હોય તો જ ઉત્પન્ન; અને નાશ જો રહેલો હોય, તો જ નષ્ટ પ્રયોગ થાય. અન્યથા ન થાય. માટે પ્રથમ સમયન્મ ઉત્પાદ અને નાશ દ્વિતીયાદિ સમયોમાં છે.
તથા પ્રતિસમયે સામાન્યપણે ઘટ એ ઘટ જ છે બીજો કોઈ ઉત્પાદ-વ્યય નથી દેખાતો. આમ સ્થૂલદૃષ્ટિથી દેખાય છે. પરંતુ સૂક્ષ્મદૃષ્ટિએ તેમાં પણ પ્રતિસમયે પુદ્ગલોના ગમનાગમનને લીધે ઉત્પાદ-વ્યય, નવા નવા પણુ ચાલુ જ છે. કેવળ એકલું ધ્રૌવ્યલક્ષણ નથી. પ્રતિસમયે ઘટદ્રવ્ય પુદ્ગલોની પરાવૃત્તિથી બદલાતો જ રહે છે. આમ પણ ઉત્પાદ-વ્યય છે. અને તે ઉત્પાદવ્યય આવિર્ભાવે છે. તથા પ્રથમ સમયે થયેલા જે ઉત્પાદ-વ્યય છે. તે પણ દ્વિતીયાદિ સમયોમાં છે. પરંતુ તે તિરોભાવે છે. આમ એક એક સમયમાં અનંત અનંત ઉત્પાદ-વ્યય છે. ભૂત-ભાવિના તમામ ઉત્પાદ અને વ્યય
તિરોભાવે છે. અને વર્તમાનના ઉત્પાદ-વ્યય આવિર્ભાવે રહેલા છે.
‘‘નીમુત્પન્નઃ નષ્ટ; '' રૂમ હિડું, ત્તિવાડું-તત્ક્ષ-વિશિષ્ટતા ઉત્પત્તિનાશનનું जाणि, ते द्वितीयादि क्षणइं नथी. ते माटइं द्वितीयादिक्षणइं "इदानीमुत्पन्नः" इत्यादि प्रयोग न थाई. "घट" कहेतां इहां द्रव्यार्थादेशइं मृद्रव्य लेवुं. जे माटिं-उत्पत्तिनाशाधारता सामान्यरूपई कहिइं, तत्प्रतियोगिता ते विशेषरूपई कहि ॥ ९-१० ॥
પ્રથમસમયમાં પ્રગટેલા ઉત્પાદ અને નાશ દ્વિતીયાદિ સમયોમાં ધ્રુવ એવા મૃદ્રવ્યમાં અન્વયશક્તિથી (તેનું તે જ દ્રવ્ય હોવાથી) તિરોભાવે વર્તે જ છે. તેથી જ તે માટીદ્રવ્ય જોઈને તેમાં જ અયં ઘટ: ઉત્પન્નઃ, અર્થ ઘટ: નષ્ટ:, આમ દ્વિતીયાદિ સમયોમાં પણ બોલાય છે. જો પ્રથમસમય સંબંધી ઉત્પાદ અને નાશ માત્ર પ્રથમસમયમાં જ હોત, દ્વિતીયાદિ સમયોમાં ન જ હોત તો દ્વિતીયાદિ સમયોમાં ઉત્પન્ન અને નષ્ટ નો વ્યવહાર થાત નહીં. પણ થાય છે તેથી પ્રથમ સમયસંબંધી ઉત્પાદ-વ્યય દ્વિતીયાદિ સમયોમાં પણ છે જ.
પરંતુ એટલી વિશેષતા છે કે જ્યારે “હમણાં જ (આ જ સમયે) ઘટ ઉત્પન્ન થયો છે અથવા હમણાં જ (આ જ સમયે) ઘટ નષ્ટ થયો છે. “આમ જ્યારે કહીએ ત્યારે “એતત્ક્ષણથી વિશિષ્ટ” એવા અર્થાત્ એતત્સમયાવચ્છિન્ન એવું વિશેષણ લગાડીને, તેવા વિશેષણવાળા ઉત્પાદ-નાશને જો જાણીએ તો તેવા પ્રથમસમયાવચ્છિન્ન વિશેષણવાળા