________________
૪૧૦ ઢાળ-૯ : ગાથા--૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ધ્રૌવ્ય નામનું એક જ લક્ષણ દેખાય છે. ત્રણ લક્ષણો દેખાતાં નથી. તો હવે તે ત્રણ લક્ષણો કેમ સંભવે ? આવો પ્રશ્ન આ ગાળામાં શિષ્ય કરે છે– તેને સમજાવવા પ્રતિસમયે ત્રણ લક્ષણો છે. આ વાત નિશ્ચય પૂર્વક સિદ્ધ કરે છે.
"उत्पत्ति थइ छइ जेहनी, एहवो-जे घट, तेहनइं विषई द्वितीयादिक्षणस्त्रद्रव्यसंबंधे उत्पत्ति नाश किम होइ ? जे माटई प्रथमक्षण संबंधरूपउत्तरपर्यायोत्पत्ति, तेह ज पूर्वपर्यायनाश तुझे पूर्वि थाप्यो छइ" ए शिष्ये प्रश्न पूछयुं गुरुप्रति, इहां गुरु उत्तर शिष्य प्रतिं कहइ छइ - सांभलइ शिष्य.
પ્રથમ સમયમમાં ઉત્પત્તિ થઈ ગઈ છે જેની, એડવો જે ઘટપદાર્થ છે. તેનાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ લક્ષણો પ્રથમસમયમાં તો હોય, પરંતુ તે ઘટને વિષે દ્વિતીયાદિ સમયોમાં પોતાના તે દ્રવ્યના સંબંધે હવે ઉત્પત્તિ અને નાશ કેમ હોઈ શકે? પ્રથમક્ષણના સંબંધમાં જે મૃર્લિંડનો નાશ અને ઘટની ઉત્પત્તિ થઈ છે. તે નાશ અને તે ઉત્પત્તિ તો પ્રથમ સમયમાં જ વર્તે છે. તે નાશ અને તે ઉત્પત્તિ દ્વિતીયાદિ ક્ષણોમાં પોતાના દ્રવ્યમાં હવે કેમ રહે ? તથા દ્વિતીયાદિ સમયથી જ્યાં સુધી તે ઘટ ફુટે નહીં, ત્યાં સુધી ઘટ તેવોને તેવો જ રહે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી એટલે બીજા પણ કોઈ ઉત્પાદ અને નાશ દેખાતા નથી તો ત્યાં ઉત્પાદ અને નાશ કેમ ઘટે ? કેવળ એકલું ધ્રૌવ્ય જ જણાય છે. એટલે દ્વિતીયાદિક્ષણોમાં ઘટ સત્ છે પરંતુ ત્રણલક્ષણયુક્ત નથી. માટે જે પરમાર્થ દૃષ્ટિએ સત્ હોય, તે ત્રણ લક્ષણ યુક્ત જ હોય આ જૈનોની વાત બરાબર સંગત થતી નથી.
સારાંશ કે પ્રથમ સમયે થયેલ નાશ અને ઉત્પત્તિ, પ્રથમ સમયમાં જ રહે છે. દ્વિતીયાદિ સમયમાં તે નાશ અને ઉત્પત્તિ આવતી નથી. અને નવી કોઈ ઉત્પત્તિ અને નાશ ત્યાં દેખાતાં નથી. તેથી સર્વ સમયોમાં “ઉત્પત્તિ અને નાશ” હોતાં નથી. કેવળ ધ્રૌવ્ય જ હોય છે. જ્યારે ઘટ ફુટે છે. ત્યારે ફરીથી નાશ અને કપાલની ઉત્પત્તિ આવે છે. ત્યાં સુધી નાશ-ઉત્પત્તિ વિના કેવળ ધ્રૌવ્ય છે. તેથી સર નું લક્ષણ ત્રિપદી કેમ ઘટે? કારણ કે પ્રથમક્ષણના સંબંધમાં જે ઉત્તર પર્યાયની (ઘટની) ઉત્પત્તિ છે. તે જ પૂર્વપર્યાયનો (મૃતિંડપર્યાયનો) નાશ છે. આવું તમે જ પહેલાં નિશ્ચિત કર્યું છે. માટે આવી ઉત્પત્તિ અને આવો નાશ આ બે લક્ષણો તો પ્રથમ સમયમાં જ હો. અને ધ્રૌવ્ય લક્ષણ સર્વસમયોમાં હો. પણ ત્રિપદી સર્વ સમયોમાં સંભવતી નથી. આવો પ્રશ્ન શિષ્ય ગુરુ પ્રત્યે પુછયો છે. હવે અહીં ગુરુજી શિષ્ય પ્રત્યે ઉત્તર કહે છે કે હે શિષ્ય ! ઉત્તર સાંભળ.