Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૯૪
ઢાળ-૯ : ગાથા-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘટાવવો એ મૂર્ખતા છે કારણ કે તે પદાર્થો, કે તેમાં ત્રણ લક્ષણો આવી કોઈ વસ્તુ છે જ નહીં. આ સંસારમાં ફક્ત જ્ઞાન માત્ર જ છે. શેય કોઈ છે જ નહીં તેથી શેય એવા પદાર્થોથી આ જગત શુન્ય જ છે. આમ બૌદ્ધ કહે છે.
જૈન તો = જો આમ જ હોય એટલે કે વાસનામાં સામે રહેલા પદાર્થો અને તેમાં રહેલા ઉત્પાદાદિ ધર્મો જો નિમિત્ત ન બનતા હોય, અને સામે રહેલા કોઈ પદાર્થો કે તેમાં રહેલાં ઉત્પાદાદિ લક્ષણો વિગેરે કંઈ જ ન હોય, શેયમાત્ર જ ન હોય અને કેવળ એકલો જ્ઞાનાકાર માત્ર જ હોય આવું માનીએ તો આ રીતે ઘટ-પટ આદિ પૌગલિક પદાર્થોના નિમિત્ત વિના જ સ્વયં એકલી વાસના વિશેષથી જ ઘટપટાદિના આકારવાળું જ્ઞાન થાય છે. આવો અર્થ થશે. અને આમ જ જો હોય તો બાહ્ય એવા ઘટ-પટ આદિ સઘળા પદાર્થોનો લોપ થવાથી (એટલે બાહ્ય પદાર્થ કોઈ કંઈ છે જ નહીં. આમ માનવાથી) તે તે વિવક્ષિત બાહ્ય કારણવિના તે તે વિવક્ષિત આકારવાળું જ્ઞાન પણ ન સંભવી શકે. જો ઘટ પટ આદિ કોઈ પદાર્થો જ નથી. તો આ જ્ઞાન ઘટાકારરૂપ છે. અને આ જ્ઞાન પટાકારરૂપ છે. આમ પણ કેમ બને ? વળી ય વિના જ્ઞાન પણ કેમ ઉત્પન્ન થાય ? ઝાંઝવાના જળનો જ દાખલો આપ્યો તે પણ મિથ્યા છે. ઝાંઝવામાં જળ નથી પરંતુ સંસારમાં જળ નથી એમ નહીં. સમુદ્રાદિમાં જળ છે, તો જ તેની સશતા લાગવાથી ઝાંઝવામાં જળનો ભ્રમ થાય છે. સંસારમાં જો જળ જ ન હોત તો જળ જોયા વિના ઝાંઝવામાં જળનો ભ્રમ પણ ન થાત તેથી ભ્રમાત્મકજ્ઞાન કે પ્રમાત્મકજ્ઞાન જે કોઈ જ્ઞાન થાય છે. તેનો વિષય ત્યાં હોય કે ત્યાં કદાચ ન પણ હોય, પરંતુ સંસારમાં તો હોય જ છે. પદાર્થ હોય તો જ તે પદાર્થના આકારવાળું જ્ઞાન સંભવે છે. માટે જ્ઞાનમાં નિમિત્ત થનારા પદાર્થોને અને તગત ઉત્પાદાદિને સાચા જ છે. આમ માનવું જોઈએ. પદાર્થો અને તેમાં થતા ઉત્પાદાદિ ધર્મો સાચા છે. તો જ તે વિષયનું જ્ઞાન થાય છે અને ઈષ્ટાનિષ્ટ વાસના થાય છે.
अंतरबहिराकार विरोधइ, बाह्याकार मिथ्या कहिइं, तो चित्रवस्तुविषय नीलपीताद्याकारज्ञान पणि मिथ्या हुइ जाइ. तथा सुखाद्याकार नीलाद्याकार पणि विरुद्ध थाइ. तिवारइं-सर्वशून्य ज्ञानवादी माध्यमिक बौद्धनुं मत आवी जाइ. उक्तं च
ઝાંઝવાના જળના દાખલાને જ આગળ કરીને હે બૌદ્ધ ! જો તમે આમ કહ્યા કરશો કે મનની અંદર જળાકાર જ્ઞાન થાય છે. અને બહાર ઝાંઝવામાં જળ નથી. આ રીતે અંદરના જ્ઞાનના આકારનો અને બાહ્ય જળના આકારનો પરસ્પર વિરોધ દેખાય